Navratri 2020: નવરાત્રિના સાતમાં દિવસે થાય છે મા 'કાલરાત્રિ'ની પૂજા
નવરાત્રિનો 7મો દિવસઃ મા કાલરાત્રિ
રૂપઃ ખૂબ જ વિકરાળ
નેત્રઃ ત્રણ
વાહનઃ ગર્દભ
પૂજાઃ સિદ્ધિ પ્રાપ્તિ માટે
મા દૂર્ગાની સાતમી શક્તિ કાલરાત્રિ નામથી ઓળખાય છે. તેમના શરીરનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે. કાલરાત્રિ દેવીના ત્રણ નેત્રો છે. આ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. તે ગર્દભની સવારી કરે છે.
કાળથી પણ રક્ષા કરનાર શક્તિ છે મા કાલી
અંધકારમય સ્થિતિઓનો વિનાશ કરનાર શક્તિ છે કાલરાત્રિ. કાળથી પણ રક્ષા કરનારી આ શક્તિ છે. તે ઘણા શક્તિશાળી અને ફળદાયી માતા છે. આજના દિવસે સાધકનુ મન 'સહસ્રાર' ચક્રમાં પ્રવેશ કરી જાય છે. મા કાલીને શુભંકારી પણ કહે છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી જ ભયભીત થઈને ભાગી જાય છે. આ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનાર છે. આજની પૂજાનો આરંભ નીચે લખેલા મંત્રથી કરવો જોઈએ.
या देवी सर्वभूतेषु मां कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
સાતમુ સ્વરૂપ ખૂબ જ વિકરાળ
માનુ સાતમુ સ્વરૂપ ખૂબ જ વિકરાળ છે પરંતુ માએ આ રૂપ પોતાના ભક્તોની ભલાઈ માટે જ ધારણ કર્યુ છે. કાલરાત્રિની ઉપાસના કરવાથી બ્રહ્માંજની બધી સિદ્ધિઓના દ્વાર ખુલવા લાગે છે અને તમામ અસુરી શક્તિઓ તેમના નામના ઉચ્ચારણથી જ ભયભીત થઈને દૂર ભાગવા લાગે છે. આનાથી ભક્તોએ ભયભીત થવાની જરૂર નથી. તેમના સાક્ષાત્કારથી ભક્ત પુણ્ય મેળવે છે.
Navratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે થાય છે મા 'કાત્યાયની'ની પૂજા