For Quick Alerts
For Daily Alerts
જીભ જોઈને માત્ર રોગ જ નહિ પરંતુ વ્યક્તિત્વ પણ જાણી શકાય છે, જાણો કેવી રીતે..
નવી દિલ્લીઃ તમે જ્યારે કોઈ પણ બિમારીના કારણે ડૉક્ટર પાસે ગયા હોય તો ડૉક્ટર ચેકઅપ કરતી વખતે તમારી જીભ પણ જુએ છે. તેનાથી તે સંભવિત રોગનુ નિદાન કરી શકે છે પરંતુ શું તમે જાણો છો કે જીભ જોઈને કોઈ મનુષ્યના વ્યક્તિત્વ વિશે પણ જાણી શકાય છે. હા, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યની જીભ જોઈને તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને ગુણો-અવગુણો વિશે પણ જાણી શકાય છે. વ્યક્તિ કયા પ્રકારનો છે તે તેની જીભ જોઈને જાણી શકાય છે. આવો જાણીએ જીભ વિશે હસ્તરેખા શાસ્ત્રમાં જણાવેલી અમુક વાતો...
- જે પુરુષની જીભ લાલ, પાતળી અને નરમ હોય તે જ્ઞાની, ચતુર અને ઈશ્વર ભક્ત હોય છે.
- જે વ્યક્તિની જીભનો આગળનો ભાગ અણીદાર હોય તેમજ લાલ હોય તે પૂર્ણ સુખ મેળવે છે.
- જેની જીભ સફેદ હોય, તે બદમાશ હોય છે.
- કાળી કે વાદળી જીભવાળા વ્યક્તિ નિર્ધન હોય છે.
- મોટી અને એક સમાન પહોળી તેમજ પીળી જીભવાળા વ્યક્તિ મૂર્ખ હોય છે.
- જે પુરુષની જીભ નાકને સ્પર્શતી હોય તે ઉચ્ચ કોટિનો સાધક કે યોગી હોય છે.
- લાંબી જીભવાળા સ્ત્રી-પુરુષ સ્પષ્ટવાદી હોય છે.
- પહોળી જીભવાળા વ્યક્તિ જરૂરિયાત કરતા વધુ ખર્ચ કરનારા હોય છે.
- જે સ્ત્રીઓની જીભ કોમળ, લાલ અને પાતળી હોય તે સૌભાગ્યશાળી હોય છે.
- જે સ્ત્રીઓની સંકીર્ણ હોય તે અશુભ કહેવાય છે.
- જે સ્ત્રીઓની જીભ મોટી હોય, તે પૂર્ણાયુ મેળવી શકતી નથી.
- લાલ રંગની જીભવાળી સ્ત્રીને શ્રેષ્ઠ પતિ મળે છે.
- કાળી જીભવાળી સ્ત્રી ઝઘડાળુ હોય છે.
- બહુ વધુ પહોળી જીભવાળી સ્ત્રી નિરંતર દુઃખ મેળવનાર હોય છે.
Navratri 2020: ચોથા દિવસે થાય છે 'મા કૂષ્માંડા'ની પૂજા