માત્ર એક મુઠ્ઠી માટી પલટાવી શકે તમારી કિસ્મત, જાણો કઈ રીતે
માટી સાથે જોડાયેલા આ કેટલાક ઉપાયો તમારા ખરાબ દિવસોને પલટાવવાની તાકાત ધરાવે છે અને તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે, જેનાથી તમારા જિવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ધનનો વરસાદ થઈ શકે છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં જીવનની પ્રત્યેક સમસ્યાનો સાર સમાયેલ છે. આપણા ઋષિ મુનિઓએ જીવનની તમામ તકલીફોને ખુદ અનુભવીને પોતાની દ્રષ્ટિથી એનું સમાધાન જણાવ્યું છે.

આ ઉપાય પલટી શકે કિસ્મત
આ ઉપાય એટલા સહેલા છે કે કોઈપણ વ્યક્તિ આસાનીથી તેને કરી શકે છે. જોવામાં તો આ ઉપાય એકદમ નાનો છે, પરંતુ તેનો પ્રભાવ અતિ વિશાળ હોય છે. માટી સાથે જોડાયેલ આ એક એવો ઉપાય છે જે તમારા ખરાબ દિવસોને સારા દિવસોમાં બદલવાની તાકાત ધરાવ છે.

આર્થિક રીતે પરાશાન હોવ તો
આ ઉપાયમાં તમારે માત્ર એક મુઠ્ઠી માટી જ લાવવાની છે. આ માટી વિવિધ વૃક્ષોની જળમાંથી કાઢવી અને તમારી સમસ્યા વિશેષ માટે સંબંધિત નક્ષત્રમાં જ આ પ્રયોગ કરવો. ત્યારે આવો જાણીએ કે કઈ સમસ્યાના સમાધાન માટે ક્યારે અને કેવી રીતે પ્રયોગ કરવા.

ધનની પ્રાપ્તિ માટે
જો આર્થિક રીતે પરેશાન હોવ, આકરી મહેનત બાદ પણ તમે એટલું ધન ન કમાઈ શકતા હોવ જેનાથી સારી રીતે પરિવારનું ગુજરાન કરી શકો, આર્થિક તંગીને કારણે તમે પરિવારને સુખ-સુવિધાઓ ન આપી શકતા હોવ તો આ પ્રોયગ અપનાવો. આના માટે તમારે ગુરુ પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદયની ઠીક પહેલા સ્નાન કરીને પીપળાના ઝાડના થળમાંથી માટી કાઢી લાવો. માટી કાઢતા પહેલાં ભગવાન વિષ્ણુંનું ધ્યાન ધરવું, વૃક્ષને પ્રણામ કરી તેની આજ્ઞાથી માટી કાઢવી. ઘરે પૂજા સ્થાનમાં આ માટી પર ગંગાજળ છાંટી તેની પૂજા કરવી અને '🕉 શ્રીં' મંત્ર સાથે માળા જપવી. બાદમાં આ માટીને તિજોરીમાં રાખો, ધન સંબંધી સમસ્યા 41 દિવસમાં ઘટી જશે.

કિસ્મત ચમકાવવા માટે
જ્યારે કિસ્મત સાથ ન આપે ત્યારે કોઈપણ કામમાં સફળતા નથી મળતી હોતી. રૂઠી કિસ્મતને મનાવવા માટે કોઈપણ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રદોષના દિવસે બિલીપત્રના વૃષ નીચેની માટી કાઢી તેને કપડામાં બાંધીને ઘરે લઈ આવો. આ માટી પર કાચું દૂધ અને ગંગાજળ છાંટો. બાદમાં પીળા ચંદનથી આ માટીની પૂજા કરો. રુદ્રાક્ષની માળાથી '🕉 સંભવાય નમઃ' મંત્રની એક માળા જપો અને બાદમાં તેને તમારી તિજોરીમાં સંભાળીને રાખી દો. દરરોજ સંધ્યાકાળે તેની પૂજા કરવાથી તમારી કિસ્મતના બંધ દરવાજા ખુલી જશે.

વિવાહ માટે
જે કોઈપણ યુવક-યુવતીના લગ્ન ન થઈ રહ્યાં હો, ઉંમર વધતી જતી હોય તો આ પ્રયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈપણ શુક્લ પક્ષના ગુરુવારે આ ઉપાય કરવાનો રહેશે. ગુરુ પુષ્ય નક્ષત્ર હોય તો વધુ સારું. નહિતર કોઈપણ ગુરુવારે આ ઉપાય કરી શકો. ગુરુવારે સારું ચોઘડીયું જોઈને કેળના ઝાડના થડમાંથી એક મુઠ્ઠી માટી કાઢી લાવે તેને પીળા રંગના રૂમાલમાં બાંધીને ઘરે લાવવી. માટી કાઢતા પહેલા વૃક્ષને નમન કરી તેની આજ્ઞા લેવી. માટીની પૂજા કરી થોડી માટી તિજોરીમાં રાખી દો અને બાકીની માટી ધ્યાનપૂર્વક પૂજા સ્થળે રાખી દો. દરેક ગુરુવારે આ માટીની પૂજા કરવી અને કેળના વૃક્ષને એક લોટો પાણી ચઢાવવું. તુરંત લગ્નનો રસ્તો ખુલી જશે.