સૂર્ય ગ્રહણ ડિસેમ્બર 2019: ગ્રહણના સમયે કરો આ કામ, તો નવું વર્ષ રહેશે શાનદાર
વર્ષ 2019નું છેલ્લું ગ્રહણ ડિસેમ્બર મહિનાની 26 તારીખે છે. 26 ડિસેમ્બર, ગુરુવારે થનારા આ ગ્રહણમાં છ ગ્રહ સૂર્ય, ગુરુ, ચંદ્ર, શનિ, બુધની યુતિ ધન રાશિમાં થશે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું, જેનાથી તમારુ આગામી વર્ષ સુખ સમૃદ્ધિ સાથે સફળતા લઈને આવશે.

જપ અને ધ્યાન કરો
સૂર્ય ગ્રહણ દરમિયાન મંત્રનું જાપ કરવું અને ધ્યાન કરવું ઉત્તમ મનાય છે. આમ કરવાથી કુંડળીમાં ગ્રહ શાંત રહે છે. ગ્રહની શાંતિથી નવા વર્ષમાં તમને સકારાત્મક પરિણામ મળશે અને આવકમાં વધારો થવાના રસ્તા મળશે.

રાહુ-કેતુ અંગેના ઉપાય
જો તમારે નવા વર્ષને હાલના વર્ષ કરતા સારુ બનાવવું હોય તો તમારે સૂર્ય ગ્રહણ દરમિયાન રાહુ-કેતુ અંગેના ઉપાય કરવા જોઈએ. રાહુ-કેતુના શાંત રહેવાથી જીવનમાં બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકાય છે.
આ પણ વાંચોઃ Vivah Muhurat 2020: આ છે વર્ષ 2020ના શુભ-વિવાહ મુહૂર્ત

પવિત્ર જળથી સ્નાન
સૂર્ય ગ્રહણ દરમિયાન તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો સ્નાન કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને નાહી શકો છો. આ નવા ઉપાયથી નવા વર્ષે તમારું આરોગ્ય સારુ રહેશે અને સમાજમાં માન સન્માન વધશે.

દાન કરો
સૂર્ય ગ્રહણ બાદ દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. અન્ન, કપડા, ધન વગેરે દાન કરવાથી તમારી મુશ્કેલીઓ ઘટવા લાગે છે. આ ઉપાયથી નવા વર્ષે તમને ગ્રહોની પીડામાંથી મુક્ત થઈ શકો છો અને સાથે જ તમને પ્રમોશન તેમજ ઉંચા પદની પાર્પિત થવાની શક્યતા રહે છે.

ઈષ્ટ દેવના મંત્રોનો જાપ
સૂર્ય ગ્રહણના કારણે થનારા અનિષ્ટથી બચવું હોય તો ઈષ્ટ દેવના મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી ઈષ્ટ દેવના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખૂલે છે.

પીપળાના ઝાડની પૂજા કરો
જો તમારા ઘરની આસપાસ પીપળાનું વૃક્ષ હોય તો સૂર્ય ગ્રહણ બાદ તેને જળ અર્પણ કરો અને તેની સેવા કરો. તેનાથી નવા વર્ષે તમારા જીવનમાં નકારાત્મકતા નહીં આવે. ઘર અને પરિવારમાં એક્તા રહેશે. દરેક મુશ્કેલીમાં જીવનસાથીનો સહયોગ અને સાથ મળશે.

શનિવદેવને કરો પ્રસન્ન
શનિદેવને પ્રસન્ન કરવા હોય તો ગરીબ અને નિસહાય લોકોની મદદ કરો. સૂર્ય ગ્રહણ બાદ જરૂરિયાત મંદ લોકોની મદદ કરે, તેનાથી તમને શનિદેવના આશીર્વાદ મળશે. શનિદેવની કૃપાથી નવા વર્ષે તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.