India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે સિંગલ છો, તો રાશિ પ્રમાણે જાણો તમારે કેવા મેલ પાર્ટનરને ડેટ કરવા જોઈએ?

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018માં ઘણા સંબંધો બન્યા, ઘણા તૂટ્યા, તો કેટલાક લગ્ન મંડપ સુધી પહોંચ્યા તો કેટલાક છૂટાછેડા સુધી. શક્ય છે કે તમારામાંથી કોઈ યુવતી માટે પણ 2018નું વર્ષ પ્રેમ મામલે ખાસ ન રહ્યું હોય. પરંતુ પરેશાન થવાની જરૂર નથી.

આ લેખ દ્વારા જાણો કે 2019માં રિલેશનશિપને સફળ બનાવવા માટે તમારે તમારી રાશિ પ્રમાણે કોઈ વ્યક્તિને ડેટ કરવી જોઈએ.

આ પણ વાંચો: 2019માં આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, થશે ધનવર્ષા

મેષ

મેષ

તમે અત્યાર સુધી કેટલાક બેડ બોય્ઝને પોતાની જિંદગીમાં તક આપી ચૂક્યા છો. તેમના કારણે તમને રોમાન્ચ અને એડવેન્ચરની તક મળી છે પરંતુ કાયમી સંબંધ નથી મળ્યો. તે તમને ફક્ત સારો સમય વીતાવવાની તક આપી શક્તા હતા કારણ કે તેમની પાસે તમને આપવા માટે બીજું કશું જ નહોતું. તમારે એવા શખ્સની જરૂર છે જે તેનાથી બિલકુલ વિપરિત હોય. કોઈ એવું જે તમને જીવનમાં સ્થિરતા અને નિર્ભરતા આપી શકે.

વૃષભ

વૃષભ

આ સમય તમારે પાછળની વાતોને ભૂલાવીને ભવિષ્ય માટે કામ કરવાનો છે. વૃષભ રાસિના જાતકો લાંબા સમયથી ભૂતકાળને છોડતા નથી. તમારા જીવનમાં એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે તમારું મહત્વ સમજે. જે તમને મહેસૂસ કરાવે કે તમે જેવા છો તેવા જ તેમના માટે ખાસ છો. તમારે એવા વ્યક્તિને શોધવા જોઈે જે તમને એક સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે.

મિથુન

મિથુન

તમારી ઉર્જા અને સમય એવા પુરુષને શોધવા પાછળ ખર્ચો જે રિલેશનશિપમાં તમારા જેટલા જ પ્રયત્નો કરવા માટે તૈયાર હોય. તમે અત્યાર સુધી એવા વ્યક્તિ પાછળ સમય બરબાદ કરી રહ્યા હતા જે તમારા જેટલી કોશિશ કરવા તૈયાર નહોતા. આ તમામ ચીજ બદલવાની જરૂરિયાત છે. તમારે એવા વ્યક્તિ પર ફોકસ કરવું જોઈએ જે રિલેશનશિપ અંગે સિરિયસ હોય.

કર્ક

કર્ક

તમે કોઈ વ્યક્તિને તમારા જીવનમાં જાળવી રાખવા તમે તમારા સ્ટાન્ડર્ડ સાથે સમજૂતી કરવા તૈયાર થઈ જાવ છો. આમ કરવું યોગ્ય નથી કારણ કે છેલ્લે તમારે જ સામેના વ્યક્તિના ખોટા વ્યવહારનો સામનો કરવો પડશે. આ વર્ષે તમારે એવા વ્યક્તિની શોધ કરવી જોઈએ, જે તમારો એટલો જ ખ્યાલ રાખે જેટલો ખ્યાલ તમે તેમનો રાખવાના છો.

સિંહ

સિંહ

તમે એ વાત સ્વીકારી લો કે તમારી આદ હંમેશા એક જ વ્યક્તિ પાછળ જવાની છે, પરંતુ વારંવાર તમે ભલે એવી આશાથી જાવ કે પરિણામ જુદુ આવશે. પરંતુ દર વખતે તમારા હાથમાં કશું નવું નથી આવતું. 2019માં તમે એવા વ્યક્તિને ડેટ કરો જે બિલકુલ તમારા જેવા નથી. પરિસ્થિતિને બદલો અને કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. આમ કરીને જ તમે તમારા સાચા પ્રેમની શોધમાં સફળ થઈ શક્શો.

કન્યા

કન્યા

તમારા હાઈ સ્ટાન્ડર્ડ માટે તમારે ખરાબ વિચારવાની જરૂર નથી. 2019માં તમને એવા વ્યક્તિની જરૂર છે જે તમારા હાઈ સ્ટાન્ડર્ડ અને અપેક્ષાઓમાં પાસ થાય. એવો વ્યક્તિ જે હંમેશા તમારો સાથ આપે. તમે તમારા સ્ટાન્ડર્ડ જાળવી રાખો સાથે જ તમારા પાર્ટનરને ત્યા સુધી પહોંચવાની તક આપો.

તુલા

તુલા

તમારું દિલ મોટું છે. તમે આસપાસના લોકોને સાથે રાખવા પ્રયત્ન કરતા રહો છો. એ સારી વાત છે કે તમારું મન સાફ છે. પરંતુ દર વખતે તમારી આદત એવા જ વ્યક્તિને પસંદ કરવાની રહે છે જેને સાથે રાખવા તમારે પ્રયત્ન કરવા પડે. 2019માં તમારે એવા શખ્સની પસંદગી કરવી જોઈએ જેને તમારી સાથે રહેવની ઈચ્છા છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમે એવી મહિલા છો જે જિંદગીમાં આગળ વધવામાં માને છે. વૃશ્ચિક રાશિના હોવાન કારણે તમને પ્રેમ અને રોમાન્સનો વાંકોચૂંકો રસ્તો પસંદ નથી. તમે એવા વ્યક્તિ છો જેને સ્પષ્ટ વાતો ગમે છે. આ જ કારણે તમારું દિલ તૂટે છે. આ વર્ષે તમારે એવા વ્યક્તિ સાતે ડેટ કરવી જોઈે જે સંબંધોમાં ધીરે ધીરે આગળ વધે જેથી તમારા સંબંધને પ્રેમ સુધી પહોંચવાની તક મળે.

ધન

ધન

અત્યાર સુધી તમે યોગ્ય કારણથી જો કોઈ રિલેશનશિપમાં નહોતા. તમે પ્રેમને નથી સમજી શક્યા. 2019માં તમારે એવા છોકરાને ડેટ કરવો જોઈએ જે તમને પ્રેમનો સાચો અર્થ સમજાવે અને અહેસાસ કરાવે કે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થવાનો સાચો અર્થ શું છે.

મકર

મકર

તમારે એવા પુરુષને ડેટ કરવાની જરૂર છે જે વિરોધી ન હોય. મકર રાશિના હોવાને કારણે તમને જીવનમાં ખૂબ જપ ડકાર લેવા ગમે છે. આ જ કારણે તમારે કેટલીક વખત ખરાબ સમયનો સામનો પણ કરવો પડે છે. તમારે એક એવા સાથીની જરૂર છે જે તમને મુશ્કેલીના સમયમાં પણ સાથ આપે.

કુંભ

કુંભ

હકીકત સમજો. તમાને એક પરફેક્ટ પુરુષ ન મળી શકે. 2019માં તમારે પરફેક્ટ પ્રિન્સ ચાર્મિંગને ન શોધવો જોઈએ. તમારે એવા વ્યક્તિ માટે દરવાજા ખુલ્લા રાખવા જોઈે જે પરફેક્ટ ન હોવા છતાંય તમને સાથ આપવા તૈયાર હોય. તમને આશ્ચર થશે કે કે એ વ્યક્તિ પણ તમને ખુશ રાખી શકે છે.

મીન

મીન

તમારા પ્રેમની શોધ માટે તમારે સોશિયલ સર્કલની બહાર જવાની જરૂર નથી. 2019માં એ લોકો પર નજર નાખો જે ઓલરેડી તમારી જિંદગીમાં છે. શક્ય છે કે તમારો સાચો પ્રેમ અત્યારે તમારી તરફ જો જઈ રહ્યો હોય.

English summary
know from zodiac sign who is your best parner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X