India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું- આ સમય પણ વીતી જશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શ્રી કૃષ્ણ ભારીય સંસ્કૃતિના એવા આધાર છે, જેમણે બે અતિવાદી બિંદુઓને સાથે લવવા, જીવવા અને સમભાવથી સ્વિકાર કરવાનો દ્રષ્ટિકોણ આપવામાં આવી રહ્યો છે. ભારતીય દર્શનના પ્રણેતાઓમાથી એક શ્રી કૃષ્ણએ સામાન્ય જીવન માટે જરૂરી એવા સિદ્ધાંતોને એટલી સહજતાથી સાકાર કર્યા છે, જેની ગૂઢતાનું રહસ્ય સમજવું સૌકોઈના વશની વાત નથી. સંભવતઃ આ કારણે જ શ્રી કૃષ્ણએ સ્વયં વ્યક્તિના રૂપમાં અવતાર લઈ સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવ્યું, જેથી જીવનના ગૂઢ રહસ્યોને સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી સમજી શકે.

આજે સુખ અને દુખના સંબંધમાં તેમની એટલી જ એવી વિવેચનાનો આનંદ લે છે

આજે સુખ અને દુખના સંબંધમાં તેમની એટલી જ એવી વિવેચનાનો આનંદ લે છે

શ્રી કૃષ્ણ અને અર્જુનની મિત્રતાથી સૌકોઈ પરિચિત છે. જો કે આ મિત્રતા બરાબરીની નહોતી. અર્જુન સદૈવ શ્રી કૃષ્ણને પોતાના સ્વામી, ભગવાન અને પથ પ્રદર્શક માનતા હતા અને જીવના દરેક અવસર પર તેમનું માર્ગદર્શન લેવાનું નહોતા ભૂલતા. એક તરફથી તેમણે પોતાના જીવનની ડોર શ્રી કૃષ્ણને સોંપી દીધી હતી. મહાભારત યુદ્ધ બાદ એક દિવસ બંને બેસીને જીવન દર્શ પર વાતચીત કરી રહ્યા હતા. આ સમયે અર્જુને કહ્યું કે વાસુદેવ! સંસારમાં સૌકોઈ સુખની કામના કરે છે અને જીવન પર્યંત તેની પ્રાપ્તિ માટે પ્રયાસ પણ કરે છે. છતાં જીવનમાં દુખ કેમ પ્રવેશ કરે છે? દુખ રૂપી ભાવનાના નિર્માણનો અર્થ જ શું છે? આની સૃષ્ટિ કેમ કરવામાં આવી? જો દુખ જ ના હોત તો જીવન કેટલું સરળ હોત. સુખ અને દુખ બંને વિરોધી ભાવ છે અને તેની અવરજનવરે સામાન્ય જીવનને દુખી કરી રાખ્યું છે.

સુખ અને દુખ એક બીજાના વિરોધી નથી

સુખ અને દુખ એક બીજાના વિરોધી નથી

અર્જુનની વાત સાંભળી શ્રી કૃષ્ણએ કહ્યું- હે પાર્થ! સૌથી પહેલી અને આવશ્યક વાત એ જાણી લો કે સુખ અને દુખ એકબીજાના વિરોધ નથી, બલકે પૂરક છે. વાસ્તવમાં આ એક જ સિક્કાના બે પાસાં છે. જો દુખ ના હોય, તો સુખની અનુભૂતિ પણ ના થઈ શકે. જ્યારે દુખ આવે છે, તે બાદ જ સુખની પ્રાપ્તિની ઈચ્છા થાય છે, નહિતો વ્યક્તિ સુખની કિંમત ના જાણી શકત. આ વાત સાંભળી અર્જુને કહ્યું- હે કૃષ્ણ! ત્યારે એવું વાક્ય કહો જેને દુખમાં વાંચીએ તો મનને શઆંતિ મળે અને સુખમાં વાંચિએ તો મન નયંત્રિત થઈ જાય, અર્થાત કે એવી વાત જે દુખ અને સુખમાં સમાન રૂપે પ્રભાવી હોય.

કૃષ્ણએ હસતા મુખે કહ્યું- આ સમય પણ વીતી જશે

કૃષ્ણએ હસતા મુખે કહ્યું- આ સમય પણ વીતી જશે

શ્રી કૃષ્ણએ હસતા મુખે કહ્યું- આ સમય પણ વીતી જશે. હે અ્જુન! સમયનું પૈડું ક્યારેય એક જગ્યાએ ઉભું ના રહે. દુખ આવ્યું, તો એક દિવસ જતું પણ રહેશે અને સુખ આવશે, તો તે પણ એક દિવસ જશે અને એ પણ નક્કી છે કે બંને વારંવાર આવ્યા કરશે કેમ કે એજ તો જીવન છે. અ્જુને તરત જ શ્રી કૃષ્ણના ચરણ વંદના કર્યા અને કહ્યું- સત્ય છે પ્રભુ! હવે કોઈ સંશય નથી.

સમય સૌથી બળવાન

સમય સૌથી બળવાન

એજ સત્ય છે મિત્રો! સમય સૌથી બળવાન છે. એ પોતાની ગતિથી આવે છે અને જાય છે. તેના દરેક પગલાં સાથે ક્યારેક સુખ તો ક્યારેક દુખ પણ જીવનમાં આવે છે. આ બંનેના આવવાથી વ્યક્તિએ ગભરાવવું ના જોઈએ કેમ કે સમય ક્યારેય અટકી નથી જતો. જ્યારે પણ નિરાશ થાવ ત્યારે મનને સમજાવો કે આ સમય પણ વીતી જશે.

પશ્ચિમ દિશામાં ભૂલથી પણ આ કામ ન કરતા, આ દિશા છે શનિદેવનીપશ્ચિમ દિશામાં ભૂલથી પણ આ કામ ન કરતા, આ દિશા છે શનિદેવની

English summary
time is powerul than everything says lord krishta to arjun
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X