For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થઈ ગયું છે દેવું, તો રાશિ અનુસાર અપનાવો આ ઉપાય

કેટલીકવાર આપણે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે આપણે દેવું કરવા મજબૂર થઈ જઈએ છીએ. અને દેવું ભરપાઈ કરતા કરતા આખી ઉંમર નીકળી જાય છે.

|
Google Oneindia Gujarati News

કેટલીકવાર આપણે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે આપણે દેવું કરવા મજબૂર થઈ જઈએ છીએ. અને દેવું ભરપાઈ કરતા કરતા આખી ઉંમર નીકળી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કેટલાક ઉપાય કરીએ તો માથા પરથી દેવાનો ભાર ઉતરી શકે છે.

આ પણ વાંચો: રહસ્યમય પર્સનાલિટીના હોય છે આ રાશિના લોકો

મેષ

મેષ

નાહવાના પાણીમાં મધ નાખીને સ્નાન કરો. ફોઈના આશીર્વાદ લો. રોજ લીલા રંગની ગણેશજીની મૂર્તિની કરો પૂજા. સાથે જ ગણેશજીને રોજેરોજ 11 દૂર્વા અર્પણ કરો.

વૃષભ

વૃષભ

જો આ રાશિના જાતકો વિવાહિત હોય તો સ્નાન કરવાના પાણીમાં દૂધ અને ગંગાજળ નાખીને સ્નાન કરો. અને ધ્યાન રાખો કે પત્ની તમારાથી નારાજ ન થાય. મા લક્ષ્મીને ગુલાબી ફૂલ અર્પણ કરો. આ ઉપરાંત શુક્રવારે કુંવારી કન્યાઓને મિસરી વહેંચો.

મિથુન

મિથુન

પાણીમાં થોડું ગુલાબ જળ મિક્સ કરી સ્નાન કરો. ગોળનું દાન કરો. મંગળવારે વ્રત રાખો. સાથે જ હનુમાનજીની મૂર્તિના ચરણ ગંગાજળથી સાફ કરો.

કર્ક

કર્ક

પાણીમાં પીળા સરસવ મિક્સ કરીને સ્નાન કરો. ચણાની દાળનું દાન કરો. ગુરુવારે કેળાનું દાન આપો. ગુરુવારે તામસી ભોજન કરવાથી બચો

સિંહ

સિંહ

સ્નાન કરવાના પાણીમાં કાળા તલ નાખો. અડદની દાળનું દાન કરો. શનિવારે પીપળા નીચે સરસિયાનો દીવો કરો. અને લોખંડનું કડું પહેરો.

કન્યા

કન્યા

પાણીમાં વરિયાળી ઉમેરીને પછી સ્નાન કરો. દાળનું દાન કરો. ભગવાન શિવને તલવાળુ પાણી ચડાવો. શનિવારે 11 લોકોને ગળી વસ્તુંનું દાન કરો.

તુલા

તુલા

પાણીમાં પીળા ફૂલ મિક્સ કરીને સ્નાન કરો. પીળા ચોખાનું દાન કરો. ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનો 11 વખત પાઠ કરો. આ પાઠ કરતી વખતે પીળા વસ્ત્રો જ ધારણ કરો.

વૃશ્વિક

વૃશ્વિક

પાણીમાં હિંગ મિક્સ કરીને સ્નાન કરો. મસૂરની દાળનું દાન કરો. મંગળવારે ઉપવાસ કરો. હનુમાનજીની પૂજા કરો. 11 તુલસીપાન ચડાવો. બુધવારે ગાયને ઘાસ ખવડાવો.

ધન

ધન

પાણીમાં દહીં ઉમેરીને સ્નાન કરો. આખા ચોખાનું દાન કરો. રોજ સવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરો. શુક્રવારે કન્યાઓને સફેદ મીઠાઈ વહેંચો.

મકર

મકર

લીલી ઈલાઈચી ઉમેરીને સ્નાન કરો. આખા મગની દાળનું ગરીબોને દાન કરો. રોજ પૂજામાં ભગવાન ગણેશની આરતી કરો. સાથે જ ગણેશજીને મોદકનો પ્રસાદ ચડાવો. બુધવારે ભગવાન ગણેશને ઈલાયચી અર્પણ કરો.

મીન

મીન

પાણીમાં કેસર ઉમેરીને સ્નાન કરો. ઘઉંનું દાન કરવાથી ઝડપતી ફાયદો થશે. રોજ સવારે સૂર્યને જળ ચડાવો. સૂર્યના મંત્રનો જાપ કરો. રવિવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવો.

English summary
Tips to overcome debts according to zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X