• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rashifal in Gujarati (21 June 2021) | આજનું રાશિફળ: 21 જૂન, 2021નું રાશિફળ

By desk
|

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

મેષ

લાંબા સમયથી અટકેલાં જૂનાં કાર્યોને ગતિ આપવાનો પ્રયત્ન કરો, સફળ થશો. નવા કાર્ય વ્યસાય પણ પ્રારંભ કરવાની યોજના બનશે.

વૃષભ

વૃષભ

સંતાન પક્ષના કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થશે. પ્રેમ સંબંધો અને દાંપત્ય સુખ માટે સમય સારો રહેશે. ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા મળશે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકોનો મોટાભાગનો સમય પારિવારિક અને સામાજિક મેળાવળાઓમાં વીતી જશે. ઘર-પરિવારમાં માંગલિક પ્રસંગ આવશે. નવા બિઝનેસ પ્રારંભ કરવા માટે સમય શ્રેષ્ઠ છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોએ પોતાના કામ અને પરિવાર વચ્ચે તાલમેલ બેસાડીને ચાલવું પડશે. તમારા સ્વાસ્થ્યને લઈ સજાગ રહો. જો શરીરમાં કંઈ ગડબડ મહેસૂસ કરો તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

સિંહ

સિંહ

અવિવાહિતોને વિવાહનો પ્રસ્તાવ આવશે. તમારી જવાબદારીઓને સરખી રીતે નિભાવવી પડશે. વેપારીઓએ પોતાના કામ પર ફોકસ કરવું.

કન્યા

કન્યા

વિદ્યાર્થીઓ માટે સમય વધુ મહેનત કરવાનો રહેશે. આ રાશિના નોકરિયાત લોકોને પ્રગતિ કરવાના કેટલાય અવસર મળશે, બસ તમારે યોગ્ય અવસર ઓળખવાનો છે.

તુલા

તુલા

ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો, તમને નુકસાન પહોંચાડી શકે છે. જૂના રોકાણથી લાભ થશે. કોઈને પૈસા ઉધાર આપવાથી બચો. ભાઈ-બહેનોની જરૂરતો પર પણ તમારે ખર્ચ કરવો પડશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

કાર્યમાં બદલાવની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. પારિવારિક સભ્યોના કારણે મોટી પરેશાનીથી બચી જશો.

ધન

ધન

ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થનાર છે. પારિવારિક જીવનમાં જો કોઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો નિપટારો થશે. નોકરીમાં પ્રમોશનના ચાંસ બની રહ્યા છે.

મકર

મકર

યોગને નિયમિત દિનચર્યાનો ભાગ બનાવો. નોકરીયાત લોકો માટે કાર્યમાં બદલાવ આવવાની સંભાવના બની રહી છે. તમારી પસંદનું કામ ચૂંટી શકશો.

કુંભ

કુંભ

આર્થિક, શારીરિક, માનસિક અને પારિવારિક સ્થિતિ માટે અઠવાડિયું શ્રેષ્ઠ રહેશે. આ તમામ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે.

મીન

મીન

સામાજિક જીવનમાં પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નોકરીયાત લોકોની પ્રગતિ થશે. નવા કાર્ય વ્યવસાયની શરૂઆત માટે સમય ઠીક છે. રોકાણના શ્રેષ્ઠ મોકા મળશે.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X