Basant Panchami 2021: વસંત પંચમી 16મી ફેબ્રુઆરીએ, જાણો પૂજાનુ શુભ મુહૂર્ત
Saraswati Puja on Vasant or Basant Panchami 2021: Time, Date and Puja Vidhi: મહા સુદ પાંચમે વસંત પંચમી મનાવવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 16 ફેબ્રુઆરી 2021, મંગળવારે આવી રહી છે. તે લગ્નનુ વણજોયુ મુહૂર્ત હોય છે પરંતુ આ વખતે શુ્ક્રનો અસ્ત હોવાના કારણે લગ્નના આયોજન નહિ થાય. જો કે અનેક લોકો આ બાબતને નકારીને લગ્ન કરશે પરંતુ આ શાસ્ત્રમાં આની સંમતિ નથી. વસંત પંચમી જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજાનો દિવસ પણ છે. આને શ્રી પંચમી, ખટવાંગ જયંતિ અને વાગીશ્વરી જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે મા સરસ્વતીનુ પૂજન કરવાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે. આ દિવસે સ્કૂલો અને કૉલેજોમાં પણ સરસ્વતી પૂજા કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે સ્કૂલો-કૉલેજો બંધ હોવાતી આ આયોજન આ સંસ્થાઓમાં નહિ થઈ શકે. અમૃતસિદ્ધિ યોગ અને રવિયોગ રાત્રિ વસંત પંચમી 16 ફેબ્રુઆરીએ પંચમી તિથિ 15 ફેબ્રુઆરીની રાતે 3.36 વાગ્યાથી શરૂ થઈે 16 ફેબ્રુઆરીએ સવારે 5.45 વાગ્યા સુધી રહેશે. આ દિવસે અમૃતસિદ્ધિ યોગ અને રવિયોગ રાતે 8.56 થી શરૂ થશે માટે 16 ફેબ્રુઆરીએ રાતે 8.56થી સવારે 6.01 વાગ્યા સુધીનો સમય સરસ્વતી સાધના માટે શ્રેષ્ઠ સમય છે.
કેવી રીતે કરશો સરસ્વતી પૂજા
માતા સરસ્વતની પૂજા જ્ઞાનની પ્રાપ્તિ માટે ઓળખાય છે. આ દિવસો બાળકોને વિદ્યારંભ કરાવવામાં આવે છે.
- પ્રાતઃકાળ સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સાફ-સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા સ્થાનમાં બેસવુ.
- એક બાજટ પર શ્વેત વસ્ત્ર પાથરીને દેવી સરસ્વતીનુ ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવી.
- દેવીને સફેદ અને વાદળી પુષ્પ અર્પિત કરવા.
- ખીરનુ નૈવેધ ધરાવવુ.
વસંત પંચમીના દિવસે આ પણ કરવુ
- નવજાત બાળકોની જીભ પર ચાંદીની સલાઈથી મધથી ॐનો મંત્ર લખવાથી બાળકની વાણીમાં શુદ્ધતા આવે છે. બૌદ્ધિક વિકાસ થાય છે.
- ત્રણ વર્ષથી નાની ઉંમરના બાળકોના હાથથી કાગળ પર લાલ રંગની સહીથી ॐ મંત્ર લખવામાં આવે છે.
- જે બાળકો બોલવામાં હકલાતા હોય, ભીડની વચ્ચે બોલવામાં ડરતા હોય તેમની જીભ પર સરસ્વતી બીજ મંત્ર લખવાથી વાણી સાથે જોડાયેલ બધા દોષ દૂર થાય છે.
- આ દિવસે ગરીબ બાળકોને નોટ, પેન, સ્કૂલ બેગ સહિત શિક્ષણ સામગ્રી ભેટમાં આપવી જોઈએ.
- જે બાળકોનુ મન અભ્યાસમાં ન લાગતુ હોય તેમના માટે માતાપિતા બીજ મંત્રની 51 માળા જાપ કરે અને આ દરમિયાન પોતાની સામે એક ચાંદીની કટોરીમાં શુદ્ધ જળ ભરીને રાખે. મંત્ર માળા પૂરી થયા બાદ આ જળ રોજ બાળકોને પીવડાવો.
Friday Mantra: આ મંત્રોથી મા લક્ષ્મીને કરો પ્રસન્ન, ધનની કમી દૂર થશે