વસંત પંચમીને દિવસે શા માટે થાય છે માં સરસ્વતીની વંદના?

Written By:
Subscribe to Oneindia News

માગશર મહિનાના શુક્લ પક્ષની પંચમીએ વસંત પંચમી મનાવવામાં આવે છે. વસંતનો શાબ્દિક અર્થ છે માદકતા. વસંતઋતુ બધી જ ઋતુઓનો રાજા મનાય છે. આ સમયે ધરતી ખૂબ ફૂલે ફાલે છે. વૃક્ષોમાં નવી કૂંપળો ફૂટે છે. ફૂલોના ઝાડ પર નવી કળીઓ ખીલે છે. વસંત પંચમી પાંચ દિવસ સુધી ઉજવાય છે. દરેક બાજુ હરિયાળીને કારણે વાતાવરણ ખુશનુમા રહે છે, પુષ્પો ખીલી ઉઠે છે. આ દિવસે માતા સરસ્વતીની અને કામદેવ અને રતિની પૂજા કરવામાં આવે છે.

maa saraswati

વસંતપંચમી પર માતા સરસ્વતીની પૂજા

માગશર શુક્લ પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જેનાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો થાય છે. આ દિવસે સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરી માતા સરસ્વતીની વંદના કરે છે. એવી માન્યતા છે કે, આ દિવસે સરસ્વતી માતાનો જન્મ થયો હતો.

મા સરસ્વતી બુદ્ધિ, જ્ઞાન, શક્તિ, કળા અને સંગીતની દેવી

માન્યતા છે કે, બ્રહ્માજીએ જ્યારે માનવ જાતની રચના કરી ત્યાર બાદ તેમને પોતાની રચનાઓમાં કંઈક ખામી જણાઇ. તે સમયે વિષ્ણુએ તેમને સલાહ આપી કે, તમે તમારા કમંડળમાંથી જળનો છંટકાવ કરો અને બ્રહ્માજીએ તેમ જ કર્યું. આ જળકણોથી એક બુદ્ધિ શક્તિ પ્રકટ થઈ. આ શક્તિનું રૂપ મોહક અને સુંદર હતું. તેના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું. બ્રહ્માએ આ દેવીને વીણા વગાડવાનું કહ્યુ. દેવીએ વીણા વગાડવાનું શરૂ કર્યું કે, આખા સંસારમાં એ ધ્વનિ ફેલાઈ ગઈ અને સંસારના બધા જ જીવોને વાણી પ્રાપ્ત થઈ. તે સમયથી બ્રહ્માએ આ દેવીને વાણીની દેવી 'સરસ્વતી' નામ આપ્યુ. માં સરસ્વતી બુદ્ધિ, જ્ઞાન, શક્તિ, કળા અને સંગીતની દેવી છે. તેમની વંદના વિના કોઈ વ્યકિત પ્રગતિના પંથે આગળ વધી શકતો નથી.

પૂજા શુભ મુહૂર્ત

  • 1 ફેબ્રુઆરી 2017ના રોજ વસંત પંચમી મનાવવામાં આવશે. 
  • પૂજાનો સમય સવારે 7 વાગ્યાને 5 મિનિટથી 11 વાગ્યાને 56 મિનિટ સુધી

વસંતપંચમીની પૂજા વિધિ

સવારે વહેલા ઉઠી નિયમિત ક્રિયાઓ અને સ્નાન પતાવી પીળા વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ માતા સરસ્વતીની છબીની સ્થાપના કરો. કળશની સ્થાપના કરી ગણપતિ અને નવગ્રહોની વિધિવત પૂજા કરો. ત્યારબાદ માતા સરસ્વતીને ફૂલ-ફળ ચઢાવો. સરસ્વતી કવચનો પાઠ કરો. પૂજા સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરો- श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा
આ દિવસે સરસ્વતીની પૂજા કરી વિદ્યા અને બુદ્ધિનું વરદાન માંગવામાં આવે છે.

English summary
Vasant Panchami 2017 falls on 1st February. On this day, Goddess Saraswati is worshiped. It is also known as Shree Panchami.
Please Wait while comments are loading...