
વાસ્તુ ટિપ્સઃ સારા કરિયર માટે અમલ કરો આ 10 સહેલા ઉપાય પર
વાસ્તુ ટિપ્સમાં આજે વાત કરીએ કરિયર વિશે. કરિયરમાં સ્થિરતા મેળવવા કેટલીક ટિપ્સ અને સાવચેતી જરૂરી છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિને લાગતું હોય છે કે તે જે નોકરી કરી રહ્યા છે, કે તે જે ફિલ્ડમાં છે તેમાં સફળ નથી. કોઈને ઓફિસમાં બોસથી પ્રોબ્લેમ હોય, તો કોઈને કલીગ્સથી. ક્યારેક ટાર્ગેટ અચિવ ન થાય તો ક્યારે ક્લાયન્ટની બૂમાબૂમ. દરેક વ્યક્તિને કરિયરમાં આ પ્રકારની મુશ્કેલી રહેતી જ હોય છે. જો કે આ તમામ મુશ્કેલીઓ દૂર કરવા વાસ્તુમાં કેટલીક ટિપ્સ અપાઈ છે. વાસ્તુ વાઈબ્સ પ્રમાણે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશાનો કરિયર પર મોટો પ્રભાવ હોય છે.
જો ઘર કે ઓફિસમાં આ દિશા કે આ ખૂણા અસંતુલિત હશે, તો ત્યાં રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીકવાર એવું પણ થાય છે કે કોઈ વ્યક્તિ સફળતા તરફ આગળ વધી રહી હોય, પરંતુ તેના જીવનમાં કે કરિયરમાં જરૂરી સફળતા ન મળતી હોય. આવી સ્થિતિમાં સમજ નથી પડતી કે જીવનમાં એવું શું થઈ રહ્યું છે, જે સફળતા અટકાવી રહ્યું છે. અહીં વાસ્તુ ટિપ્સ મદદમાં આવે છે.
- ઉત્તર, પૂર્વ દિશામાં અસંતુલન હશે ત્યારે ત્યારે વ્યક્તિના કરિયરમાં મુશ્કેલી આવતી રહે છે. ઘરના આ ખૂણાને બરાબર સ્વચ્છ રાખો.
- ઘરની દક્ષિણ દિશામાં પાણી કે બરફ દર્શાવતા કુદરતી દ્રશ્યોના વોલપેપર ન લગાવો. આમ કરવાથી કામમાં અડચણ આવી શકે છે.
- પોતાની ઓફિસમાં આખુ મીઠું રાખો. જેનાથી નકારાત્મક ઉર્જા ન આવે. ટોયલેટનો દરવાજો હંમેશા બંધ રાખો.
- તમારા બોસ સાથે સારા રિલેશન રહે તે માટે જ્યાં બેસો છો ત્યાં સાફ જગ્યા પર ગ્રીન અવેંચરિન મૂકી રાખો.
- જો તમે કોઈ સારી નોકરીની શોધમાં છો, તો ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સકારાત્મક, પ્રેરણાત્મક ક્વોટ્સ લગાવો અને ઘરના આ ખૂણાને હંમેશા ચોખ્ખો ચણાક રાખો.
- ઘરમાં જો કોઈ ખૂણામાં પૂજા ઘર હશે તો સ્થાયી કરિયર માટે તે સારી નિશાની છે.
- તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો, ત્યાં લાંબા સમય માટે કામ કરવા ઈચ્છતા હોય, તો જરૂરી છે કે આસપાસ બેસતા લોકો સાથે સારા સબંધ હોય. આ માટે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ફિનીક્ષ પક્ષીનો ફોટો લગાવો.
- ઓફિસમાં વપરાતા પડદા અને દીવાલ પરના રંગનો કલર આછો રાખો. ઘાટા રંગનો ઓફિસમાં કામ કરતા દરેક લોકો પર પ્રભાવ પડે છે. એકાગ્રતા ઘટે છે.
- બોસનું ટેબલ હંમેશા સાઉથ વેસ્ટ તરફ હોવું જોઈએ. ટેબલ પર વધુ સામાન ન હોવો જોઈએ. જે કાગળનો ઉપયોગ થઈ ચૂક્યો હોય, તેને ફેંકી દો.
- ટેબલ પર ક્રિસ્ટલ રાખવું સારી વાત છે. સાથે સાથે ધ્યાન રાખો કે ટેબલ હંમેશા ચોરસ હોવું જોઈએ. ગોળ ટેબલ યોગ્ય નથી.
- ઓફિસમાં દીવાલ પર પ્રેરણાત્મક ક્વોટ્સ સારુ પરિણામ આપી શકે છે. ઓફિસમાં જે પ્રકારનું કામ થતું હોય તેને અનુરુપ ક્વોસ્ટ રાખો.
- ઓફિસમાંથી આખા વ્યવસાયનું સંચાલન થાય છે, એટલે સમજી વિચારીને જગ્યાની પસંદગી કરો. ઓફિસનું ઈન્ટિરિયર પણ બરાબર વિચારીને ડિઝાઈન કરાવો. ઉત્તર પૂર્વનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. અને ઓફિસમાં સ્વચ્છતા જાળવો.
- ઉત્તરથી પૂર્વ તરફનો વિસ્તાર મુલાકાતીઓ માટે સારો છે. બોસના ચહેરાની દિશા પૂર્વ કે ઉત્તર તરફ હોય તો ફાયદો થશે. અહીં ડાબી તરફ લેપટોપ હોવું જોઈએ. ઓફિસના એન્ટ્રન્સનો દરવાજો અંદરની તરફ ખુલવો જોઈએ અને અહીં લાઈટ વધુ પડતી ન હોવી જોઈએ