For Daily Alerts

Vastu Tips: ઘરમાં ભગવાનની મૂર્તિને કઈ દિશામાં રાખશો? પૂજા સ્થાન માટે આ વાતોનુ રાખો ધ્યાન
ઘરમાં પૂજાનુ સ્થાન સૌથી પવિત્ર જગ્યા હોય છે અને તેનુ મહત્વ ખૂબ જ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી તે દર્શાવવામાં આવ્યુ છે. ઘરમાં મંદિરને રાખવામાં ભૂલ કરવાથી મોટુ નુકશાન ભોગવવુ પડી શકે છે. ઘરમાં ભગવાનની મૂર્તિ કઈ દિશામાં રાખવી તે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યુ છે.
ઘરમાં દરેક પ્રકારની સુખ-શાંતિ માટે શિવ પરિવારની મૂર્તિ લગાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરમાં જો શિવલિંગની સ્થાપના કરવા માંગતા હોય તો એકલુ શિવલિંગ જ નહિ પરંતુ આખા શિવ પરિવારની મૂર્તિ રાખવી જોઈએ. ભગવાનની યુદ્ધની મુદ્રામાં હોય કે રૌદ્ર સ્વરૂપમાં હોય એવી મૂર્તિ કે ફોટો ઘરમાં ક્યાંય ન લગાવવો જોઈએ. અમે તમને આજે જણાવીશું કે ઘરમાં મંદિર બનાવતી વખતે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
- ઘરમાં પૂજા સ્થળ પર ક્યારેય ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ.
- ઘરમાં મંદિરનુ સ્થાન હંમેશા ઉત્તર-પૂર્વમાં હોવુ જોઈએ.
- ઘરની ઉત્તર-પૂર્વ દિશમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિઓ રાખવાથી વાસ્તુ દોષ થાય છે.
- બેડરૂમમાં ભગવાનની મૂર્તિ ન રાખવી જોઈએ. રાધા-કૃષ્ણનો ઝૂલતો ફોટો બેડરૂમમાં લગાવી શકાય છે.
- પૂજા ઘરને ઘરની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ક્યારેય પણ ન બનાવવુ જોઈએ.
- ઘરમાં પૂજાનુ સ્થાન શૌચાલય પાસે કે રસોડામાં ન હોવુ જોઈએ.
- સીડીઓની નીચે ક્યારેય મંદિર ન બનાવવુ જોઈએ.
- ઘરમાં બેઠેલા ગણેશજી અને કાર્યસ્થળે ઉભા ગણપતિનુ ચિત્ર લગાવવુ જોઈએ.
- ગણપતિની પ્રતિમાનુ મુખ દક્ષિણ દિશા કે નૈઋત્ય ખૂણામાં ન હોવુ જોઈએ. આનાથી વિપરીત પ્રભાવ થાય છે.
Comments
English summary
Vastu Tips for the direction of the idol of God in the house
Story first published: Monday, September 6, 2021, 15:37 [IST]