શું તમે ઈચ્છો છો કે તમારુ પોતાનું ઘર અને મિલકત હોય તો અજમાવો આ ઉપાયો...

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દરેક વ્યકિત ઈચ્છતી હોય છે કે તેનું પોતાનું મકાન હોય અને તે પોતાના પરિવાર સાથે તેમાં સુખેથી રહી શકે પણ કેટલાક લોકોનું આખુ જીવન ભાડાના મકાનમાં વિતી જતુ હોય છે. જીવનભર મહેનત કર્યા બાદ પણ તેમનું પોતાના મકાનમાં રહેવાનું સપનુ પૂરું થતુ નથી. આખરે શું કારણ છે કે વ્યકિત પોતાના મકાનમાં જઈ શકતો નથી. આ પ્રશ્નનો જવાબ તે  વ્યકિતની જન્મકુંડળીમાં છૂપાયેલો છે.

જન્મકુંડળી

જન્મકુંડળી

જ્યોતિષ અનુસાર જન્મકુંડળીમાં ચતુર્થ ભાવ સુખ સ્થાન કહેવાય છે. આ ભાવ દ્વારા જમીન, મકાન, સંપતિની જાણકારી હાંસલ કરી શકાય છે. ચતુર્થ ભાવની રાશિ, તેનો કારક ગ્રહ, તેના પર અન્ય ગ્રહોની દ્રષ્ટિ વગેરેનો ઘણો પ્રભાવ પડે છે.

પોતાના મકાન પાછળ જવાબદાર ગ્રહ દશા

પોતાના મકાન પાછળ જવાબદાર ગ્રહ દશા

ચતુર્થ ભાવનો કારક ગ્રહ હોય છે મંગળ. જો જન્મકુંડળીમાં મંગળ શુભ છે, બળવાન છે તો વ્યકિતની પાસે અનેક મકાન હોય છે. તેની વિપરિત જો કુંડળીમાં મંગળ કે શનિ ગ્રહ દોષ હોય અને કોઈ દોષનું નિર્માણ થઈ રહ્યુ હોય તો વ્યક્તિને પોતાનું મકાન બનાવવામાં મુશ્કેલી આવે છે. જ્યોતિષ અનુસાર વ્યકિતનું પોતાનું મકાન ત્યારે બને છે કે જ્યારે તેમને શનિ-મંગળની દશા કે અંતર્દશા ચાલી રહી હોય અને શનિ-મંગળનું પરસ્પર ચતુર્થ ભાવમાં કોઈ સંબંધ બની રહ્યો હોય. આ સ્થિતિમાં વ્યકિતને પ્રોપર્ટી ડિલિંગના વેપારમાં જબરજસ્ત સફળતા મળે છે.

ઉપાયો

ઉપાયો

પોતાનું મકાન બનાવવામાં અડચણો આવી રહી છે. તમારુ કામ ટળી રહ્યુ છે તો મંગળને પ્રસન્ન કરવાનો ઉપાય કરવો જોઈએ. આવો જાણો મંગળ ગ્રહ સાથે જોડાયેલા ઉપાયો જેથી તમે તમારા મકાનનું સપનું પૂરું કરી શકો.

આટલું કરો

આટલું કરો

-જ્યોતિષમાં મંગળને જમીન અને શનિને નિર્માણ કાર્યોનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોની અનુકૂળતા મેળવવા માટે નિયમિત હનુમાન આરાધના કરવી જોઈએ.

-તમારુ પોતાનું મકાન નથી બની રહ્યુ તો મંગળવારથી શરૂ કરી 21 દિવસ સુધી ગાયને ગોળ ખવડાવો. તેનીથી મંગળની અનુકૂળતા પ્રાપ્ત થાય છે.

-નિયમિત સવારે સ્નાન પતાવી ગણેશજીને લાલ રંગનું ફૂલ તથા દુર્વા અર્પિત કરો. તેનાથી મકાનના નિર્માણમાં આવનારી અડચણો જલ્દી જ દૂર થાય છે.

ઘર માટે અસરદાર ઉપાય

ઘર માટે અસરદાર ઉપાય

-દરેક મંગળવારના દિવસે ભગવાન શિવને કેસર અને મધ મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેનાથી મંગળ દેવ ખુશ થશે.

-લીમડાની લાકડીથી નાનું સુંદર ઘર બનાવી કોઈ મંદિરમાં રાખો. તેનાથી તમારુ પોતાનું મકાન બનવાના રસ્તા ખુલે છે.

પ્રત્યેક મંગળવાર અને શનિવારે ચમેલીનાં તેલમાં સિંદૂર ઘોળી હનુમાનજીને ચોલો ચઢાવો અને તેમને ગોળ અને ચણાનું નિવેધ અર્પિત કરો.

-કોઈ નિર્જન સ્થાન, જંગલમાં ઝાડ નીચેથી પત્થર એકઠા કરી તેનાથી એક મકાન બનાવો અને વન દેવને પોતાનું મકાન બનાવવા માટે પ્રાર્થના કરો. આ ઉપાયથી જલ્દી જ તમારુ મકાન મેળવી શકશો.

English summary
Vedic astrology can help us know whether buying property is possible on the basis of reflections in ones Horoscope.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.