For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્ર અને સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો તમારા પર શું અસર પડશે

શુક્ર અને સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો તમારા પર શું અસર પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આકાશમંડળમાં આવેલ નવગ્રહ પરિષદના ગ્રહોમાંથી બે પ્રમુખ સૂર્ય અને શુક્ર પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. 16-17નવેમ્બરે મધ્યરાત્રીઓ 1 વાગીને 2 મિનિટ પર શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે શુક્ર પોતાની રાશિમાં જ છે. જેમાં શુક્ર 25 દિવસ સુધી એટલે કે 11 ડિસેમ્બરે સાંજે 5.17 વાગ્યા સુધી રહેશે. આની સાથે જ 16 નવેમ્બરે સાંજે 6.53 વાગ્યે નવગ્રહોના રાજા સૂર્યએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી લીધો છે.

શુક્ર અને સૂર્યનું રાશિ પરિવર્તન

શુક્ર અને સૂર્યનું રાશિ પરિવર્તન

આ બંને પ્રમુખ ગ્રહો રાશિ બદલવાથી પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણિઓ, મનુષ્યો પર વ્યાપક અસર પડનાર છે. સૂર્ય જ્યાં પિતા, માન-સન્માન, પદ- પ્રતિષ્ઠાન, સરકારી સેવા ક્ષેત્ર, નેત્ર રોગ વગેરેનો કારક ગ્રહ છે, ત્યારે શુક્ર ભોગ- વિલાસ, સંસારિક સુખ, દાંપત્ય જીવન, પ્રેમ સંબંધ, યૌન સંબંધ, લગ્ઝરી લાઈફ વગેરેનો કારક ગ્રહ છે.

શુક્ર રાશિ પરિવર્તનની અસર

શુક્ર રાશિ પરિવર્તનની અસર

શુક્ર પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરી રહ્યો છે. જેથી આ પોતાની જ રાશિ વૃષભ અને તુલા પર પ્રસન્ન રહેશે. આ બે રાશિઓ માટે 25 દિવસ આર્થિક દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. પોતાના મિત્ર ગ્રહો બુધ અને શનિની રાશિ મિથુન- કન્યા અને કુંભ- મકરને પણ લાભ પહોંચાડશે. આ રાશિના જાતકોની ભૌતિક સુખ- સુવિધાઓમાં વધારો થશે. શુક્રના શત્રુ ગ્રહ સૂર્ય અને ચંદ્ર છે. જેની સાથે જોડાયેલી રાશિ સિંહ અને કર્ક છે. બંને રાશિના જાતકોને થોડો આર્થિક કષ્ટ થઈ શકે છે, પરંતુ વધુ પરેશાની નહિ થાય. પોતાના સમગ્રહ મંગળ અને ગુરુ સાથે જોડાયેલ રાશિ મેષ- વૃશ્ચિક અને ધન- મીન રાશિના જાતકો પર શુક્રની વિશેષ કૃપા રહેશે. જેને ભોગ વિલાસના સાધન મળશે. પ્રેમ સંબંધમાં મજબૂત આવશે.

ઉપાયઃ દરરોજ કાચા દુધમાં ખાંડ નાખી ભગવાન શિવનો અભિષેક કરો. 25 દિવસમાં આવતા તમામ શુક્રવારે દુધ- ચોખાની ખીર બનાવી સાત કન્યાને ખવડાવો.

સૂર્યની રાશિ પરિવર્તનની અસર

સૂર્યની રાશિ પરિવર્તનની અસર

31 દિવસ સુધી સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. આ મંગળની રાશિ છે. પોતાના મિત્રના ઘરે પહોંચી સૂર્ય પણ તમામ રાશિના જાતકો પર પોતાનો શુભ પ્રભાવ દેખાડશે. સૂર્યના ગોચર દરમ્યાન તમામ રાશિના જાતક ખાસ કરીને સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. માન- સન્માન, પ્રતિષ્ઠામાં વધારો થશે. કર્ક, મેષ- વૃશ્ચિક, ધન- મીન, મિથુન- કન્યા રાશિના જાતક વિશેષ લાભમાં રહેશે. વૃષભ- તુલા, કુંભ- મકર રાશિના જાતકોના કામ અટકશે પરંતુ વિશેષ સમસ્યા નહિ સર્જાય.

ભક્તે ઉમિયાધામમાં ચડાવી 24 કેરેટ સોનાના પરતવાળી વિશ્વ પ્રસિદ્ધ ઘારી, જાણો કિંમતભક્તે ઉમિયાધામમાં ચડાવી 24 કેરેટ સોનાના પરતવાળી વિશ્વ પ્રસિદ્ધ ઘારી, જાણો કિંમત

ઉપાયઃ દરરોજ નવગ્રહ સ્તોત્રનો પાઠ કરો. રવિવારે સવા અગિયાર કિલો ઘઊંકોઈ ગરીબ પરિવારને દાન કરો.

શુક્રનું તુલામાં ગોચરઃ 16-17 નવેમ્બરની મધ્ય રાત્રિએ 1.02 વાગ્યાથી 11 ડિસેમ્બર સાંજે 5.17 વાગ્યા સુધી.

સૂર્યનું વૃશ્ચિકમાં ગોચરઃ 16 નવેમ્બરે સાંજે 6.53 વાગ્યાથી 15 ડિસેમ્બરની રાતે 9.32 વાગ્યા સુધી.

English summary
Venus and Sun zodiac changes, learn how it will affect you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X