Venus Transit in Scorpio: શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો શું થશે અસર?
Venus Transit in Scorpio: 11 ડિસેમ્બરે સવારે 5 વાગીને 17 મિનિટે શુક્રના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા સાથે જ અહીં ચતુગ્રહી યુતિ બની રહી છે. ત્યારબાદ 12 ડિસેમ્બરથી આ રાશિમાં ચંદ્રના પણ આવી જવાથી પંચગ્રહી યુતિ બની જશે. આ યુતિ 15 ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે. આ રીતે એક દિવસ ચતુગ્રહી અને ચાર દિવસ પંચગ્રહી યુતિ રહેશે. વૃશ્ચિક રાશિમાં સૂર્ય, બુધ, કેતુ, પહેલેથી ગોચર કરી રહ્યા છે. 11 ડિસેમ્બરે શુક્ર પર આ રાશિમાં આવી જશે. આનાથી ચતુગ્રહી યુતિ બની જશે. દ્વાદશી તિથિથી સૂર્ય, બુધ, શુક્ર અને કેતુી યુતિ શુભ નથી. આ સ્વજનોથી અરાજકતા, અલગાવ, વિવાદ, સૌમ્યતામાં કમી, બિનજરૂરી લડાઈ જેવી સ્થિતિ નિર્મિત કરશે. મોંઘવારી વધારાર, દેશમાં અસ્થિરતા, રાજાનો વિરોધ જેવી સ્થિતિઓ બને છે. 12 ડિસેમ્બરથી આ રાશિમાં ચંદ્રના આવી જવાથી ભયંકર માનસિક કષ્ટ થશે.

વૃશ્ચિક મંગળની રાશિ છે
વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે. માટે મેષ અને વૃશ્ચિક રાશિના લોકોને અત્યાધિક તણાવ, માનસિક પીડામાંથી પસાર થશે. તેમને પરિવારમાં કષ્ટ, સંકટોનો સામનો કરવો પડી શકે છે. મરજી મુજબ કામ નહિ થવાના કારણે અરાજકતાની સ્થિતિમાં આવી જશે. આ દરમિયાન પારિવારિક વિવાદ પણ મૂંઝવણ વધારશે.

કઈ રાશિ માટે પંચગ્રહી યુતી કેવી
મેષઃ અત્યંત કષ્ટદાયક, માનસિક પીડા, કોઈ પ્રિયજનથી દૂર.
વૃષભઃ સાંસારિક સુખોમાં કમી, દ્રવ્યની કમી, માનસિક પીડા.
મિથુનઃ રોગોમાં રાહત, ધનની કમી, માનસિક અસ્થિરતા.
કર્કઃ પરિવારજનોથી પીડા, શારીરિક કષ્ટ.
સિંહઃ કાર્ય વૃદ્ધિ, સુખ, ધનાગમન, નેત્ર પીડા.
કન્યાઃ બૌદ્ધિક કાર્યોમાં હાનિ, પરિવારજનો સાથે વિવાદ.
તુલાઃ ભૌતિક સુખોમાંકમી, પૈસાની હાની, પારિવારિક વિવાદ.
વૃશ્ચિકઃ ક્રોધમાં વૃદ્ધિ, માનસિક સંતાપ, શારીરિક રોગ.
ધનઃ પરિવારજનો સાથે મતભેદ, વિવાદ, આર્થિક હાનિ.
મકરઃ માનસિક પીડા, સ્વજનોથી અંતર, શારીરિક કષ્ટ.
કુંભઃ રોગમાં વૃદ્ધિ, વૈચારિક મતભેદ, વિવાદ.
મીનઃ માનસિક અસ્થિરતા, માનસિક રોગ, પીડા, ધનની કમી.

આ ઉપાય જરૂર કરો
પંચગ્રહી યુતિનો પ્રભાવ ઘટાડવા માટે 11થી 15 ડિસેમ્બર સુધી પ્રતિદિન નવગ્રહ સ્તોત્રનો પાઠ જરૂર કરવો. સૂર્યને નિયમિત રીતે જળ અર્પિત કરવુ. આ દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરતા રહો. નિયમિત રીતે રૂદ્રાક્ષની માળાથી પાંચ માળા ગાયત્રી મંત્રના જાપ કરવા. ગ્રહોની પીડા દૂર કરવા માટે ગરીબોને અન્નદાન કરવુ.
સેલ્ફી લેવાથી બગડી શકે છે તમારી સ્કીન, જાણો તેની સાઈડ ઈફેક્ટ