રોમાંસ અને ધન-વૈભવનો કારક ગ્રહ શુક્ર કરશે વૃશ્ચિકમાં પ્રવેશ, જાણો તમને કેટલો લાભ થશે
શુક્ર ગ્રહ તુલા રાશિથી નિકળી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્ર ગ્રહનું આ રાશિ પરિવર્તન 11 ડિસેમ્બર 2020 (શુક્રવારે) થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ સુવિધા, રોમાંસ, રિલેશનશિપનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ 4 જાન્યુઆરી 2021 સુધી વૃશ્ચિક રાશિમાં જ રહેશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડશે. ત્યારે તમારી રાશિ પર કેવી અસર જોવા મળી શકે છે, અહીં જાણો...

મેષ
શુક્રનું ગોચર મેષ રાશિના જાતકો માટે અનુકૂળ નહિ રહે. આ દરમ્યાન તમારે તમારી ખાીપીણી સાથે યોગ અને વ્યાયામ પર પણ ધ્યાન આપવાની જરૂરત છે. વેપારમાં ઉતાર- ચઢાવની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. દાંપત્ય જીવન સુખદ રહેશે. જીવનસાથી સાથે તમારો તાલમેલ સુધરશે. બિનજરૂરી ખર્ચાથી બચો.

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. લોકો વચ્ચે તમારી પ્રતિષ્ઠા વધશે.ર્થિક સ્થિતિ સારી રહશે. દાંપત્ય જીવન માટે આ સમય બહુ સારો રહેવાની ઉમ્મીદ છે. તમારા સંબંધોમાં પ્રેમ વધશે. તમારા વ્યક્તિત્વને નિખારવા માટે આ સમય ઉત્તમ છે. આ દરમ્યાન તમે તમારા શત્રુ પક્ષથી થોડા સાવધ રહો.

મિથુન
શુક્ર ગ્રહના ગોચરથી તમારી આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. અચાનક ખર્ચમાં વૃદ્ધિ થઈ જશે અને તેનાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે અને સારાં પરિણામ મળવાની સંભાવના છે. પ્રેમ જીવન માટે સમય ઉત્તમ રહેશે. તમારા બંને વચ્ચે સંબંધ પ્રગાઢ થશે.

કર્ક રાશિ
રિલેશનશિપના મામલે આ સમય કર્ક રાશિના જાતકો માટે સારો રહેશે. તમારું પ્રેમ જીવન બહુ સુંદર રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારી આવકમાં વધારો થશે. તમે તમારી અંદર છૂપાયેલા કોઈ હુનર પર કામ કરી શકો છો. તમે માનસિક રૂપે ઘણા પ્રસન્ન રહેશો. સંતાન પક્ષ તરફથી સુખની પ્રાપ્તિ થશે.

સિંહ
શુક્રના ગોચરથી આ રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. તમારા જીવનમાં સુખ સુવિધા વધશે. ઘર પરિવારનો માહોલ સારો રહેશે અને સભ્યો વચ્ચે એકતા બની રહેશે. કામકાજના ક્ષેત્રોમાં પણ તમારા માટે આ સમય અનુકૂળ રહેશે. બસ તમારા કામ પર ફોકસ બનાવી રાખો. તમારી આવકમાં વધારો થશે. સમાજમાં માન સન્માન વધશે. પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થવાની સંભાવના છે.

કન્યા
તમે પરિવારના સભ્યોની આર્થિક મદદ કરશો. આ દરમ્યાન તમે ખુદને મજબૂત સ્થિતિમાં પામશો. માનસિક રીતે પણ તમે ખુદને સારી અવસ્થામાં જોશો. બાઈ-બહેનો સાથે તમારા સંબંધ મજબૂત થશે. આ દરમ્યાન આડોસ-પાડોસના લોકો સાથે કોઈપણ પ્રકારના ઝઘડામાં ના પડવું, નહિતર તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને લાભ મળવાની ઉમ્મીદ છે. તમારા સહકર્મિઓ અને વરિષ્ઠો સાથે સારો વ્યવહાર રાખો.

તુલા
આ દરમ્યાન તમારી આવકના સ્રોતમાં વધારો થવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાના મુકાબલે સુધરશે. જો પરિવારમાં લાંબા સમયથી કોઈ અનબન ચાલી રહી હતી તો આ સમયે તેમાં સુધારો આવશે. તમે પરિવાર માટે કેટલાંક આકરાં પગલાં ઉઠાવી શકો છો. આ દરમ્યાન ધન ખર્ચ કરી શકો છો. વેપાર માટે તમે ઉઠાવેલ પગલું સફળ રહેશે.

વૃશ્ચિક
તમે ભૌતિક સુખ સુવિધાની ચીજો પર ખર્ચ કરી શકો છો. તમે તમારા વ્યક્તિત્વમાં સુધારો લાવવા માટે કેટલાક પ્રયાસો કરશો. શુક્રનું રાશિ પરિવર્તન તમારા દાંપત્ય જીવન માટે બહુ રોમાંટિક રહેશે. આ દરમ્યાન તમને બંનેને સાથે સમય વિતાવવા માટે પર્યાપ્ત મોકા મળશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને પણ લાભ મળવાની સંભાવના છે. રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્યમાં ગિરાવટ આવવાથી પરેશાન થઈ શકો છો.
નબળા ગ્રહ પણ બનાવી શકે છે રાજા, જેમ નરેન્દ્ર મોદીને બનાવ્યા

ધન
આ રાશિના જાતકોએ પોતાના શત્રુઓથી સાવધાન રહેવું પડશે. તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. આકસ્મિક ખર્ચની સંભાવના છે અને આનાથી તમારા બજેટ પર ભારી અસર પડશે. તમારી ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપો. સ્વાસ્થ્યમાં ગિરાવટ આવવાથી તમારી ચિંતા વધી શકે છે. આ દરમ્યાન તમારા જ તમને દગો આપી શકે છે. સતર્ક રહો.

મકર
આ દરમ્યાન તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે. તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે લાંબા સમયથી જે પ્રયાસ કરી રહ્યા હતા તે આ દરમ્યાન પૂરા થવાની પ્રબળ સંભાવના છે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધ સાથે જોડાયેલ જાતકોનું જીવન સુખમય રહેશે. સંબંધમાં ચાલી રહેલ તણાવ દૂર થશે અને પ્રગાઢતા વધશે. કામકાજ સાથે જોડાયેલા જાતકોને વરિષ્ઠો સાથે વ્યવહાર ઠીક રાખવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ
કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભકારી રહેશે. કામકાજના ક્ષેત્રમાં તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તમારી પ્રગતિ પણ થઈ શકે છે. સુખ સુવિધાની ચીજોનો ઉપભોગ કરશો. પરંતુ ઑફિસમાં કોઈપણ પ્રકારની લાપરવાહીથી બચવાની સલાહ આપવામાં આવે છે. તમારું પારિવારિક જીવન સારું રહેશે અને બધા માટે આપણાપણાનો અહેસાસ થશે. જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ સમય વિતશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને લાભ મળવાની ઉમ્મીદ છે.

મીન
મીન રાશિના જાતકોને શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનથી મિશ્રીત પરિણામ મળી શકે છે. તમારા જીવનમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની રહેશે. તમારા આર્થિક રૂપથી તમને જબરો લાભ મળશે. પરંતુ આ અવધિમાં તમારા કોઈ પરિવારના સભ્યએ શારીરિક કષ્ટ ભોગવવું પડી શકે છે. ભાઈ-બહેનો સાથે નિકટતા વધશે અનેસંબંધ મજબૂત થશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. પરંતુ વેપારમાં તમને લાભ મળી શકે છે. આ દરમ્યાન સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો. તમારી લાપરવાહી તમારા પર ભારી પડી શકે છે.