શુક્રનુ 4 જાન્યુઆરીથી ધન રાશિમાં ગોચર, લવ લાઈફ પર થશે અસર, જાણો સુધરશે કે બગડશે
શુક્ર 11 ડિસેમ્બરથી વૃશ્ચિક રાશિમાં ચાલી રહ્યા હતા જેણે 4 જાન્યુઆરીએ સવારે 4 વાગીને 3 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આવો, જાણીએ બધી રાશિ પર શુક્રના ગોચરનો પ્રભાવ..
Venus Transit In Sagittarius 2021: શુક્ર 11 ડિસેમ્બરથી વૃશ્ચિક રાશિમાં ચાલી રહ્યા હતા જેણે 4 જાન્યુઆરીએ સવારે 4 વાગીને 3 મિનિટે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. 27 જાન્યુઆરી સુધી શુક્ર ધન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરી જશે. શુક્રનુ બૃહસ્પતિની રાશિ ધનમાં ભ્રમણ કરવુ પ્રેમ સંબંધ, દામ્પત્ય જીવનને સંયમ, ધીરજ અને સાત્વિકતા સાથે મજબૂત કરશે. સંબંધોમાં ચાલી રહેલ ઉથલપાથલ અટકશે અને સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં તમારા પ્રયત્નો સફળ થશે. ધન અને મીન રાશિ બૃહસ્પતિની રાશિ છે માટે આ રાશિમાં શુક્રનુ આવવુ આ બંને રાશિના જાતકોના પ્રેમ સંબંધોને મજબૂતી આપશે. આ રાશિના પ્રેમી-પ્રેમીકાઓની એકબીજા પ્રત્યેની તડપ વધશે. આ રાશિના દંપત્તિ વચ્ચે સંબંધ પ્રગાઢ થશે. આવો, જાણીએ બધી રાશિ પર શુક્રના ગોચરનો પ્રભાવ..

પ્રેમ સંબંધિ સંયમિત રહેશે
- મેષઃ શુક્ર અત્યાર સુધી મંગળની રાશિ વૃશ્ચિકમાં હતા માટે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોના પ્રેમ સંબંધમાં અહમનો ટકરાવ ચાલી રહ્યો હતો જે હવે ઘણી હદ સુધી ઓછો થશે. તમારા પ્રેમ સંબંધ સંયમિત રહેશે. દાંપત્ય જીવન સુખદ રહેશે.
- વૃષભઃ શુક્ર આ રાશિનો સ્વામી છે. માટે સકારાત્મક રહીને તમારા સંબંધોને સહેજવાનો પ્રયત્ન કરો. સંબંધોમાં અંતર ખતમ થશે અને તમે પાર્ટનર સાથે એક સુખદ સમય પસાર કરશો. આર્થિક મોરચે પણ સફળ થશો.
- મિથુનઃ તમારા માટે શુક્રનુ ગોચર શુભ રહેશે. પરિવાર, સમાજમાં પ્રતિષ્ઠા વધશે. સંબંધો મજબૂત થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. લવ પાર્ટનર સાથે કડવાશ દૂર થશે. નવા પ્રેમ સંબંધ મળશે. ધનનુ આગમન થશે.
- કર્કઃ પ્રેમ સંબંધોમાં ટકરાવ થશે. દાંપત્ય જીવનમાં અસ્થિરતાનો અનુભવ કરશો. જીવનસાથી સાથે ચાલી રહેલ મનમોટાવ વધશે. આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. નવા કાર્ય વ્યવસાય મળશે.

શુક્રના ગોચરમાં નવા પ્રેમ સંબંધ મળશે
- સિંહઃ સંબંધો વચ્ચે કોઈ પ્રકારનો અહમ ન આવવા દો. પાર્ટનર પર કોઈ પ્રકારનુ દબાણ ન કરો નહિતર કારણ વિના વિવાદ ઉભો થશે. શુક્રના ગોચરમાં નવા પ્રેમ સંબંધ મળશે. જૂના સંબંધ સહેજવામાં સફળ થશો.
- કન્યાઃ તમારા માટે શુક્રનુ ગોચર સુખદ રહેશે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓ, સમૃદ્ધિમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં સુખ મળશે. પ્રેમ સંબંધ પ્રગાઢ થશે. લગ્ન અને પ્રેમ જીવનમાં મજબૂતી આવશે પરંતુ એકબીજાની ભાવનાઓ અને સમ્માનની કદર કરવી પડશે.
- તુલાઃ ભાઈબંધુઓ સાથે સંબંધો સુધરશે. સંકટમાં પરિવારનો સહયોગ મળશે. આર્થિક મોરચે સફળ થશો. દાંપત્ય અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે પરંતુ એકબીજાની ભાવનાઓ અને સમ્માનની કદર કરવી પડશે.
- વૃશ્ચિકઃ સંબંધોમાં ચાલી રહેલ ટકરાવ દૂર થશે અને પોતાના પાર્ટનર સાથે એક સુખદ સમય પસાર કરશો. ક્યાંક પ્રવાસની યોજના પણ બનશે. આર્થિક મજબૂતી આવશે. આવકના નવા સાધનો મળશે. શુક્ર દ્વિતીય સ્થાનમાં બેઠા છે.

જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો આવશે
- ધનઃ આર્થિક, શારીરિક, માનસિક રીતે સશક્ત રહેશે. શુક્ર આ સ્થાનમાં બેઠા છે. પિતા તરફથી પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં આવેલુ અંતર દૂર થશે. જીવનસાથી સાથે પ્રવાસનો મોકો આવશે. સુખદ દાંપત્ય રહેશે.
- મકરઃ નવા સંબંધો મળવાનો સમય છે. શુક્રનુ ગોચર તમારી પ્રતિષ્ઠા અને સંયમમાં વધારો કરશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. જેમને હજુ સુધી પ્રેમ નથી મળ્યો તેમને પણ મળી જશે.
- કુંભઃ પાર્ટનર સાથે બની ગયેલ અંતરને દૂર કરવાનો પ્રયત્ન કરો. પાર્ટનરની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂરી કરવાની કોશિશ કરો. આર્થિક મોરચે સફળ થતા દેખાઈ રહ્યા છો. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
- મીનઃ પ્રેમ સંબંધ મજબૂત થઈ રહ્યા છે. જે પ્રેમી-પ્રેમીકાઓ દૂર-દૂર છે તેમની એકબીજા પ્રત્યે ચાહત વધશે. જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો આવશે. ધનનુ આગમન થશે. આર્થિક યોજનાઓ સાકાર થશે.
Palmistry: જો તમારા હાથમાં હોય 'સરસ્વતી યોગ' તો બનશો જાણીતા વક્તા-લેખક
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા









Click it and Unblock the Notifications
