શુક્ર 25 જૂનથી થશે માર્ગી, જાણો રાશિ પ્રમાણે કેવી અસર પડશે
નવી દિલ્હીઃ શુક્ર ગ્રહ ભોગ વિલાસ સાથે દાંપત્ય સુખ અને પ્રેમ સંબંધોનો પ્રતિનિધિ ગ્રહ છે. આ ગ્રહ 25 જૂને માર્ગી થવા જઇ રહ્યો છે. શુક્ર 13 મેથી વક્રી ચાલી રહ્યો છે. આ દરમિયાન લોકોના દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવી. કેટલાય લોકોના વિવાહ ટૂટવા સુધીની નોબત આવી ગઇ. પરંતુ હવે ઘભરાવાની જરૂરત નથી, શુક્ર માર્ગી થવાથી આવા પ્રકારની પરેશાનીઓ દૂર થવાની સ્થિતિ બનશે. સાથે જ ભૌતિક સુખ-સુવધાઓમાં વૃદ્ધિ થશે. આર્થિક સંકટોનું સમાધાન થશે. શુક્ર આ સમયે વૃષભ રાશિમાં ચાલી રહ્યો છે, 44 દિવસ બાદ માર્ગી થવાથી લગભગ તમામ રાશિવાળા જાતક રાહત મહેસૂસ કરશે. અહીં જાણો રાશિ પરમાણે કેવી અસર થશે...

મેષ
આ રાશિ માટે શુક્ર દ્વિતીય ધન સ્થાનમાં માર્ગી થશે. જેનો સૌથી મોટો ફાયદો તમારી સંપત્તિમાં વધારાના રૂપમાં મળશે. તમારું ધન કોષ વધશે. ભૌતિક સુખ સાધનોની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવન સુખદ થશે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલ વિવાદો થમશે અને અંગત સંબંધોમાં એકવાર ફરી ગર્માહટ આવશે. જો ક્યાંય તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો હોય તો વિવાહના નિર્ણય સુધી વાત પહોંચશે. જે લોકોને હજી સુધી કોઇ પ્રેમી કે પ્રેમિકા પ્રાપ્ત નથી થઇ, તેઓ મેળવી શકશે.

વૃષભ
શુક્ર આ રાશિમાં ચાલી રહ્યો છે. આ શુક્રની પોતાની રાશિ છે અને અહીં માર્ગી થવાનો અર્થ એ છે કે તમને સમસ્ત પ્રકારના સુખ મળશે. જે લગ્ઝરી લાઇફ વિશે સપનામાં વિચારો છો તે તમને મળી શકે છે, પરંતુ પરિશ્રમમાં ઘટાડો ના કરો. દાંપત્ય જીવનમાં મધૂરતા આવશે. જે લોકોના વિવાહ હજી સુધી નથી થયા, તેમના વિવાહ નક્કી થઇ શકે છે. પ્રેમી- પ્રેમિકાઓનો સમય એકબીજા સાથે વિતશે. ભેટનું આદાન પ્રદાન થશે.

મિથુન
તમારા માટે શુક્ર વ્યય સ્થાન એટલે કે બારમાં ભાવમાં માર્ગી થઇ રહ્યો છે. નિશ્ચિત રૂતે તમારી સંપત્તિમાં વધારો થશે, પરંતુ આ સંપત્તિ વિવાદોનું કારણ પણ બની શકે છે. ભાઇ-ભાઇ વચ્ચે પૈસાને લઇ ખેંચતાણ મચી શકે છે. આ સમયે તમારે તમારા બિઝનેસ પર ફોકસ કરવાનો છે. અંગત સંબંધોમાં સુધારો આવશે. વૈવાહિક સંબંધમાં ચાલી રહેલ સંકટ દૂર થશે. જે દંપતિઓની તલાકની નોબત આવી ગઇ હતી, તે હવે ટળી જશે. પ્રેમ સંબંધ ગાઢ થશે. નવા પ્રેમ સંબંધ પ્રાપ્ત થશે.

કર્ક
એકાદશ સ્થાન આય ભાવમાં શુક્ર માર્ગી થવાથી સીધી રીતે તમારી આવકના સાધનોમાં વધારાના સંકેત આપી રહયા છે. તમારા વર્તમાન કાર્યની સાથે નવા કાર્ય જોડાશે. નવા બિઝનેસ શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. જો અંગત સંબંધોની વાત કરીએ તો તમને એકથી વધુ લવ પ્રપોઝલ મળી શકે છે. જો પહેલેથી પ્રેમમાં હોવ તો પાર્ટનર સાથે તમારા સંબંધ મજબૂત થશે. જે પ્રેમી- પ્રેમિકા દૂર હતા તેઓ ફરીથી નજીક આવશે. અવિવાહિતોના વિવાહની વાત બની શકે છે.

સિંહ
દશમસ્થાન આજીવિકાનું સ્થાન હોય છે. અહીં શુક્ર માર્ગી થવાનો લાભ તમારા આજીવિકાના સાધનોમાં વધારાના રૂપમાં મળશે. ખાસ કરીને સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકો અને અન્ય શાસકીય સેવાઓથી સંબંધિત લોકોને પ્રમોશન મળી શકે છે. સન્માન, પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. દંપતી એક સુખદ જીવનનો આનંદ ઉઠાવી શકશે. કોઇ કારણસર પતિ-પત્ની દૂર રહી રહ્યા હતા તો તેમને પાસે રહેવાનો મોક મળશે. પ્રેમ સંબંધ સુધરશે પરંતુ તમારે તમારા અહંકાર અને ક્રોધનો ત્યાગ કરવો પડશે. નવા પ્રેમ સંબંધ બનશે.

કન્યા
નવમ ભાવમાં શુક્રનું માર્ગી થવું સૌથી વધુ કન્યા રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે. તમારા ભાગ્યોદયની પ્રબળ સંભાવનાઓ બની રહી છે. જે કામ વિચારશે અને શરૂ કરશો તે પૂરાં થશે. તમારી સંપત્તિ અને જમા કોષમાં વધારો થશે. આભૂષણના રૂપમાં ઉપહાર મળી શકે છે. નકરીની તલાશ છે તો તે પણ પૂરી થઇ શકે છે. શુક્રના માર્ગી થવાથી સૌથી વધુ લાભ તમને દાંપત્ય જીવનમાં મળશે. સંબંધો પ્રગાઢ થશે. પ્રેમ વધશે. કોઇ પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે.

તુલા
અષ્ટમ ભાવમાં શુક્ર માર્ગી થવાથી તમારા જીવનમાં ચાલી રહેલ સંકટ દૂર થશે અને પરેશાનીઓમાં કમી પણ આવશે, પરંતુ હજી પણ તમારે ખુદ સંબંધ સુધારવાના પ્રયાસ કરવા પડશે. પ્રેમ સંબંધોમાં પણ ગરમાવો આવશે, હવે પહેલે જેવી કડવાહટ તો નહિ રહે પરંતુ હજી પણ સંપૂર્ણપણે સુધારો નહિ થઇ શકે. જો કે જેમના જીવનમાં અત્યાર સુધી પ્રેમે પ્રવેશ નથી કર્યો તેમના દિલને કોઇ પસંદ આવી શકે છે અને તેમના નામથી દિલ ધબકવા લાગશે. કોઇ એવો પ્રેમ ભર્યો સંબંધ મળશે જે જીવનભર તમારો સાથ આપશે.

વૃશ્ચિક
આ રાશમાં શુક્ર માર્ગી થવો બહુ મહત્વપૂર્ણ છે. કેમ કે સપ્તમ ભાવ તમારા વૈવાહિક જીવનનું દર્પણ છે. તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. બગડેલા સંબંધો પુનઃ પ્રેમ અને સૌહાર્દ્ર પૂર્ણ થઇ જશે. જે દંપતિઓના સંબંધ તલાક સુધી પહંચી ચૂક્યા હતા, તે સ્થિતિ ટળી જશે. પ્રેમી0 પ્રેમિકા સાથે બગડેલી વાત બની જશે. નવા પ્રેમ સંબંધો પણ પ્રાપ્ત થશે. આર્થિક સથિતિમાં લાભ થશે. નવા સ્ટાર્ટઅપ અને આવકના નવા સ્રોતથી બહુ ધન મેળવી શકશો. જો ભૂમિ, ભવન સંપત્તિના કામ કરવાં હોય તો બેધડક કરો.

ધન
સ્વાસ્થ્યને લઇ તમે પાછલા કેટલાક મહિનામાં જે પરેશાની ભોગવી છે તેમાંથી રાહત મળશે કેમ કે શુક્ર તમારા માટે છઠ્ઠા ભાવમાં માર્ગી થઇ રહ્યો છે. શારીરિક અને માનસિક દુર્બળતા દૂર થશે. દાંપત્ય જીવનમાં ફરીથી પ્રેમ વધશે. તમારા સંબંધોને ઉર્જાવાન બનાવવા માટે તમારે ઉપહારોનું આદાન પ્રદાન કરવું પડશે. પ્રેમ સંબંધોમાં પણ સુધારો આવશે. નવા પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. અવિવાહિતોના વિવાહની વાત બની શકે છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. લગ્ઝરી લાઇફનો લુફ્ત ઉઠાવી શકશો.

મકર
પંચમ સ્થાનમાં શુક્ર માર્ગી થવાથી તમારા સંતાન તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. કોઇ મોટી ઉપલબ્ધી હાંસલ થશે. જે લોકો શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ કોઇ અવોર્ડ મળી શકે છે. આવકની વાત કરીએ તો અહીં શુક્રનું માર્ગી થવું તમને એકથી વધુ આવકના સ્રોત પ્રદાન કરશે. તમારા સંચિત કોષમાં વધારો થશે. પ્રેમ સંબંધ ચરમ પર હશે અને સંભવ છે કે તમે વિવાહ કરી લો. જે લોકોનો પ્રેમ અત્યાર સુધી સફળ નથી થઇ શક્યો, તેઓ નિરાશ ના થાય હવે આ પણ સંભવ થઇ જશે.

કુંભ
ચતુર્થ સ્થાન સુખ ભાવમાં શુક્રનો માર્ગી થવો તમારા ભૌતિક અને શાહી સુખોમાં વૃદ્ધઇ કરશે. તમને રાજાની સમાન જીવન મળનાર છે. ક્યાંકથી અચાનક વિશાળ માત્રામાં ધન મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. ઘર- પરિવાર માટે લગ્ઝરી આઇટમ ખરીદશો. સોનું ખરીદવાનો યોગ બનશે. વૈવાહિક જીવન સુધક રહેશે. વિવાહ ટૂટવાની વાત ટળી જશે. પરિવારમાં મહત્વ વધશે. પ્રેમી-પ્રેમિકા એક બીજા સાથે સુખદ સમય વિતાવશે. સ્વયંનો ભવન બનાવવાનો યોગ બનશે.

મીન
ભાઇ બંધુઓ સાથે સંપત્તિને લઇ ચાલી રહેલ વિવાદ નિર્ણાયક સ્થિતિમાં પહોંચશે. શુક્ર માર્ગી થવાનો સૌથી મોટો લાભ તમને પારિવારિક સંબંધોની સૌગાતના રૂપમાં જ મળશે. પરિજનો સાથે બગડેલા સંબંધોમાં સુધારો આવશે. ભાઇ- બહેનોની સાથે મળી કોઇ નવું કામ શરૂ કરી શક છો. આવકના નવા સાધન પ્રાપ્ત થશે નોકરીયાત લોકોને પ્રગતિ, બિઝનેસમાં લાભ મળશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધ ઉર્જાવાન રહેશે અને તમને સાતે લાંબો સમય વિતાવવાનો મોકો મળશે.