Venus Transit in Capricorn: શુક્રનુ મકર રાશિમાં ગોચર 8 ડિસેમ્બરથી, જાણો શું થશે દરેક રાશિ પર પ્રભાવ
નવી દિલ્લીઃ ભોગ-વિલાસ, પ્રેમ, આકર્ષણ, દાંપત્ય સુખ, યૌન સુખ, સુખ-સમૃદ્ધિ, ભૌતિક વસ્તુઓના દાતા શુક્ર પોતાના મિત્ર ગ્રહ શનિની રાશિ મકરમાં 8 ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 2.05 વાગે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 12 દિવસ બાદ 19 ડિસેમ્બરે શુક્ર આ રાશિમાં સાંજે 4.05 વાગે વક્રી થઈ જશે અને વક્રી અવસ્થાના કારણે તે 30 ડિસેમ્બરે ફરીથી પાછલી રાશિ ધનમાં આવી જશે. ત્યારબાદ 29 જાન્યુઆરી 2022ના રોજ માર્ગી થશે અને 27 ફેબ્રુઆરીએ ફરીથી આગળ વધીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર 6 જાન્યુઆરી, 2022ના રોજ પશ્ચિમ દિશામાં સાંજે 6.25 મિનિટે અસ્ત થઈ જશે. આ રીતે શુક્રની સ્થિતિમાં સતત ફેરફાર થતો રહેશે.
શુક્રવાની વારંવાર બદલતી અવસ્થાઓ અને રાશિઓનો વ્યાપક પ્રભાવ મનુષ્યો સાથે-સાથે પ્રકૃતિ અને પર્યાવરણ પર પણ થશે. મકર રાશિમાં પૂર્વથી જ રાશિ સ્વામી શનિ બિરાજમાન છે. તેની સાથે શુક્રની યુતિ થવાથી તેની વિસ્તૃત અસર થશે. શુક્ર-શનિની યુતિથી શુક્રની રાશિઓ વૃષભ-તુલા અને શનિની રાશિ મકર-કુંભના જાતકોને વિશેષ લાભ થવાનો છે. આ ઉપરાંત શનિની લઘુ કલ્યાણી અઢી વર્ષની પનોતીવાળી રાશિઓ મિથુન અને તુલા પર પણ બંને ગ્રહોની વિશેષ કૃપા થવાની છે. બાકીની રાશિઓ માટે આ યુતિની મિશ્ર અસર થવાની છે. વર્તમાન ગોચર અનુસાર શુક્ર 8 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી મકર રાશિમાં રહેશે. આ દરમિયાન તે 19 ડિસેમ્બરના રોજ વક્રી થઈ જશે. આવો, જાણીએ આની રાશિઓ પર અસર.
બાર રાશિઓ પર અસર
મેષઃ મેષ રાશિ માટે શુક્રનુ ગોચર દશમ એટલે કે કાર્ય સ્થાનમાં થવા જઈ રહ્યુ છે. તમારા કાર્યો ગતિ પકડશે. આજીવિકાના સાધનોમાં વૃદ્ધિ થશે. શનિની પીડાથી શાંતિ મળશે અને શુક્રનુ બળ મળવાથી પ્રેમ આકર્ષણનો પ્રભાવ વધશે.
વૃષભઃ તમારા માટે શુક્રનુ ગોચર ભાગ્ય ભાવમાં થવાથી સીધા તમારા ભાગ્યને બળ મળશે. આજીવિકાના નવા સાધનો મળશે. સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિએ આ ગોચર શુભ હશે. પ્રેમ-દાંપત્ય જીવન સુખદ હશે.
મિથુનઃ શુક્રનુ ગોચર અષ્ટમમાં થશે. અહીં શનિ બિરાજમાન છે. આયુ આરોગ્યમાં વૃદ્ધિ થશે. જીવનમાં સુખદ ઘટનાઓ થશે. અચાનક ગુપ્ત રીતે આર્થિક લાભ થવાનો છે. રહસ્યમયી વિદ્યાઓ તરફ રુચિ વધશે. સમૃદ્ધિ આવશે.
કર્કઃ સપ્તમમાં શુક્ર આવવાથી અત્યાર સુધી દાંપત્ય જીવનમાં જે પણ મુશ્કેલી ચાલી રહી હતી તે દૂર થઈ જશે. જીવસાથી સાથે પ્રેમ વધશે. નવા પ્રેમ સંબંધો મળશે. ભાગીદારીમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. તમે કોઈ સમૃહના નેતૃત્વકર્તા બની શકો છો.
સિંહઃ છઠ્ઠા ભાવમાં શુક્રનુ ગોચર શુભ રહેશે. આરોગ્ય લાભ મળશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. આર્થિક સમૃદ્ધિ આવશે. દેવા મુક્તિનો માર્ગ મોકળો થશે. કોઈ વિશેષ શુભ કરાય્થી યાત્રાઓ કરવાનો યોગ બનશે. યુવાનોના કરિયરને ગતિ મળશે.
કન્યાઃ પંચમ સ્થામાં શુક્ર આવવાથી સંતાન પક્ષને કોઈ વિશેષ ઉપલબ્ધિ મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રે લાભ થશે. યાત્રાઓમાંથી ધન અર્જિત કરશો. ઉત્તમ સ્વાસ્થ્ય મળશે. અપરિણિતીના લગ્નનો માર્ગ ખુલશે. સંપત્તિમાં વધારો થશે.
તુલાઃ પ્રેમ, આકર્ષણ, દાંપત્ય બધુ મળશે. તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. વૈવાહિક સુખ મળશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. આજીવિકાના નવા સાધનો મળશે. સ્વાસ્થ્ય લાભ સારો થશે.
વૃશ્ચિકઃ ભાઈ-બહેનો સાથે સંપત્તિને લઈને વિવાદ થઈ શખે છે પરંતુ મામલો તમારા પક્ષમાં આવશે. કોઈ સ્ત્રી તરફથી હાની થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચડાવ ચાલુ રહેશે પરંતુ અંતે જીત તમારી થશે.
ધનઃ સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. વાણીનો લાભ મળશે. વક્તાઓને સફળ થવાનો મોકો મળશે. કોઈ મોટુ સમ્માન મળી શકે છે. ધનની સમસ્યા દૂર થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારુ રહેશે. કાર્યની યોજનાઓ સાકાર થશે.
મકરઃ પ્રેમ, આકર્ષણ, ઉત્તમ શારીરિક રચના બધુ મળશે. યૌન સંબંધ સારા રહેશે. પ્રેમી-પ્રેમિકાઓ, દંપત્તિ સુખદ જીવન વિતાવશે. આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલશે. સંપત્તિ ખરીદવાના યોગ બનશે. અવસરોનો લાભ લેવાનો પ્રયત્ન કરો.
કુંભઃ ખર્ચમાં વધારો થશે પરંતુ આ ખર્ચ પારિવારિક જરુરિયાતો અને ભૌતિક સુખોની પ્રાપ્તિ પર ખર્ચ થશે. આવકના એકથી વધુ સાધનો મળશે. દેવા મુક્તિની સંભાવના બનશે. કેસમાં જીત, સમુદ્રીય વેપારમાં લાભ.
મીનઃ એકાદશમાં શુક્રનુ ગોચર આર્થિક સફળતાઓ અપાવનાર સાબિત થશે. સુખ સમૃદ્ધિ વધશે. વાહન, ભૂમિ ખરીદવાના યોગ છે. આ રાશિની મહિલાઓને આભૂષણ, હીરા મળી શકે છે. સુખત દાંપત્ય રહેશે. પ્રેમ અને આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ થશે.
ઉપાયઃ બધી રાશિના જાતકો શુક્રના આ ગોચર દરમિયાન ચાંદીનુ કડુ પોતાના હાથમાં ધારણ કરે. ચાંદીનુ કડુ ના પહેરી શકતા હોય તો સ્ફટીકની માળા જરુર પહેરે. મા લક્ષ્મીના નિત્ય દર્શન કરવા.