શુક્રનો મીન રાશિમાં આજે પ્રવેશ, શું થશે તમારા પર અસર?
નવી દિલ્લીઃ ભૌતિક-સાંસારિક સુખ, પ્રેમ, દાંપત્ય, ભોગ-વિલાસ, એશ્વર્ય અને ધનનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર 27 એપ્રિલ, 2022ના રોજ સાંજે 8.16 વાગે પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્ર મીન રાશિમાં 23 મે, 2022 સુધી રહેશે. ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ કરી જશે. આ રીતે મીન રાશિમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્યનુ મિલન થઈ રહ્યુ છે.
મીન બૃહસ્પતિની પોતાની રાશિ છે માટે આ રાશિમાં તે શુક્રનુ ભરપૂર સ્વાગત કરે છે. માટે આ શુક્રની ઉચ્ચ રાશિ પણ હોય છે. આના પ્રભાવથી બૃહસ્પતિ અને શુક્રની પોત-પોતાની રાશિઓ ધન-મીન અને વૃષભ-તુલા માટે આ ગોચર અત્યંત શુભ રહેવાનુ છે. 27 એપ્રિલથી 23 મે સુધી કુલ 27 દિવસોની આ યુતિ આ ચાર રાશિઓના જાતકો માટે ભૌતિક સુખ-સુવિધાઓ, ધન-સંપત્તિ, પ્રેમ, મધુર દાંપત્ય વગેરે માટે શુભ રહેવાની છે.
રાશિઓ પર પ્રભાવ
મેષઃ દ્વાદશ ભાવમાં શુક્રનુ ગોચર ખર્ચમાં વધારો કરશે. શત્રુ હાની પહોંચાડશે.
વૃષભઃ એકાદશમાં શુક્રનુ આવવુ ધન લાભ આપશે. સંપત્તિ પ્રાપ્ત થશે. આવકના સાધનો વધશે. પ્રેમ મળશે.
મિથુનઃ દશમમાં શુક્ર આજીવિકાના નવા સાધનો આપશે. પિતા તરફથી સંપત્તિ મળશે. પારિવારિક પ્રેમ વધશે.
કર્કઃ ભાગ્યને બળ મળશે. અટકેલા કાર્યો સંપન્ન થશે. જીવનસાથી સાથે મતભેદ થશે. સંપત્તિ પ્રાપ્તિમાં અડચણો દૂર થશે.
સિંહઃ અષ્ટમ શુક્ર માનસિક તણાવ વધારશે. શારીરિક રોગ પરેશાન કરી શકે છે. ધન-સંપત્તિ પ્રાપ્ત થશે.
કન્યાઃ સપ્તમમાં શુક્ર આવવાથી દાંપત્યમાં મધુરતા આવશે, પ્રેમ વધશે, ધનની પ્રાપ્તિ થશે. અટકેલા પૈસા આવશે.
તુલાઃ છઠ્ઠા ભાવનો શુક્ર લાભ આપશે. રોગ અને શત્રુનુ શમન થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભૌતિક સુખ મળશે.
વૃશ્ચિકઃ શૈક્ષણિક કાર્યોમાં સફળતા, સંતાન સુખ, પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ, પ્રેમમાં અભિવૃદ્ધિ થશે.
ધનઃ ભૌતિક સુખોની પ્રાપ્તિ, ધન લાભ, સંપત્તિમાં વૃદ્ધિ, પ્રેમ મળશે, દાંપત્યમાં મધુરતા આવશે.
મકરઃ ભાઈ-બહેનોથી સુખ પ્રાપ્તિ, પૈતૃક સંપત્તિ લાભ, પ્રેમ-સૌદર્યમાં વૃદ્ધિ, ભૌતિક સુખ પ્રાપ્ત થશે.
કુંભઃ વાણી અને ધનનો સદુપયોગ કરો, વૈચારિક મતભેદ દૂર થશે, ધનાગમનનો માર્ગ ખુલશે.
મીનઃ સૌદર્ય, આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ, ધન લાભ, ભૌતિક સુખ, વાહન સુખ પ્રાપ્ત થશે. નવા પ્રેમ સંબંધો બનશે.