• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને થશે બંપર ફાયદો

By Staff
|

જે જાતકોની કુંડલીમાં શુક્ર ગ્રહની સ્થિતિ સારી હોય છે તેના જીવનમાં ભૌતિક સુખ અને વિલાસિતાની કોઈ કમી નથી રહેતી. સુખદ પ્રેમ જીવનની સાથોસાથ તેને તમામ સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગ્રહે 4 મે 2021ના બપોરે 1 વાગીને 0 મિનિટે મેષ રાશિથી નિકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો. શુક્ર 28 મે સુધી આ રાશિમાં વિરાજમાન રહેશે. આ રાશિ પરિવર્તનથી તમારા જીવન પર કેવો પ્રભાવ પડશે, આવો જાણીએ.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ સુખદ રહેશે. આ અવધીમાં તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. તમને આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે એકતા વધશે. ઘરમાં ખુશહાલીનો માહોલ રહેશે. આ અવધીમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

વૃષભ

વૃષભ

શુક્રનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે. નવા કામનો આગાજ કરવા માટે આ સમય બહુ સારો છે. આ અવધિમાં તમે પૂરી મહેનત સાથે કામ કરો. તમને તેનું સાકારાત્મક ફળ જરૂર મળશે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકોએ આ અવધિમાં થોડા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે નહિતર તમારી વાત કોઈનું દિલ દુખાવી શકે છે. આ સમયે ખર્ચા વધશે. સ્વાસ્થ્યને લઈ લાપરવાહ ના રહો.

કર્ક

કર્ક

કર્ક રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. આ રાશિના જાતકોને સકારાત્મક પરિણામ મળશે. હરેક પ્રકારની પરિસ્થિતિમાં તમને તમારા પરિવારનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા બિઝનેસને આગળ વધારવા માટે આ સમય અનુકૂળ છે. સિંગલ જાતકો માટે વિવાહના યોગ બની શકે છે.

સિંહ

સિંહ

નોકરિયાત જાતકો માટે આ સમય શુભ રહેશે. આ રાશિના વેપારીઓને પણ લાભ મળવાની પ્રબળ સંભાવના છે. તમે નવા મકાન અથવા વાહન ખરીદી કરી શકો છો. ભૂમિ સાથે જોડાયેલ કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ઉકેલાય તેવી ઉમ્મીદ છે.

કન્યા

કન્યા

આ અવધીમાં તમારા ટ્રેન્ડ ધર્મ-કર્મના કાર્યોમાં આગળ વધશે. ઘરમાં માંગલિક કાર્ય સંપન્ન થવાની ઉમ્મીદ છે. અવિવાહિત જાતકોના વિવાહના યોગ બની શકે છે. તમારા માટે ઘણા સારા રિશ્તા આવશે.

તુલા

તુલા

આ રાશિના લોકોના માન સન્માનમાં વધારો થશે. પરંતુ આ અવધિમાં તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્યને નજરઅંદાજ નાકરો. કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ના કરો, તમને નુકસાન થઈ શકે છે.

મહેનત છતાં પ્રમોશન ન મળતુ હોય તો અપનાવો આ Astro Tipsમહેનત છતાં પ્રમોશન ન મળતુ હોય તો અપનાવો આ Astro Tips

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. વૈવાહિત જીવનમાં મધુરતા વધશે. જીવનસાથી સાથે આંતરિક સમજમાં સુધારો આવશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળવાની પ્રબળ સંભાવના છે. પરિવારમાં માહોલ ઘણો સારો રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને પણ અનુકૂળ પરિણામ મળશે.

ધન

ધન

ધન રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આ અવધિમાં તમને મિશ્રિત પરિણામ મળશે. સ્વાસ્થ્યને લઈ તમે પરેશાન થી શકો છો. પૈસા ઉધાર આપતાં બચો. તમારી આર્થિક સ્થિતિ કંઈક ખાસ નહિ રહે.

મકર

મકર

શુક્રનું આ ગોચર મકર રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. ધર્મ-કર્મના કાર્યોમાં તમારું રુઝાન વધશે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની ઉમ્મીદ છે. ઘરનો માહોલ ખુશહાલ રહેશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકોનો યશ સમાજમાં થશે. વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. નોકરીની તલાશ કરી રહેલા જાતકોને પણ શુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં એકજુટતા રહેશે. આ અવધિમાં તમારે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જરૂરી છે.

મીન

મીન

મીન રાશિના જાતકોને શુક્રના ગોચરથી મિશ્રિત પરિણામ મળવાની ઉમ્મીદ છે. આ અવધિમાં તમે મન લગાવીને કામ કરો. પરિશ્રમ કરવાથી પાછળ ના હટો, જલદી જ સારા પરિણામ મળશે. ઘર પરિવારનો માહોલ સારો રહેશે.

English summary
Venus zodiac change will be a bumper benefit to these births
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X