For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિના લોકો હોય છે સૌથી વધુ જુઠ્ઠા!

આજે અમે તમને રાશિના આધારે અમે જણાવિશું કે કઈ રાશિના લોકો સૌથી વધુ જુઠ્ઠું બોલે છે અને કઈ રાશિના લોકો જુઠ્ઠું બોલવું પસંદ કરતા નથી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે જુઠ્ઠું બોલવું ખરાબ વાત છે, પણ આપણામાંનું દરેક કોઈ જુઠ્ઠું બોલે જ છે. કારણ ભલે કોઈ પણ હોય આપણે જુઠ્ઠું બોલી જ દેતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે તેનો સંબંધ આપણી રાશિઓ સાથે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિની આપણા જીવન પર ઉંડી અસર હોય છે. રાશિઓની મદદથી આપણે જીવનમાં નાની નાની વાતોની જાણકારી મેળવી શકીએ છીએ. આજે અમે તમને રાશિના આધારે અમે જણાવિશું કે કઈ રાશિના લોકો સૌથી વધુ જુઠ્ઠું બોલે છે અને કઈ રાશિના લોકો જુઠ્ઠું બોલવું પસંદ કરતા નથી.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો પોતાની વાતને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં માને છે. જેથી તમને જુઠ્ઠું બોલવાની જરૂર પડતી નથી. તેમની માટે જુઠ્ઠું બોલવું સરળ નથી. તેમને કોઈ પણ પ્રકારનો ડ્રામા પસંદ નથી. ઉપરાંત તેઓ સરળતાથી કોઈ વાતમાં આવતા પણ નથી.

વૃષભ

વૃષભ

આ રાશિના લોકો જુદ્દી સ્વભાવના હોય છે. તેમને દરેક વસ્તુ તેમની ઈચ્છા પ્રમાણે જોઈએ. જ્યારે વસ્તુ તેમની ઈચ્છા મુજબ ન થાય તો તેમના પક્ષમાં કરવા માટે તેઓ નાના-મોટા જુઠ્ઠાણાંનો આશરો લેવામાં પાછા પડતા નથી.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો તોફાની હોય છે. તેઓ હંમેશા બીજાના આકર્ષણનું કેન્દ્ર બનવું પસંદ કરે છે. તેઓ સૌથી વધુ જુઠ્ઠાણાંનો આશરો લે છે. વાતે વાતે તેમને જુઠ્ઠું બોલવાની ટેવ હોય છે. તેમના વિચારો સ્થિર નથી. સાથે જ તેમની પસંદ અને નાપસંદ પણ બદલાતી રહે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો ખૂબ જ પ્રામાણિક અને કેયરિંગ સ્વભાવના હોય છે. તેઓ જુઠ્ઠાનો આશરો માત્ર પોતાનાઓ માટે જ લે છે. તેમની માટે પોતાની ખુબીઓ વધુ મહત્વ ધરાવે છે. જેથી ઘણી વાર તેઓ પોતાના લોકોની ખુશીઓ માટે જુઠ્ઠું બોલી દેતા હોય છે.

સિંહ

સિંહ

આ રાશિના જાતકોને લોકોની વચ્ચે ઘેરાયેલા રહેવું અને આકર્ષણનું કેન્દ્ર બનવું ગમે છે. તેઓ એટલી ચોખ્ખાઈથી જુઠ્ઠું બોલી નાખે છે કે સામેવાળી વ્યકિતને તે સાચુ લાગે છે. સાથે જ વાતને ખૂબ ચઢાવીને બોલવાથી તેમની વાત સાચી લાગવા લાગે છે.

કન્યા

કન્યા

આ રાશિના જાતકોને જુઠ્ઠું બોલવું જરાય પસંદ નથી. ક્યારેય તેમની સામે એવી કોઈ પરિસ્થિતિ આવે કે સાચુ બોલવાથી વાત બગડી શકે છે તો તેઓ સમજી-વિચારીને જુઠ્ઠું બોલે છે. પણ તેમનો ઈરાદો હંમેશા સારો હોય છે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો તમામ રાશિઓમાં સૌથી ડિપ્લોમેટિક રાશિ મનાય છે. જો તેઓ એવી કોઈ પરિસ્થિતિમાં ફસાઈ જાય કે ત્યાં તેમને જુઠ્ઠું બોલવાથી ફાયદો હોય તો આવા સમયે તેઓ પાછા પડતા નથી. સાથે જ મિથુન અને સિંહ રાશિની જેમ તેમનું જુઠ્ઠાણું લોકો સાચુ માની લે છે અને તેમના પર વિશ્વાસ કરી લે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

જુઠ્ઠું બોલવું વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ સરળ છે. ઘણી વાર તેમને સમજવું મુશ્કેલ છે. તેઓ વાતને એટલી ચઢાવીને બોલે છે કે તેમની વાત પર શંકા કરવી અશક્ય બની જાય છે.

ધન

ધન

ધન રાશિના જાતકોને જુઠ્ઠું બોલવું પસંદ નથી. તેઓ પોતાના સંબંધને ઘણું મહત્વ આપે છે, પછી ભલે તે મિત્ર હોય કે કોઈ નજીકનો સંબંધિ. જો તેઓ એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય જ્યાં જુઠ્ઠું બોલવું પડે એવા સમયે તેઓ તમામ પ્રયત્નો કરે છે કે તેમને જુઠ્ઠાનો આશરો ન લેવો પડે.

મકર

મકર

મકર રાશિના જાતકોને જુઠ્ઠાણાંથી નફરત છે. તેઓ પોતાની વાત સ્પષ્ટ રીતે કહેવામાં વિશ્વાસ રાખતા નથી. જો તેમને કોઈ વાત પસંદ ન આવે તો તે તમારા મોઢે જણાવે છે. એવી કોઈ પરિસ્થિતિમાં તેમને જુઠ્ઠું બોલવાનો વારો આવે તો તેઓ વધુ સમય સુધી તેને છૂપાવી શકતા નથી અને પોતાને અપરાધી ગણવા લાગે છે. આવા સમયે તેમનું જુઠ્ઠાણું તરત બહાર આવી જાય છે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકો ખુશમિજાજી હોય છે. હસતા રહેવું તેમને ખૂબ ગમે છે. વાર્તાઓ ઘડવામાં તેઓ હોંશિયાર હોય છે. તેઓ ખૂબ ચોખ્ખાઈથી જુઠ્ઠું બોલીને નીકળી જાય છે. બીજા સરળતાથી તેમના પર વિશ્વાસ કરી લે છે. કુંભ રાશિને ખૂબ મતલબી કહેવાય છે, પોતાનો મતલબ હોય ત્યાં તેઓ જુઠ્ઠુ બોલવામાં પાછા પડતા નથી.

મીન

મીન

મીન રાશિના જાતકો ખૂબ ઓછું જુઠ્ઠું બોલે છે. આ રાશિના લોકો અત્યંત સંવેદનશીલ હોય છે. એવી કોઈ પરિસ્થિતિમાં તેમણે બીજાની ભલાઈ માટે જુઠ્ઠું બોલવું પડે તો તેઓ બોલી દે છે. એટલે કે પોતાના લોકોને મુસીબતમાંથી બચાવવા માટે તેઓ જુઠ્ઠુ બોલી દેતા હોય છે.

English summary
Ways In Which Individuals Can Lie Based On Their Zodiac Sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X