કુંડળી કહે છે, 'સોનિયાને કોઇ હરાવી નહીં શકે'!

Posted By:
Subscribe to Oneindia News

[પંડિત દયાનંદ શાસ્ત્રી], શ્રીમતી સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર, 1946ના રોજ રાત્રે 9.15 વાગે ઇટલીના તુરીનમાં થયો હતો. જન્મ 9/12/1946ના રોજ ઇટલીના વેનેટો વિસ્તારમાં આવેલ વિકૈંજા નામના સ્થાનથી 30 કિમીના અંતરે આવેલા એક નાનકડા ગામ લુસિયાનામાં થયો હતો. તેમની રાશિ મિથુન છે. લગ્ન કર્કમાં થયા હતા.

તેમની કુંડળીમાં માલવ્ય મહાપુરુષ યોગ, બુધાદિત્ય યોગ, સુનફા યોગ, ઉભયચર યોગ, કાહલ યોગ, અમર યોગ, ધન યોગ અને દાન યોગ છે. સોનિયા ગાંધીની કુંડળીમાં કર્ક લગ્ન છે જેને કુશળ રાજનીતિજ્ઞોના લગ્ન માનવામાં આવે છે. લગ્નમાં બેસેલ શનિ પણ જાતકને કૂટનીતિજ્ઞ તથા કુશળ પ્રશાસક બનાવે છે.

ચંદ્ર કુંડળીથી પંચમ ભાવમાં બિરાજમાન ગુરુ અને શુક્રએ પણ તેમને રાજનીતિના પંડિત બનાવ્યા. જો ચર લગ્ન હોય, અને ગુરુ, શુક્ર તથા શનિ કેન્દ્રોમાં હોય તો અંશાવતાર યોગ હોય છે. આવા જાતક મોટી હસ્તી હોય છે અને તેને યુગ પુરુષ માનવામાં આવે છે. સોનિયાની જન્મ કુંડળીમાં શનિ વક્રી બનીને લગ્નમાં સ્થિત છે. વર્તમાન સમયમાં તે બુધ ગ્રહ ક્યાંક મહાદશામાં શનિ ગ્રહની અંતર્દશાથી પસાર થઇ રહ્યું છે. શનિ સપ્તમેશ અને અષ્ટમેશ છે. ગુરુ ષષ્ટેશ અને ભાગ્યેશ છે. એવામાં આ અંતર્દશામાં તેમની પ્રતિષ્ઠા સતત વધતી જઇ રહી છે.

તેમણે પોતાની કિશોરાવસ્થાના સમયે ટ્યૂરિનના સમીપ અને બાસાનો નામના સ્થાન પર રોમન કેથોલિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમના પિતા એક બિલ્ડર કોંન્ટ્રાક્ટર હતા, જેમનું વર્ષ 1983માં નિધન થયું હતું. તેમની માતા અને બે બહેનો ઓરવાસાનોની આસપાસ જ રહે છે. વર્ષ 1964માં તેઓ ઇંગ્લિશ સ્ટડી કરવા માટે કેંબ્રિઝ જ્યાં ઇ.સ. 1965માં તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે એક ગ્રીક રેસ્ટોરન્ટમાં થઇ.

સોનિયા અને રાજીવે વર્ષ 1968માં વિવાહ કરી લીધા અને આ પ્રકારે તેમનું પદાર્પણ તેમની સાસુ અને તત્કલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીના ઘરે થયું. વર્ષ 1970માં તેમણે પુત્ર રાહુલ ગાંધી તથા 1972માં પુત્રી પ્રિયંકા ગાંધીને જન્મ આપ્યો.

પ્રભાવશાળી નેહરુ પરિવારના સભ્ય હોવા છતાં સોનિયા અને રાજીવ ગાંધીએ પોતાને રાજકારણને સંપૂર્ણપણે દૂર રાખ્યા. રાજીવ ગાંધી એયરલાઇન પાયલટનું કાર્યભાર સંભાળ્યું જ્યારે સોનિયા ગાંધીએ ઘરની સંભાળ રાખી. 23 જૂન 1980માં એક હવાઇ દૂર્ઘટનામાં સંજય ગાંધીનું મોત થવાના કારણે ઇ.સ 1982માં રાજીવ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો.

સોનિયાએ પરિવારની દેખભાળ રાખી અને જનતા સાથે કોઇ પણ પ્રકારનો સંપર્ક રાખ્યો નહીં. સોનિયા ગાંધીનો ભારતીય જનતા સાથે સંપર્ક સાસુ ઇંદિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધીના વડાપ્રધાન બન્યા બાદ થયો. 1984માં સોનિયા ગાંધીએ પોતાના પતિ દ્વારા અમેઠીમાંથી ચૂંટણી લડવા પર તેમનો જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. તે સમયે રાજીવના વિરુધ્ધમાં તેમના સ્વર્ગીય ભાઇની પત્ની મેનકા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઉતરી હતી.

સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું

સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું

સોનિયા ગાંધીની કુંડળીમાં દ્વિત્તિય ભાવનો સિંહ રાશિનો સ્વામી સૂર્ય પંચમ ભાવમાં છે. શુક્ર ગ્રહની દશમ ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ છે. પરિણામે તેમને વર્તમાન સમયમાં પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવનારા સમયમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસને દેશમાં વધુ સફળતા મળશે.

ભાગ્ય સાથ દેગા

ભાગ્ય સાથ દેગા

વર્તમાન સમયમાં ગુરુ અને શનિના ગોચરીય પ્રભાવથી તેમના પરાક્રમ તથા વ્યક્તિગત, સામાજિક અને રાજનૈતિક પ્રભાવમાં નિરંતર અભિવૃદ્ધિ થશે અને ભાગ્ય પણ તેમનો સાથ આપતો રહેશે.

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પકડ મજબૂત થશે

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પકડ મજબૂત થશે

આવતા વર્ષના એપ્રિલ મહીનાથી તેમના માન સન્માનમાં વધારે વૃદ્ધિ થશે તથા નવેમ્બર 2014 અને 2015માં તેમને અપાર પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્તિના ગ્રહ યોગ બની રહ્યા છે અને સાથે જ આંતરરાષ્ટ્રિય રાજનીતિમાં પણ તેમની પકડ મજબૂત બનશે.

આવનાર સમય સોનિયાને આપશે પ્રગતિ

આવનાર સમય સોનિયાને આપશે પ્રગતિ

2014ના ઉત્તરાર્ધમાં તેમની પ્રતિષ્ઠા ઝડપથી વધશે કારણ કે તે સમયે તેમની કુંડળીમાં પંચમસ્થ કેતુની દશા ચાલી રહી હશે અને ગોચરમાં તેમના જન્મ લગ્નમાં ઉચ્ચરાશિસ્થ ગુરુ હશે તથા શનિ ઉચ્ચના થઇને ભાગ્યેશ અને સુખેશ પર ગોચર કરી રહ્યા હશે. ગ્રહ યોગ અનુસાર એ સમયે સોનિયા ગાંધી ભારતીય રાજનીતિમાં વધારે આદરણીય અને પ્રભાવશાળી વ્યક્તિત્વના રૂપમાં ઉભરી આવશે.

શ્રેષ્ઠ રાજયોગ સફળતાદાયક સિદ્ધ થશે

શ્રેષ્ઠ રાજયોગ સફળતાદાયક સિદ્ધ થશે

સોનિયા ગાંધીની કુંડળીમાં પંચમ ભાવમાં આત્મકારક સૂર્ય ચંદ્ર લગ્નેશ બુધ અને કેતુની સાથે સ્થિત છે તથા રાહુથી દ્રષ્ટ છે. પંચમ ભાવ પર ચાર ગ્રહોનો પ્રભાવ હોવાથી પંચમ ભાવ શક્તિશાળી થઇ ગયો છે. કારકાંશ કુંડળીમાં શ્રેષ્ઠ રાજયોગ સફળતાદાયક સિદ્ધ થશે.

English summary
Hurdles in personal and professional front are seen. Try to handle the difficult situation in a calm and intelligent way because rashness is definitely not going to help Sonia Gandhi in this period.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.