For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારા હાથમાં પણ બે ભાગ્ય રેખાઓ છે?

બંને હથેળી પર હાજર ભાગ્ય રેખાને વાંચી નિષ્ણાતો તમારા જીવનના મહત્વપૂર્ણ પાસાઓ વિશે જણાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

તમારી હથેળીની રેખા તમારા જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ તરફ ધ્યાન દોરે છે. બંને હથેળી પર હાજર ભાગ્ય રેખાને વાંચી નિષ્ણાતો તમારા જીવનના મહત્વપૂર્ણ પાસાઓ વિશે જણાવી શકે છે. ભલે તે પ્રમોશન હોય કે પછી કોઈ એવો પડાવ કે જેનાથી તમારે તમારી કારકિર્દીમાં ફેરફાર કરવો પડે, આ બધી બાબતો ભાગ્ય રેખાની મદદથી જાણી શકાય છે. આ લેખ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરીએ કે જો હથેળી પર બે ભાગ્ય રેખાઓ હોય તો તેનો શું અર્થ છે.

આ પણ વાંચો: 2019માં આ રાશિના જાતકોના કરિયરને મળશે નવી દિશા, થશે પ્રમોશન

બે ભાગ્ય રેખાઓ

બે ભાગ્ય રેખાઓ

જો તમારી હથેળી પર બે ભાગ્ય રેખાઓ હોય અને તેમાંથી એક ચંદ્ર પર્વત પરથી શરૂ થાય છે અને સાથે તે મગજની રેખા પાર કરતી વખતે હૃદયની રેખા પર સમાપ્ત થાય છે તો નિષ્ણાતો અનુસાર તે વ્યક્તિ ખૂબ નસીબદાર હોય છે.

આવા લોકો હોય છે સર્જનાત્મક

આવા લોકો હોય છે સર્જનાત્મક

જે લોકોની બે ભાગ્ય રેખાઓ હોય છે તેઓ કલા અને શિલ્પ વગેરેની બાબતમાં ખૂબ નિપુણ હોય છે. તેઓ તેમના જીવનમાં ખૂબ જ સફળ રહે છે. તેમની પાસે આવકના બે સ્ત્રોત છે. એવું પણ જોવામાં આવ્યું છે કે લોટરીમાં પણ તેમનું કિસ્મત તેમનો સાથ આપે છે. ટૂંકમાં, જેટલી વધુ ભાગ્ય રેખાઓ આવકના સ્ત્રોત પણ તેટલા જ મળી જાય છે.

જો ચંદ્ર પર્વતથી ભાગ્ય રેખા શરૂ થઇ છે

જો ચંદ્ર પર્વતથી ભાગ્ય રેખા શરૂ થઇ છે

જો વ્યક્તિની ભાગ્ય રેખા ચંદ્ર પર્વતથી શરૂ થઇ છે તો તે વ્યક્તિ સમૃદ્ધ અને ધનવાન હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે આવી રેખા ધરાવતા વ્યક્તિને મુસાફરી કરવાની ઘણી તકો મળે છે, પરંતુ તે તેમના લગ્નજીવનથી અસંતુષ્ટ રહે છે.

જો મુખ્ય ભાગ્ય રેખા લાંબી અને બીજી નાની

જો મુખ્ય ભાગ્ય રેખા લાંબી અને બીજી નાની

જો તમારી મુખ્ય ભાગ્ય રેખા લાંબી હોય અને બીજી ભાગ્ય રેખા નાની હોય તો હંમેશાં નાની ભાગ્ય રેખા સહાયક ભાગ્ય રેખા તરીકે કાર્ય કરે છે.

જ્યારે ભાગ્ય રેખા તદ્દન અસ્પષ્ટ હોય

જ્યારે ભાગ્ય રેખા તદ્દન અસ્પષ્ટ હોય

જ્યારે નસીબની રેખા ખૂબ અસ્પષ્ટ હોય છે અથવા તે હથેળી પર ખૂબ જ મુશ્કેલીથી દેખાઈ રહી હોય તો, તે ભાગ્ય અને કિસ્મત પર અવિશ્વાસને દર્શાવે છે. આ પ્રકારની અસ્પષ્ટ રેખાઓ એ વ્યક્તિઓના હાથોમાં જોવા મળે છે જેઓ ભૌતિકવાદી હોય છે.

જો ભાગ્ય રેખાઓ વચ્ચે ત્રિકોણ અથવા ટાપુના આકાર જેવું બનેલું હોય

જો ભાગ્ય રેખાઓ વચ્ચે ત્રિકોણ અથવા ટાપુના આકાર જેવું બનેલું હોય

બે ભાગ્ય રેખાઓના મધ્યમાં ત્રિકોણ જેવો આકાર હોવો એ ખૂબ ખરાબ સંકેત માનવામાં આવે છે. તે જણાવે છે કે તે વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવશે.

English summary
What Does A Double Fate Line Mean in Palmistry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X