જાણો તમારી રાશિ તમારી સેક્સુઅલ લાઇફ વિષે શું કહે છે!

By Chaitali Shukla
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    આપણને હંમેશા આપણા થનારા લાઇફ પાર્ટનર વિષે જાણવાની ઇચ્છા ધરાવીએ છીએ. જેને આપણે પ્રેમ કરીએ છીએ અને જેની સાથે આપણે આપણું જીવન વિતાવવા ઇચ્છીએ છીએ પણ તેના વિષે બધુ જ જાણવું લગ્ન પહેલા શક્ય નથી હોતું હોતું. જો કે જ્યોતિષ આ મામલે તમારી મદદ કરી શકે છે.

    જેના દ્વારા તમે તમારી આશા અને ઇચ્છા મુજબ પોતાના માટે યોગ્ય લાઇફ પાર્ટનર શોધી શકો છો. તો વાંચો નીચેના આ આર્ટીકલ જેમાં જ્યોતિષ મુજબ રાશિ પ્રમાણે તમારી સેક્સુઅલ લાઇફ વિષે અમે તમને જણાવાના છીએ. સાથે જ જે તે વ્યક્તિ સામે કંઇ રાશિનો વ્યક્તિ સારો રહેશે તે વિષે પણ વધુ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

    મેષ (માર્ચ 20થી 19 એપ્રિલ)
      

    મેષ (માર્ચ 20થી 19 એપ્રિલ)

    મેષ રાશિવાળા જાતકો આત્મનિર્ભર અને ઊર્જાવાન હોય છે. તે જેવું ઇચ્છે છે તેવું મેળવી લે છે. તેમની વધુ કામુક ઇચ્છાના કારણે તે પોતના પાર્ટનરને ખુલીને પ્રેમ આપે છે. અને તે આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. તેમને કંઇક નવું અને હટકે કરવું ગમે છે. જો તમે બેડરૂમ સુખને પ્રાધાન્ય આપતા હોવ તો આ રાશિના જાતકોથી લગ્ન કરી શકો છો. સિંહ, ધનુ, મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો આ રાશિના બેસ્ટ પાર્ટનર બની શકે છે.

    વૃષભ (20 એપ્રિલથી 20 મે)
      

    વૃષભ (20 એપ્રિલથી 20 મે)

    વૃષભ રાશિના જાતકો રોમાન્ટિક અને કામુક હોય છે. તે લોકોને સેક્સથી પહેલા લવમેકિંગ કરવું ગમે છે. તે થોડા લાગણીસભર પણ હોય છે. અને આળસુ પણ તે ઇચ્છે છે કે તેમનો સાથી પહેલા શરૂઆત કરે. જો કે એક વાર શરૂઆત કર્યા પછી તે તેને ચરમ સીમા સુધી લઇ જાય છે
    આ રાશિ માટે બેસ્ટ સેક્સ પાર્ટનર કન્યા, મકર, મીન, વૃશ્ચિક છે.

    મિથુન (21 મે થી 21 જૂન)
      
     

    મિથુન (21 મે થી 21 જૂન)

    આ લોકો હિંમતવાળા હોય છે. તે પ્રેમ કરવામાં એક્સપર્ટ હોય છે. તે વસ્તુઓને સહજભાવે અને વારંવાર કરવામાં માને છે. જો કે તે બહુ જલ્દી બોર થઇ જાય છે. માટે તેમને તેવો પાર્ટનર ગમે છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે અને બોર ના થવા દે. મિથુન રાશિના જાતકો સ્પષ્ટતાવાદી, રચનાત્મક અને જોખીમ લેનારા હોય છે.
    આ રાશિ માટે તુલા, કુંભ, મેષ, સિંહ અને ધનુ રાશિના જાતકો સારા પાર્ટનર બની શકે છે.

    કર્ક (22 જૂનથી 22 જુલાઇ)
      

    કર્ક (22 જૂનથી 22 જુલાઇ)

    કર્ક રાશિના જાતકો પ્રાઇવસીમાં માને છે. તેમને પ્રેમ કરવો અને તેમના પાર્ટનરની ઇચ્છા પૂરી કરવી ગમે છે. તે સેક્સ પહેલા તેમના પાર્ટનરને શારિરીક અને માનસિક રીતે જાણવા માંગે છે. તે તેમના પાર્ટનરને કેવી રીતે ખુશ કરવું તે વાત સારી રીતે જાણે છે. તેમને કોઇ પ્રેમ કરે તેમની કેર કરે તે વાત ગમે છે.
    વૃશ્ચિક, મીન, મિથુન, કન્યા અને મકર રાશિના જાતકો તેમના માટે યોગ્ય સેક્સ પાર્ટનર સાબિત થઇ શકે છે.

    સિંહ (23 જુલાઇથી 22 ઓગસ્ટ)
      

    સિંહ (23 જુલાઇથી 22 ઓગસ્ટ)

    સિંહ રાશિના જાતકો ભાવુક અને આકર્ષક હોય છે. તે મજાકિયા સ્વભાવના હોય છે. થોડાક કઠોર અને સેક્સી પણ હોય છે. તેમને તે જાણવામાં વધુ રસ હોય છે કે તે જે કરી રહ્યા છે તેનાથી તેમ ખુશ છો કે નહીં. તે થોડા નાટકિય હોય છે જો કે પાર્ટનર સાથે મળે તો તે પ્રેમ ભરપૂર કરે છે.
    આ લોકો માટે મેષ, કર્ક, મિથુન, તુલા, કુંભ રાશિના લોકો શ્રેષ્ઠ પાર્ટીનર હોય છે.

    કન્યા (23 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર)
      

    કન્યા (23 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર)

    આ લોકો તાર્કિક અને વહેવારું હોય છે. તેમને નિયમ પસંદ હોય છે. તે પહેલા જાણશે કે તમારી તેમનાથી અપેક્ષા શું અને પછી તેને પૂરી કરવાનો પ્રયાસ કરશે. જ્યારે તે સુરક્ષિત અને આરામ અનુભવે છે ત્યારે તે કામુક બને છે. અને પાર્ટનરની ઇચ્છા પર ધ્યાન આપે છે.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર વૃષભ, મિથુન, કર્ક, વૃશ્ચિક, મીનના જાતકો બની શકે છે.

    તુલા (23 ઓગસ્ટ થી 22 ડિસેમ્બર)
      

    તુલા (23 ઓગસ્ટ થી 22 ડિસેમ્બર)

    પાર્ટનર પર ધ્યાન આપવું પાર્ટનરને ખુશ કરવો તેમને ગમે છે. તે થોડાક જ રોમાન્ટિક હોય છે પણ પ્રેમમાં ખૂબ આગળ વધવા માંગે છે. પણ તેમને પોતાની પ્રશંસા પણ એટલી જ પસંદ છે. તે વાતોડિયા અને મિલનસાર હોય છે. માનસિક ઉત્તેજના અને કામુક વાતોથી તે ઉત્તેજિત થઇ જાય છે.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર મિથુન, કુંભ, મેષ, સિંહ, ધનુ રાશિના જાતકો બની શકે છે.

    વૃશ્ચિક (23 ઓક્ટોબર થી 21 નવેમ્બર)
      

    વૃશ્ચિક (23 ઓક્ટોબર થી 21 નવેમ્બર)

    આ લોકો સારા સેક્સ પાર્ટનર હોય છે. તે કામોત્તુજક અને કામુક હોય છે. તેમને દરેક વસ્તુઓ કરવી ગમે છે. જો કે તે પ્રેમ આપવા અને લેવામાં માને છે. અને પોતાના હક જમાવવો પણ તેમને ગમે છે.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર કર્ક, મીન, મિથુન, કન્યા, મકર રાશિના જાતકો બની શકે છે.

    ધનુ (22 નવેમ્બર થી 21 ડિસેમ્બર)
      

    ધનુ (22 નવેમ્બર થી 21 ડિસેમ્બર)

    આ લોકો ઉત્તેજક અને કલ્પનાશીલ હોય છે. તેમને પ્યાર કરવો ગમે છે. પણ તે જલ્દી બોર થઇ જાય છે. અને કોઇ વસ્તુને ગંભીરતાથી લેવી પણ જોઇએ તે વસ્તુ સમજતા પણ તેમને સમય લાગે છે. આ લોકો પૂર્ણ રીતે આત્મનિર્ભર હોય છે. અને તેમને એકલા રહેવાનો ડર નથી લાગતો. અને તેમને કોઇ પણ પ્રકારનું પોતાના પર નિયંત્રણ પસંદ નથી.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર મેષ, સિંહ, કન્યા, તુલા, કુંભ રાશિના જાતકો બની શકે છે.

    મકર (22 ડિસેમ્બર થી 19 જાન્યુઆરી)
      

    મકર (22 ડિસેમ્બર થી 19 જાન્યુઆરી)

    નવાઇની વાત છે આ લોકો જેની જોડે ભવિષ્ય નથી વીતાવતા તેની સાથે સેક્સ કરવાનું પસંદ કરે છે. તે વધુ વિચારવા વાળા નિયમનું પાલન કરનારા હોય છે. તેમને સેક્સમાં ઓછી રુચિ હોય છે. જો કે આ મામલે તેમનાથી વધુ આશા રાખવી ઠીક નથી. તે વફાદાર અને દયાળુ હોય છે. અને પોતાના પાર્ટનરને ખુશ રાખવો પોતાનો ઉદ્દેશ સમજે છે.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર વૃષભ, કન્યા, કર્ક, વૃશ્ચિક, મીનના જાતકો બની શકે છે.

    કુંભ (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી)
      

    કુંભ (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી)

    આ બેડરૂમમાં નવા અનુભવ અને નવી વસ્તુઓ કરનારા હોય છે. તેમને નવી અને સહાસી વસ્તુઓ કરવી ગમે છે. તે ભાવુક અને ઉત્સાહી હોય છે. અને વસ્તુઓને રસપ્રદ બનાવી રાખવામાં માને છે.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર મિથુન, તુલા, સિંહ, ધનુ રાશિના જાતકો બની શકે છે.

    મીન (19 ફેબ્રુઆરીથી 20 માર્ચ)
      

    મીન (19 ફેબ્રુઆરીથી 20 માર્ચ)

    મીન રાશિ વાળા કદી પોતે પહેલ નથી કરતા. તેમને બીજાનું પ્રોત્સાહન જોઇએ છે. તેમના માટે પ્રેમ સેક્સ કરતા વધુ મહત્વનો છે. માટે જ તેમને પ્રેમ સિવાય મેળવવું મુશ્કેલ છે. જો કે તે જેને પ્રેમ કરે છે તેને પૂરો પ્રેમ અને સુખ આપે છે.
    આ રાશિના બેસ્ટ સેક્સ પાર્ટનર કર્ક, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ રાશિના જાતકો બની શકે છે.

    English summary
    What Does Your Zodiac Sign Say About Your love Life? Is our sexual compatibility written in the stars? Can we tell what sort of lover someone is just based on their zodiac sign?
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more