Saturn Retrograde: જાણો વક્રી શનિ બધા ભાવોને કેવું ફળ અર્પે
23 મેથી શનિ વક્રી થયો છે. ત્યારે જાણવું જરૂરી છે કે વક્રી શનિ અલગ અલગ ભાવોમાં કેવું ફળ આપે છે. જ્યોતિષ ગ્રંથો મુજબ શનિ વક્રી થવા પર વ્યક્તિએ પોતાની મહત્વકાંક્ષા અને અસીમિત ઈચ્છાઓ પર અંકુશ લગાવવો જોઈએ. કેમ કે શનિ વક્રી કાળમાં વ્યક્તિ અસુરક્ષિત, અંતર્વિરોધી, અસંતોષી, અશાંત થઈ જાય છે. આવા વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવી જાય છે. સર્વશક્તિશાળી હોવા છતાં પણ વ્યક્તિ કોઈ ભૂલ કરી બેસે છે, જેના પર તેને બાદમાં પછતાવો થાય છે.

પ્રથમ પ્રભાવમાં વક્રી શનિ
જો શનિ પ્રથમ ભાવમાં વક્રી થાય તો વ્યક્તિ સમજૂતી અને સુધારવાદી વિચારોને નકારી દે છે. આવા વ્યક્તિ ખુદના વિચારો અને અહમને બીજા પર જબરદસ્તી થોપવા માંગે છે. પોતાની જીદ અને અહંકારી ભાવનો ત્યાગ કરી દે તો આવા વ્યક્તિ સારા માણસ બની શકે છે. લગ્નસ્થ વક્રી શનિ જાતકને કુટિલ પરંતુ ધનવાન બનાવે છે. આવા વ્યક્તિ રાજનીતિમાં સારી સફળતા મેળવે છે.

દ્વિતીય ભાવમાં વક્રી શનિ
દ્વિતીય ભાવનો વક્રી શનિ જાતકમાં અસુુરક્ષાની ભાવના પેદા કરે છે. વ્યક્તિ ભૌતિક સાધનો અને શારીરિક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે આમ-તેમ ભાગતો ફરે છે. સમજ્યા, વિચાર્યા વિના ખર્ચ પણ કરી દે છે. દ્વિતીયસ્થ વક્રી શનિ જાતકને વિદેશી કારોબારથી લાભ કમાવાનો અવસર આપે છે. જેના સ્વભાવ અને વાણીમાં કટુતા રહે છે. જેનાથી કેટલીયવાર પરિવાર અથવા મિત્ર નારાજ થઈ જાય છે.

તૃતિય ભાવમાં વક્રી શનિ
આવા જાતક પોતાની જવાબદારીઓથી હંમેશા દૂર ભાગતા રહે છે. ભાઈ- બહેનોને ક્યારેય સહયોગ નથી કરતા. સ્વયંની શિક્ષા અને ચરિત્ર નિર્માણ પ્રત્યે ઉદાસીન રહે છે. વારંવાર તેમને રોગ પરેશાન કરે છે. આવા વ્યક્તિ જીવનના 25થી 45 વર્ષની ઉંમરમાં ખુબ મહેનત કરે છે પરંતુ છતાં પણ અશાંત રહેશે. ગૂઢ વિદ્યાઓમાં તેમની રૂચિ હોય છે. કેટલાય મામલામાં આર્થિક સંકટો પેદા થઈ જાય છે.

ચતુર્થ ભાવમાં વક્રી શનિ
ચતુર્થ ભાવનો વક્રી શનિ જાતકને અતિભાવુક બનાવે છે. આ કારણે કેટલીયવાર આવો વ્યક્તિ ઠગાઈ જાય છે. ધુનના પાક્કા હોય છે. એકવાર કોઈ કામની પાછળ પડી જાય તો તે પૂરું કરીને જ જંપે છે. ચતુર્થનો વક્રી શનિ જાતકને માતા અને પોતાના મૂળ ઘર પરિવારથી દૂર કરી દે છે. આવા વ્યક્તિના જીવનનો ઉત્તરાર્ધ સુખી હોય છે. આખા જીવનમાં જે ગુમાવ્યું તે અંતમાં મેળવી લે છે.

પંચમ ભાવમાં વક્રી શનિ
પંચમસ્થ વક્રી શનિ જાતકને બાળકો પ્રત્યે લાપરવાહ બનાવે છે. આ બાળકોને યોગ્ય શિક્ષણ, જરૂરતો વગેરે પર ધ્યાન ના આપવાના ફળસ્વરૂપે સંતાન પણ તેમને કંઈ નથી માનતી. પ્રેમના મામલામાં આવા વ્યક્તિ સ્વાર્થી હોય છે. તેઓ પત્ની કે પ્રેમિકાને માત્ર શારીરિક ઉપભોગ સુધી સીમિત માને છે. તેમને સમાજમાં યોગ્ય આદર નથી મળતો. આર્થિક દ્રષ્ટિએ તેઓ કમજોર હોય છે. વ્યર્થમાં ધન ખર્ચ કરે છે.

ષષ્ઠમ ભાવમાં વક્રી શનિ
વક્રી શનિ છઠ્ઠા ભાવમાં હોય તો જાતક સમાજહિતનું કોઈ કાર્ય નથી કરતો. આ સામાજિક, પારિવારિક જવાબદારીઓથી બચવાનો પ્રયત્ન કરતો રહે છે. સ્વયંના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહ હોય છે. શારીરિક રૂપે કમજોર હોવાના કારણે તેના શત્રુ લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. આર્થિક દ્રષ્ટિએ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આવા વ્યક્તિનું ધ્યાન પોતાના કામ પર હોય છે.

સપ્તમ ભાવમાં વક્રી શનિ
વક્રી શનિ સપ્તમ સ્થાનમાં હોવા પર વ્યક્તિ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં લાંબી ભાગીદારી નથી કરતું તેમનું વૈવાહિક જીવન પણ લાંબુ નથી ચાલતું. વેપારીઓની પાર્ટનરશિપ તૂટી જાય છે. આવો વ્યક્તિ શકી હોય છે. તે હંમેશા બીજાના કામમાં કમી કાઢતો રહે છે. સપ્તમનો વક્રી શનિ જીવનસાથીથી દૂરી બનાવે છે. શારીરિક અને આર્થિક દ્રષ્ટિએ જાતક કમજોર રહે છે.

અષ્ટમ ભાવમાં વક્રી શનિ
આઠમા સ્થાનનો વક્રી શનિ કેટલાક માપદંડોમાં સારો હોય છે. આવો શનિ જાતકને ઉચ્ચ કોટિનો વિદ્વાન, જ્યોતિષી, દાર્શનિક બનાવે છે પરંતુ આ પોતાની વિદ્યાઓનો ખોટો ઉપયોગ પણ કરી જાય છે. આ પોતાની શક્તિઓનો પ્રયોગ કરી બીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ કારણે તેણે નિંદાનો સામનો પણ કરવો પડે છે. કેટલીયવાર જાતક માનસિક રોગી પણ થઈ જાય છે.

નવમ ભાવમાં વક્રી શનિ
નવમ ભાવનો વક્રી શનિ પોતાની આર્થિક સંપન્નતા પ્રત્યે લાપરવાહ બની રહે છે. પૂર્વજોથી પ્રાપ્ત ધન નષ્ટ કરી દે છે. આવા જાતક સંકુચિત વિચાર વાળા હોય છે. આર્થિક અને ધાર્મિક દ્રષ્ટિએ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો પોતાના વિચારોને યોગ્ય દિશામાં લગાવો ત શ્રેષ્ઠતાના શિખર પર વિરાજમાન થઈ શકો છો. સમાજસેવાના કાર્ય કરો તો દુનિયામાં નામ બની શકે છે.
દશમ ભાવમાં વક્રી શનિ
દશમ સ્થાનમાં વક્રી શનિ વાળો જાતક પોતાના અધિકારનો દુરુપયોગ કરે છે. જેમાં પોતાના કાર્યને પ્રદર્શનની પ્રવૃત્તિ હોય છે. જો કે કેટલાય મામલામાં નિરુત્સાહિત અને ઠંડા સ્વભાવના હોય છે. આર્થિક દ્રષ્ટિએ સંપન્ન હોવા છતાં પણ બજાની મદદ નથી કરતા. જીવનનો ઉત્તરાર્ધ રોગો અને તેના પર ખર્ચમાં વ્યતીત થાય છે. પારિવારિક જીવન સામાન્ય રહે છે.

એકાદશ ભાવમાં વક્રી શનિ
એકાદશ ભાવનો વક્રી શનિ વાળા જાકત પોતાના સંબંધીઓ અને મિત્રો સાથે ક્યારેય સરખી રીતે વ્યવહાર નથી કરતા. આ હંમેશા પોતાના નિર્ન વર્ગના લોક સાથે દોસ્તી રાખે છે અને તેમની પ્રશંસા મેળવી ખુદને મહાન સમજવાની ભૂલ કરી બેસે છે. તેને ખુદની ચાપલૂસી કરાવવી પસંદ હોય છે. આવો વ્યક્તિ પોતાના પતિ-પત્ની અને બાળકોનું સંપૂર્ણપણે ધ્યાન નથી રાખો.
દ્વાદશ ભાવમાં વક્રી શનિ
દ્વાદશ ભાવમાં વક્રી શનિ વાળા જાતક અંતર્મુખી હોય છે. તેઓ આળસુ અને લાપરવાહ સ્વભાવના હોય છે. કાર્યોને ટાળવાની પ્રવૃત્તિને કારણે નુકસાન પણ ઉઠાવવું પડે છે. આવા જાતકને હંમેશા શત્રુથી પરાજિત થવાનો ડર બની રહે છે અને હંમેશા પૈસાનું નુકસાન કરી બેસે છે.