For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હથેળીમાં રહેલ જાળનું ચિહ્ન દર્શાવે છે તમારા ભાગ્યની વાત!

હાથ પર રહેલા અસંખ્ય રેખાઓ કહી જાય છે આપણા ભાગ્યની ના વાત રેખાઓના જાળા કેટલા સારાને કેટલા ખરાબ તે જાણવા માંગો છો ? તો વાંચો અહીં..

By Desk
|
Google Oneindia Gujarati News

હથેળીમાં કોઈપણ જગ્યાએ જો ઊભી રેખા હોય અને તેના પર આડી રેખા હોય તો, તે એક રીતે જાળ જેવું બનાવે છે. આ ચિન્હ હસ્ત રેખા શાસ્ત્રમાં જાળ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દરેકની હથેળીમાં ક્યાંકને ક્યાંક આવા જાળ જેવા ચિન્હો જોવા મળે છે. આ જાળના ચિન્હો હથેળીના કોઈ પણ ભાગમાં હોવા શુભ મનાતા નથી. જાળના ચિન્હ પોતાના નામને અનુરૂપ જ વ્યક્તિને જાળમાં ફંસાવે છે અને હેરાન કરે છે. જાણો હથેળીમાં વિવિધ પર્વત પર રહેલુ જાળું ચિન્હ શું દર્શાવે છે?

સ્વાર્થી, ઘમંડી, નિર્દયી

સ્વાર્થી, ઘમંડી, નિર્દયી

જો ગુરૂ પર્વત પર જાળનું ચિહ્ન હોય તો આવી વ્યક્તિ ક્રૂર, સ્વાર્થી, નિર્દયી અને ઘમંડી હોય છે. જો શનિ પર્વત પર જાળનું ચિહ્ન હોય તો આવી વ્યક્તિ મહાકંજૂસ હોય છે. પોતાની કંજૂસાઈના કારણે તે સમાજમાં હાંસીનું પાત્ર બને છે. આવી વ્યક્તિ સ્વભાવમાં મહાઆળસુ પણ હોય છે.

કામનો પછતાવો

કામનો પછતાવો

બુધ પર્વત પર જાળનું ચિહ્ન વ્યક્તિને પછતાવામાં નાખે છે. આવી વ્યક્તિ જીવનભર પોતાના કાર્યોને લઈ પછતાયા કરે છે અને તેનું આખુ જીવન મુશ્કેલીઓમાં વિતે છે. જો ચંદ્ર ક્ષેત્રમાં જાળ બનેલી હોય તો આવી વ્યક્તિ અસ્થિર સ્વભાવની હોય છે, આવા જાતકો આખા જીવન દરમિયાન અસંતુષ્ટ રહે છે. કેતુ પર્વત પર જાળનું ચિહ્ન રોગોનો વાહક હોય છે. આવી વ્યક્તિ જીવનભર કોઈને કોઈ રોગથી ધેરાયેલી રહે છે

નબળું ચારિત્ર

નબળું ચારિત્ર

શુક્ર પર્વત પર જાળુ હોય તો વ્યક્તિનું ચરિત્ર નબળું હોય છે. આવી વ્યક્તિ ભોગ અને વાસનામાં ડુબેલા રહે છે અને લમ્પટ સ્વભાવના હોય છે. સમાજમાં તેમને હંમેશા ખરાબ નજરે જ જોવામાં આવે છે. મણિબંધ રેખા પર જાળનું ચિહ્ન હોય તો તેનાથી વ્યક્તિનું ચારિત્રિક પતન થાય છે. આવી વ્યક્તિનો ક્યારેય ભાગ્યોદય થતો નથી. રાહુ પર્વત પર જાળનું ચિહ્ન વ્યક્તિના ભાગ્ય પર ભારે પડે છે. આવી વ્યક્તિનો ક્યારેય ભાગ્યોદય થતો નથી અને તે હંમેશા દુર્ભાગ્યપૂર્ણ જીવન જીવવા બંધાયેલો રહે છે. મંગળ ક્ષેત્ર પર બનેલુ જાળનું ચિહ્ન વ્યક્તિને માનસિક દ્રષ્ટિએ અશાંત રાખે છે. આવા જાતકો હંમેશા બેચેન રહે છે, તેમને ક્યારેય ચેન પડતો નથી.

અત્યંત અશુભ

અત્યંત અશુભ

હથેળી પર બનેલા નાના નાના ચિહ્નો પણ વ્યક્તિના ભાગ્યને અસર કરે છે. ઘણી વાર લોકો સમજી શકતા નથી કે તેમની સાથે વારંવાર શા માટે અશુભ થયા કરે છે. પણ જો થોડુક ધ્યાન આપવામાં આવે અને રેખાઓનું ગંભીરતાથી અધ્યયન કરવામાં આવે તો તેને સરળતાથી સમજી શકાય છે. સામાન્ય ગણાતા અને ધ્યાન ન ખેંચતા આ જાળ ચિહ્નો વ્યક્તિને કેટલી હદ સુધી હેરાન કરી શકે છે.

English summary
When a palm has lots of lines, in the middle mostly, it is called a full hand. It means that you are very sensitive to the situations and events in your life on a deeper level than most other humans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X