For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી 2017: જાણો દિવાળીની રાતે ક્યાં ક્યાં પ્રગટાવવા દીવા?

દિવાળીની રાત્રે ક્યાં કયો દીપક પ્રગટાવશો? માતા લક્ષ્મી અને ગણેશજીને રિઝવવા આ રીતે દીવાથી સજાવો ઘર

By Desk
|
Google Oneindia Gujarati News

અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળીની દરેક ઘરોમાં તૈયારીઓ પૂરજોરમાં થઈ રહી છે. દિવાળી એટલે ખરીદી, રંગોળી, મીઠાઈઓ, ફૂલો, દીવા અને આતશબાજી. દિવાળીનો દિવસ એટલે દીપોત્સવ. ભગવાન રામ જ્યારે 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત થયા હતા ત્યારે ગ્રામજનોએ તેમના આગમનમાં ઘરે ઘરે દીવા પ્રજ્વલિત કરી તેમનું સ્વાગત કર્યું હતું.

માતા લક્ષ્મી અને ગણપતિ

માતા લક્ષ્મી અને ગણપતિ

આ દિવસે આપણે ગણેશ અને લક્ષ્મીની પૂજા કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણે એવું તો શું કરીએ કે જેથી માતા લક્ષ્મી આખું વર્ષ આપણે ત્યાં વાસ કરે. માતા લક્ષ્મીને ખુશ કરવા લોકો અનેક ઉપાયો કરે છે. આજે અમે તમને જણાવીશું કે દિવાળીની રાત્રે કઈ કઈ જગ્યાએ દીવા પ્રજવલિત કરવા, જેથી તમારા ઘરમાં લક્ષ્મી અને ગણપતિની કૃપા સદૈવ રહે.

તેલના દીવાથી ઘર સજાવો

તેલના દીવાથી ઘર સજાવો

  • સૌ પહેલા એક મોટો ઘીનો દીવો તમે માતા લક્ષ્મીના ફોટાની સામે પ્રગટાવો.
  • ત્યારબાદ ઘરને તેલના દીવાથી સજાવો.
  • તમે તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ સરસીયા તેલના દીવા કરો.
  • ઘરના આંગણે ઘીનો દીવો

    ઘરના આંગણે ઘીનો દીવો

    • ઘરના આંગણામાં ઘીનો દીવો મુકવો જોઈએ.
    • તમારા ઘરની આસપાસના ચારરસ્તે પણ દીવો મુકવા જવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરની દરિદ્રતા દૂર થાય છે.
    • ઘરની આસપાસ જો કોઈ મંદિર હોય તો ત્યાં પણ દીવો કરવો જોઈએ.
    • માતા લક્ષ્મી થશે પ્રસન્ન

      માતા લક્ષ્મી થશે પ્રસન્ન

      • દિવાળીની રાત્રે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
      • ઘરના બેડરૂમમાં દીવામાં કપૂર મુકવાથી પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ વધે છે.
      • ઘરની ગૃહિણીએ રસોઈમાં પણ ઘીનો દીવો ગેસની બંને બાજુએ મુકવો, આમ કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ વર્તાતી નથી.

English summary
Diwali is known as the festival of lights and is regarded as the victory of evil over darkness. Lets know that where could we keep diwali diyas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X