કેવી રીતે શરૂ થયું શ્રાદ્ધ, કોણે સૌથી પહેલુ કર્યુ હતુ શ્રાદ્ધ?

Posted By:
Subscribe to Oneindia News

હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણે ઋણમાં પિતૃ પક્ષ કે શ્રાદ્ધનું મહત્વ એ માટે છે કે પિતૃ ઋણ સૌથી મોટું ઋણ મનાયું છે. શાસ્ત્રોમાં પિતૃ ઋણથી મુક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવાનું વર્ણન જોવા મળે છે. પણ શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં સૌથી પહેલા શ્રાદ્ધની કર્મ વિધિ કોણે કરી હતી? મહાભારત કાળમાં શ્રાદ્ધ વિધિનું વર્ણન સાંભળવા મળ્યુ છે. મહાભારતના અનુસાસન પર્વમાં પણ પણ ભિષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે ઘણી એવી વાતો જણાવી જે વર્તમાન સમયમાં ઘણા ઓછા લોકો જાણે છે. મહાભારતમાં જણાવાયું છે કે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ, આજે આપણે શ્રાદ્ધ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીશું.

મહર્ષિ નિમિએ કરી શરૂઆત

મહર્ષિ નિમિએ કરી શરૂઆત

મહાભારત પ્રમાણે, સૌથી પહેલો શ્રાદ્ધનો ઉપદેશ મહર્ષિ નિમિને મહાતપસ્વી અત્રિ મુનિને આપ્યો હતો. આમ સૌથી પહેલા શ્રાદ્ધની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી, ત્યારબાદ અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. ધીમે ધીમે ચારે વર્ણના લોકો શ્રાદ્ધમાં પિતૃઓને અન્ન આપવા લાગ્યા. લગાતાર શ્રાદ્ધનું ભોજન કરતા-કરતા દેવો અને પિતૃઓ પૂર્ણ તૃપ્ત થઈ ગયા.

પિતૃઓને થયો હતો અજીર્ણ રોગ

પિતૃઓને થયો હતો અજીર્ણ રોગ

શ્રાદ્ધનું ભોજન લગાતાર કરવાથી પિતૃઓને અજીર્ણ એટલે કે ભોજન ન પચવુ તેવો રોગ થઈ ગયો હતો જેથી તેમને તકલીફ થવા લાગી. ત્યારે તે બ્રહ્માજીની પાસે ગયા અને તેમને કહ્યુ કે શ્રાદ્ધનું અન્ન ખાતા ખાતા અમને અજીર્ણ રોગ થઈ ગયો છે, તેનાથી અમને મુશ્કેલી થઈ રહી છે, તમે અમારુ કલ્યાણ કરો.

પહેલું પિંડ પિતાને

પહેલું પિંડ પિતાને

મહાભારત પ્રમાણે અગ્નિમાં હવન કર્યા બાદ જે પિતૃઓને નિયમિત પિંડદાન કરાય છે તેને બ્રહ્મરાક્ષસ પણ દૂષિત કરી શકતા નથી, શ્રાદ્ધમાં અગ્નિદેવને ઉપસ્થિત જોઈ રાક્ષસ ત્યાંથી ભાગી જાય છે. સૌથી પહેલું પિતાને, ત્યારબાદ દાદાને અને ત્યારબાદ પરદાદાને પિંડ દાન કરવું. આ જ શ્રાદ્ધ વિધિ છે. દરેક પિંડ આપતા વખતે એકાગ્રચિત્ત થઈ ગાયત્રી મંત્રનો જાપ તથા સોમાય પિતૃમયે સ્વાહાનું ઉચ્ચારણ કરવું જોઈએ.

અમાસનું શ્રાદ્ધ સર્વપિતૃઓને

અમાસનું શ્રાદ્ધ સર્વપિતૃઓને

દરેક વર્ષે ભાદરવા વદ શુક્લપક્ષ પૂર્ણિમાથી લઈ અશ્વિન કૃષ્ણપક્ષ અમાસ સુધીના કાળને પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. પિતૃ પક્ષ કે શ્રાદ્ધના અંતિમ દિવસે સર્વપિતૃ અમાવસ્યા કે, મહાલયા અમાવસ્યાના રૂપે જાણવામાં આવે છે. આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે.

આ રીતે કરવું પિંડદાન

આ રીતે કરવું પિંડદાન

મહાભારત પ્રમાણે શ્રાદ્ધમાં જે ત્રણ પિંડોનું વિધાન છે, તેમાંનું પહેલું પાણીમાં નાખવું, બીજું પિંડ અગ્નિમાં છોડી દેવું. આ જ શ્રાદ્ધનું વિધાન છે. જે તેનું પાલન કરે છે તેમના પિતૃઓ હંમેશા પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે અને તેનું આપેલુ દાન અક્ષય રહે છે.

English summary
who performed shradh-vidhi the first time history

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.