For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાદ્ધ પક્ષઃ કેમ આ સમયગાળામાં નથી થતા શુભ કાર્ય?

શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ચૂક્યા છે. અને આ શ્રાદ્ધપક્ષ દરમિયાન વિવાહ, મુંડન, જનોઈ, મકાન, વાહનની ખરીદી જેવા શુભ કાર્યો વર્જિત છે. આનો સંબંધ લોક પક્ષ તેમજ કર્મકાંડ સાથે છે.

|
Google Oneindia Gujarati News

શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ચૂક્યા છે. અને આ શ્રાદ્ધપક્ષ દરમિયાન વિવાહ, મુંડન, જનોઈ, મકાન, વાહનની ખરીદી જેવા શુભ કાર્યો વર્જિત છે. આનો સંબંધ લોક પક્ષ તેમજ કર્મકાંડ સાથે છે. વર્ષના 12 મહિના, 24 પક્ષમાંથી 15 દિવસો ઋતુ પરિવર્તનને કારણે શુદ્ધ આચરણથી જાતને એકાગ્ર કરવાની સશક્ત વૈજ્ઞાનિક પ્રક્રિયાનું માધ્યમ છે શ્રદ્ધા, વિશ્વાસ. આ જ શ્રદ્ધાનું બીજું નામ શ્રાદ્ધ છે.

યમ સ્મૃતિમાં પાંચ પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ છે. નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પારનવ. વિવાહ જેવા માંગલિક કાર્ય પૂર્વે જે શ્રાદ્ધ કર્મ થાય છે તેને કામ્ય શ્રાદ્ધ કહે છે. પિતૃ માટે પિંડદાન કરતા સમયે, નદી કિનારે જે શ્રાદ્ધ થાય છે, તે જુદી જુદી યોનિમાં વિચરતી અવ્યક્ત આત્માઓની તૃપ્તિ માટે થતું શ્રાદ્ધ છે. એટલે તેને આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્ય વર્જિત ગણાયા છે.

પિતૃ માટે કેવી રીતે કરશો શ્રાદ્ધ?

પિતૃ માટે કેવી રીતે કરશો શ્રાદ્ધ?

શાસ્ત્રોમાં મનુષ્યો માટે ત્રણ ઋણ દેવ ઋણ, ઋષિ ઋણ અને પિત ઋણ ગણાવાયા છે. મૃત પિતા વગેરેના ઉદ્દેશ્ય માટે શ્રદ્ધા પૂર્વક જે ભોજન આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ કરવાથી વંશમાં વીર, નિરોગી, શતાયુ અને શ્રેય મેળવે તેવા બાળકોનો જન્મ થવાની માન્યતા છે.

આવી રીતે શ્રાદ્ધ કરો સંપન્ન

આવી રીતે શ્રાદ્ધ કરો સંપન્ન

શ્રાદ્ધ દ્વારા પિતૃ ઋણ ઉતારવું જરૂરી છે, કારણ કે જે માતા પિતાએ આપણી જિંદગી, આરોગ્ય, સુખ, સૌભાગ્ય વગેરે માટે અનેક પ્રયત્નો કે મહેનત કરવી તેમના ઋણથી મુક્ત થવું જરૂરી છે. તેમનું ઋણ ઉતારવા માટે વધુ ખર્ચ જરૂરી નથી. ફક્ત વર્ષ દરમિયાન તેમની મૃત્યુ તિથિ પર જળ, યવ, કુશ અને ફૂલ વગેરેની મદદથી તેમનું શ્રાદ્ધ સંપન્ન કરો અને ગાયને ઘાસ ખવડાવી એક, ત્રણ કે પાંચ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ આ ઋણ ઉતરી શકે છે. એટલે સરળતાથી કરી શકાતા આ કામની ઉપેક્ષા ન કરવી જોઈએ.

આ તિથિએ કરાવી શકો છો શ્રાદ્ધ

આ તિથિએ કરાવી શકો છો શ્રાદ્ધ

જે માસની જે તિથિએ માતા પિતાનું મૃત્યુ થયું હોય, તે તિથિએ શ્રાદ્ધ કરવા સિવાય કૃષ્ણ પક્ષમાં પણ એ જ તિથિએ શ્રાદ્ધ તર્પણ કે ગાયને ઘાસ ખવડાવવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું જરૂરી છે. તેનાથી પિતૃગણ પ્રસન્ના થાય છે, સૌભાગ્ય વધે છે.

વિધવા સ્ત્રી પણ કરી શકે છે પતિનું શ્રાદ્ધ

વિધવા સ્ત્રી પણ કરી શકે છે પતિનું શ્રાદ્ધ

પુત્રએ માતા પિતાની મૃત્યુ તિથિ પર મધ્યાહ્ન કાળમાં ફરી સ્નાન કરીને શ્રાદ્ધ કરવું જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવીને જ ભોજન કરવું જોઈએ. જે સ્ત્રીને કોઈ સંતાન ન હોય, તો તે સ્વયં પોતાના પતિનું શ્રાદ્ધ પણ કરી શકે છે.

16 દિવસ ચાલે છે શ્રાદ્ધ પક્ષ

16 દિવસ ચાલે છે શ્રાદ્ધ પક્ષ

ભાદરવાની શુક્લ પક્ષની પૂનમથી શરૂ કરીને કૃષ્ણ પક્ષની અમાસ સુધી 16 દિવસ પિતૃતર્પણ અને વિશેષ તિથિએ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી પિતૃવ્રત યોગ્ય રીતે પૂર્ણ થાય છે.

English summary
reason why good works prohibitade in shraddha paksha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X