દૂર્ગા પૂજા પર બંગાળી મહિલાઓ કેમ પહેરે છે રેડ બૉર્ડરવાળી સાડી?
દૂર્ગા પૂજા દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. બંગાળમાં નવરાત્રિની અલગ જ ધૂમ જોવા મળે છે. બંગાળમાં દૂર્ગા પૂજા દરમિયાન મોટા મોટા પંડાલ બનાવવામાં આવે છે. બંગાળમાં આ મહિલાઓ લાલ બૉર્ડરવાળી સફેદ સાડી પહેરેલી જોવા મળે છે. રેડ બૉર્ડરવાળી વ્હાઈટ સાડીમાં મહિલાઓ ખૂબ જ સુંદર દેખાય છે.

શેનાથી બને છે આ સાડી
આ સાડી ખાસ કપડાની બને છે જેને જામદાની કહે છે. જામદાની સાડી હાથેથી વણીને બનાવવામાં આવે છે. તે કૉટન અને સિલ્કની સાડી હોય છે. શું તમે જાણો છો બંગાળી મહિલાઓ રેડ બૉર્ડરવાળી વ્હાઈટ સાડી કેમ પહેરે છે.

પરંપરાગત રંગ
બંગાળમાં સફેદ અને લાલ રંગને પરંપરાગત રંગ માનવામાં આવે છે. બંગાળમાં પરિણીત મહિલાઓ નવરાત્રિના સમયે વ્હાઈટ અને રેડ કલરની સાડી પહેરવાનુ પસંદ કરે છે. બંગાળી મહિલાઓ સાડી સાથે સિંદૂર, લાલ ચાંદલો અને ગોલ્ડ જ્વેલરી પહેરે છે. બંગાળી મહિલાઓા આ લુકને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

સિંદૂર ખેલા
દૂર્ગા અષ્ટમીના દિવસે બંગાળી મહિલાઓ લાલ અને સફેદ સાડી પહેરીને મા દૂર્ગાની પૂજા કરે છે. દશેરાના દિવસે આ સાજી પહેરીના મા દૂર્ગાને સિંદૂર ચડાવીને સિંદૂર ખેલા રમે છે. આ દિવસે પરિણીત મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવીને સિંદૂર ખેલા રમે છે. માન્યતા છે કે આનાથી મા દૂર્ગા સુહાગની આયુ લાંબી કરે છે. બૉલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ દર વર્ષે રેડ બૉર્ડર વાળી સાડી પહેરીને સિંદૂર ખેલા રમે છે.
સૂડાન અને ઈઝરાયેલ સંબંધોને સામાન્ય બનવવા માટે સંમત થયાઃ ટ્રમ