હિંદુ લગ્નવિધિમાં 7 ફેરાનું મહત્વ શું છે?

Posted By:
Subscribe to Oneindia News

પરંપરાઓ અને સંસ્કૃતિવાળા આપણા ભારત દેશમાં સંસ્કારોમાંનો સૌથી મોટો સંસ્કાર એ વિવાહ સંસ્કાર છે, જેના દ્વારા વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે અને સંતાનને જન્મ આપી પોતાનો વારસો આગળ વધારી જવાબદારી પૂરીં કરે છે. વૈદિક રિવાજોનું માનવું છે કે કોઈપણ લગ્ન ત્યાં સુધી પૂરાં નથી થતા જ્યાં સુધી સાત ફેરા ન ફરવામાં આવ્યા હોય.

આ સાત ફેરા બે વ્યક્તિને સાત જન્મોના સાથી બનાવે છે, પણ શું ક્યારેય વિચાર્યુ છે કે હંમેશા સાત ફેરા કે સાત જન્મ જ કેમ કહેવાય છે? સાતની જગ્યા એ આઠ ફેરા કે આઠ જન્મ કેમ નહિં ? તો આવો જાણીએ આ સાત નંબર નો આખરે રાઝ શું છે, જેના વગર કોઈ પણ લગ્ન પૂર્ણ ગણાતા નથી.

7 જન્મની વાતો

7 જન્મની વાતો

એવું કહેવાય છે કે વર્ષને નાનું કરવા માટે સમયને અઠવાડિયામાં વહેંચવામાં આવ્યુ છે. અને આ દરેક અઠવાડિયામાં 7 દિવસ હોય છે પરિણામે પતિ-પત્નીને સાથે રાખવા માટે 7 ફેરા રાખવામાં આવ્યા છે. અને તેના પરથી સાત જન્મોની વાતો થાય છે.

ભગવાનના રથમાં 7 ઘોડા

ભગવાનના રથમાં 7 ઘોડા

આપણા પૂજનીય સૂર્ય ભગવાનના રથમાં 7 ઘોડા કે અશ્વ છે, પરિણામે 7 નંબર શુભ મનાય છે, જ્યારે પણ ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય છે ત્યારે તે 7 નંબરમાં થાય છે જેમકે 7 દિવસ કે,ગિફ્ટ અથવા કપડા 7 નંબરમાં દાન કરવામાં આવે છે.

ઈન્દ્રધનુષના 7 રંગ

ઈન્દ્રધનુષના 7 રંગ

સૂર્ય ભગવાન જે પ્રકાશ લોકોને આપે છે, તેમાં ઈન્દ્રધનુષ હોય છે અને તેમાં પણ 7 રંગો હોય છે અને આ કારણે તે શુભ ગણાય છે.

7 પગલા ચાલી થાય છે મૈત્રી

7 પગલા ચાલી થાય છે મૈત્રી

7 પગલા સાથે ચાલતા લોકો એકબીજાના મિત્ર બની જાય છે આ કારણે જ્યારે લગ્ન થાય છે, ત્યારે સાતમાં ફેરામાં દુલ્હો દુલ્હનને કહે છે કે તે બંને એક મિત્રની જેમ રહેશે અને દરેક વાતો શેયર કરશે. મિત્રતા જ સંબંધની પહેલી સીડી છે, જ્યાં મિત્રતા છે ત્યાં બધુ જ સફળ થાય છે.

7 સ્વરોનો સંગમ

7 સ્વરોનો સંગમ

ભારતીય સુરોનો સંગમ 7 સ્વરોનો છે જે એકબીજા વિના અધૂરો છે અને જ્યારે તેમને અલગ કરવામાં આવે છે. તો તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ રહેતુ નથી, આવો જ સંબંધ પતિ-પત્નીનો હોય છે જે સાથે રહે ત્યારે જ ગૃહસ્થની ગાડી સરખી ચાલી શકે છે, પરિણામે 7 ફેરા લેવામાં આવે છે.

7 ક્રિયાઓ

7 ક્રિયાઓ

શૌચ, દાંત સફાઈ, સ્નાન, ધ્યાન, ભોજન અને શયન સાત ક્રિયાઓ માનવ જીવન માટે અત્યંત મહત્વની છે. પરિણામે નિત્ય કર્મ રૂપે તેને જરૂર કરવી જોઈએ. પરિણામે પણ આ 7 નંબર શુભ મનાય છે.

આ 7ને અભિવાદન

આ 7ને અભિવાદન

શાસ્ત્રોમાં માતા, પિતા, ગુરુ, ઈશ્વર, સૂર્ય, અગ્નિ અને મહેમાન આ સાતનું અભિવાદન કરવું અનિવાર્ય જણાવાયું છે, પરિણામે 7 ફેરા અને 7 જન્મોની વાતો કરવામાં આવે છે.

English summary
without Saat fere or Seven rounds, hindu wedding is incomplete because 7 number is very important and holy number in Hindu mythology. this number is symbol of god.
Please Wait while comments are loading...