India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesh Chaturthi 2020: જાણો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર કેમ નથી જોવામાં આવતો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગણેશ ચતુર્થી પર ભગવાન શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ લેવામાં આવે છે પરંતુ એક ચતુર્થી એવી પણ આવે છે જેના પર જો આપણે ચંદ્રમાને ભૂલથી પણ જોઈ લઈએ તો તમારા પર કોઈ ખોટો આરોપ કે કલંક લાગી શકે છે. આ ચતુર્થી આવે છે ભાદરવા મહિનાની શુક્લપક્ષ ચતુર્થી. આ દિવસે ઘરે-ઘરે ભગવાન ગણેશની પાર્થિવ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે પછી દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશના જન્મદિવસ હોય છે. આ વખતે આ ચતુર્થી આવી રહી છે 22 ઓગસ્ટ શનિવારે. આ ચતુર્થીને કલંક ચતુર્થી, કલંક ચોથ અને પત્થર ચોથ પણ કહેવામાં આવે છે. આ ચતુર્થી પર ચંદ્રમાં જોવા પર પાપ કેમ લાગે છે, ખોટા આરોપ કેમ લાગે છે અને જો તમે ભૂલથી ચંદ્રમા જોઈ લીધો હોય તો તે દોષના નિવારણ માટે શું કરવુ જોઈએ.

આવો જાણીએ...

ગણેશજીએ આપ્યો હતો ચંદ્રમાને શ્રાપ

ગણેશજીએ આપ્યો હતો ચંદ્રમાને શ્રાપ

પુરાણ કથાઓ અનુસાર એક વાર ભગવાન ગણેશ બેસીની પ્રેમપૂર્વક પોતાના પ્રિય મોદકનુ સેવન કરી રહ્યા હતા. તેમની ચારે તરફ મોદક અને લાડુઓના થાળ ભરીને રાખેલા હતા. તે લાડુ અને મોદક ખાવામાં મસ્ત હતા ત્યારં ત્યાં ચંદ્રદેવ આવ્યા અને ગણેશજીને લાડુ ખાતા જોયા. ચંદ્રએ ગણેશજીની સૂંઢ અને તેમના મોટા પેટ પર કટાક્ષ કરવાનો શરૂ કરી દીદો. ગણેશજીને જોઈને ચંદ્રદેવ જોરજોરથી હસવા લાગ્યા. આના પર ગણેશજીને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે ચંદ્રમાને કહ્યુ કે તને તારા સુંદર સ્વરૂપ પર બહુ ઘમંડ છે. તુ મારા પર કટાક્ષ કરી રહ્યો છે. હું તને શ્રાપ આપુ છુ કે તુ તારુ આ સુંદર સ્વરૂપ ગુમાવી બેસીશ, તારી બધી કલાઓ નષ્ટ થઈ જશે અને આજના દિવસે જે પણ સારા દર્શન કરશે તે પણ કલંકિત થઈ જશે. આ દિવસે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ગણેશ ચતુર્થીનો દિવસહતો. આના પર ચંદ્ર દેવને પોતાની ભૂલને અહેસાસ થયો અને તે ગણેશજીની માફી માંગવા લાગ્યા. ગણેશજીએ કહ્યુ કે હવે હું તને આ શ્રાપમાંથી મુક્ત તો ન કરી શકુ પરંતુ આને સીમિત જરૂર કરી શકુ છુ. ચંદ્રદેવની આજીજી પપ ગણેશજીએ તેને મહિનાના 15 દિવસ કલાઓ ઘટવા અને 15 દિવસ કલાઓ વધવાનુ વરદાન આપ્યુ.

દોષ મુક્ત થવા માટે આ મંત્રનો જાપ કરો

દોષ મુક્ત થવા માટે આ મંત્રનો જાપ કરો

જો ભૂલથી કોઈએ ચોથના ચંદ્રમાના દર્શન કરી લીધા હોય તો તેણે શ્રીમદભાગવત પુરાણના 10માં સ્કંધના 56-57માં અધ્યાયમાં વર્ણવવામાં આવેલ સ્યમંતક મણિની ચોરીની કથાનુ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કે પઠન કરવુ જોઈએ. આ ઉપરાંત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીયા અને પંચમી તિથિના ચંદ્રમાના દર્શન કરવાથી પણ ચોથના ચંદ્રમાના દર્શનના દોષથી મુક્તિ મળી જાય છે.

આ મંત્રનો જાપ પણ જરૂર કરવો જોઈએ...

सिंह: प्रसेनमवधीत्सिंहो जाम्बवता हत:
सुकुमारक मारोदीस्तव ह्येष स्यमंतकर:।।

Ganesh Chaturthi 2020: ગણેશ ચાલીસાનો પાઠ કરતા ભક્તો ક્યારેય દુખી નથી થતાGanesh Chaturthi 2020: ગણેશ ચાલીસાનો પાઠ કરતા ભક્તો ક્યારેય દુખી નથી થતા

ભગવાન કૃષ્ણ પણ નહોતા બચી શક્યા ખોટા આરોપથી

ભગવાન કૃષ્ણ પણ નહોતા બચી શક્યા ખોટા આરોપથી

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના ચંદ્રમાને જોઈ લેવાના કારણે ભગવાન કૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરવાના ખોટો આરોપ લાગ્યો હતો. આ સ્યમંતક મણિ ભગવાન સૂર્ય દ્વારા આપવામાં આવેલો હતો અને તે રોજ આઠ ભાર સોનુ આપતો હતો. આને ચોરવાનો આરોપ શ્રીકૃષ્ણ પર લાગ્યો હતો.

પત્થર ફેંકવાની છે પરંપરા

પત્થર ફેંકવાની છે પરંપરા

ભારતીય જનમાનસમાં કલંક ચતુર્થી વિશે અનેક કથાઓ અને પરંપરાઓ પ્રચલિત છે. મધ્ય પ્રદેશના માલવા-નિમાડના ગ્રામીણ અંચળો અને રાજસ્થાનમાં કલંક ચતુર્થીના દિવસે પત્થર ફેંકવાની પરંપરા છે. માન્યતા છે કે જે વ્યક્તિ ભાદરવા મહિનાની સુદની ચતુર્થી તિથિના દિવસે ચંદ્રમાના દર્શન કરી લે, તે જો પાંચ પત્થર કોઈ બીજા મનુષ્યના ઘરની છત પર ફેંકી દે તો દોષ મુક્ત થઈ શકે છે. સ્થાનિક ભાષામાં આે દગડા ચોથ પણ કહે છે. માલવા-નિમાડમાં દગડાનો અર્થ થાય છે પત્થર.

રિયા ચક્રવર્તી-મહેશ ભટ્ટની ચોંકાવનારી વૉટ્સએપ ચેટ આવી સામેરિયા ચક્રવર્તી-મહેશ ભટ્ટની ચોંકાવનારી વૉટ્સએપ ચેટ આવી સામે

English summary
why we should not see the moon on Ganesh Chaturthi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X