• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાશિથી જાણો કેવી મિત્ર બની શકશે એ?

By Super
|

જ્યારે પણ તમે કોઇની સાથે મિત્રતા કરવાનું વિચારો છો, તો એક પ્રશ્ન જરૂરથી મનમા આવતો હશે, સામેવાળી વ્યક્તિ કેવી હશે? ખાસ રીતે જો વાત કોઇ યુવતીની હોય, ત્યારે તો જરૂરથી. ઘણી વાર મિત્રતા કર્યા પછી તમને એવું લાગે છે કે, તમારો નિર્ણય ખોટો હતો અને પછી અંતર વધવા લાગે છે, પરંતુ આવી સ્થિતિનું નિર્માણ જ શા માટે થાય, જો તમે પહેલાથી જ અનુમાન લગાવવા માટે સક્ષમ હોવ.

જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ મહિલાઓની, જે મિત્રો સાથે કેવો વ્યવહાર કરે છે અથવા તો પોતાની મિત્રતા કેવી રીતે નિભાવે છે, એ અમે તમને જણાવીશું તેમની રાશિ અનુસાર. સાચું પણ છે, જો તમને પહેલાંથી જ ખબર હોય કે વૃષભ રાશિવાળી મહિલાઓ જેને એકવાર મિત્ર બનાવી લે છે, તેનો જીવનભર સાથ નથી છોડતી, તો કેવું રહે. કદાચ તમે મિત્રતા કરવામાં એક મિનીટ પણ મોડું નહીં કરો.

આ પ્રકારે વૃશ્ચિક રાશિવાલી મહિલાઓ મિત્રતામાં એક હાથે દો અને એક હાથે લો વાળી પ્રથાને હંમેશા નિભાવે છે. તે તમારા માટે ત્યાં સુધી કંઇ નહીં કરે, જ્યાં સુધી તમે તેના માટે કંઇ નહીં કરો અને હા જો તમે તેના માટે જરા પણ કંઇક કરશોતો બદલામાં તે કંઇક ને કંઇક જરૂર આપે છે.

તુંરત મિત્ર બની જાય છે મેષ રાશિવાળી મહિલાઓ

તુંરત મિત્ર બની જાય છે મેષ રાશિવાળી મહિલાઓ

મેષ રાશિવાળી યુવતીઓનું મન વહેતા પાણી સમાન હોય છે, જ્યાં કોઇ સારી વ્યક્તિ મળી ગઇ તે તેની થઇ જાય છે. એક મિનીટમાં મિત્ર કરવાનો નિર્ણય કરી લે છે અને એક મિનીટમાં તોડવાનો. મેષ રાશિની યુવતીઓનું ફ્રેન્ડ સર્કલ ઘણું મોટું હોય છે અને તે પોતાના મિત્રોને ક્યારેય ભૂલતી નથી. નવા લોકો સાથે મિત્રતા કરવામાં તે જરા પણ મોડું કરતી નથી, આ જ કારણે તેના જૂના મિત્રો ઘણી વાર તેનાથી નારાજ થઇ જાય છે. મિત્રો સાથે મોજ-મસ્તી કરવાનું તેને ઘણું સારું લાગે છે, પરંતુ ઉંડી મિત્રતા બહુ ઓછા લોકો સાથે હોય છે.

વૃષભઃ બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર

વૃષભઃ બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર

વૃષભ રાશિવાળી યુવતીઓ જ્યારે કોઇને મિત્ર બનાવે છે, તે હંમેશા માટે હોય છે. કહીંએ તો બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. ઘણી યુવતીઓ તો દસ-દસ વર્ષ સુધી મિત્રતા બનાવી રાખે છે. આ રાશિવાળીની મહિલાંઓને ઘણા બધા મિત્રો નથી હોતા. આ ઓછા લોકો સાથે મિત્રતા કરે છે અને જેમની સાથે કરે છે તેમની સાથે સારી મિત્રતા નિભાવે છે.

મિથુન રાશિની મહિલાઓની મિત્રતા

મિથુન રાશિની મહિલાઓની મિત્રતા

મિથુન રાશિવાળી મહિલાઓ મિત્રતા કરવા કરતા વધારે સંદેશા મોકલવામાં માહેર હોય છે. તેમની સંચાર ક્ષમતા ઘણી સારી હોય છે. બુદ્ધિજીવીઓ સાથે મિત્રતા કરવામાં વધારે પસંદ કરે છે. ખાસ વાત એ છે કે મિત્રો વચ્ચે સમન્વય બનાવીને ચાલવાનું તેમને ઘણી સારી રીતે આવડે છે. તેમના ફ્રેન્ડ સર્કલમાં દરાર જલદીથી નથી આવતી.

કર્ક રાશિની મહિલાઓ

કર્ક રાશિની મહિલાઓ

કર્ક રાશિની મહિલાઓ જેમની સાથે મિત્રતા કરે છે, તેમની સંભાળ જરૂરત કરતા વધારે રાખે છે. જો તમે મુશ્કેલીમાં હોવ તો તે તમારો સાથે ક્યારેય પણ નથી છોડતી. કર્ક રાશિની મહિલાઓ પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં જરા પણ મોડું નથી કરતી. હાં પોતાના અંગે તે કેરલેસ હોય છે અને ક્યારેક ક્યારેક કડવો વ્યવહાર પણ કરે છે.

સિંહ રાશિની મહિલાઓ સાથે મિત્રતા

સિંહ રાશિની મહિલાઓ સાથે મિત્રતા

સિંહ રાશિની મહિલાઓ પોતાના મિત્રો અંગે જરૂરત કરતા વધારે વિચારે છે. જો તેમની સાથે તમારો ઝઘડો થઇ જશે,તો તે થોડીક વારમાં માફી માંગી લેશે. આ રાશિની મહિલાઓ જરૂરત કરતા વધારે સામાજિક હોય છે. તે મિત્રો માટે કંઇક કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે.

કન્યા રાશિની મહિલાઓ સાથે મિત્રતા

કન્યા રાશિની મહિલાઓ સાથે મિત્રતા

કન્યા રાશિની મહિલાં પોતાના મિત્રની દરેક વાતનો હિસાબ રાખે છે. તેમનો વ્યવહાર ક્યારેક ક્યારેક કડવો થઇ જાય છે, જ્યારે તેમને ઇચ્છા અનુસાર કંઇ મળતું નથી, પરંતુ દિલથી તે ક્યારેય કોઇનું ખરાબ ઇચ્છતી નથી. તેમની સાથે મિત્રતા કરવામાં ક્યારેય પણ પછતાવો નહીં થાય. સલાહ આપવામાં પણ તે બધાથી આગળ હોય છે.

તુલા રાશિની મહિલાઓ સાથે મિત્રતા

તુલા રાશિની મહિલાઓ સાથે મિત્રતા

તુલા રાશિની મહિલાઓ ઘણું જ સૌમ્ય વ્યવહાર કરે છે. મિત્રોની ભૂલોને માફ કરવામાં ક્યારેય મોડું નથી કરતી. તે હંમેશા સારા મિત્રો બનાવવાનું પસંદ કરે છે. પ્રેમથી વ્યવહાર કરશો તો તમને પ્રેમ મળતો રહેશે, પરંતુ જો તમે તમારા વલણમાં બદલાવ કરશો તો તે પોતાના વલણમાં બદલાવ કરવાના બદલે દૂર થવાનું વધારે પસંદ કરે છે. આ મિત્રોની ઇમાનદારી પસંદ કરે છે. આ પોતાના મિત્રોની પસંદ-ના પસંદનું પણ ખાસ ધ્યાન રાખે છે.

વૃશ્ચિક રાશિની મહિલાઓ સાથે મિત્રતા

વૃશ્ચિક રાશિની મહિલાઓ સાથે મિત્રતા

વૃશ્ચિક રાશિની મહિલાઓ જેટલી સારી મિત્ર હોય છે તેટલી જ તે મોટી દુશ્મન પણ બની શકે છે. તે પોતાના ઉપર કરવામાં આવેલા અહેસાનને ક્યારેય ભૂલતી નથી અને કોઇના માટે કંઇક ત્યારે જ કરશે જ્યારે સામેવાળો તેમના માટે કંઇક કરશે. મિત્રોની પસંદગી પણ ઘણું સમજી વિચારીને કરે છે.

ઘન રાશિની મહિલાઓ

ઘન રાશિની મહિલાઓ

ઘન રાશિની મહિલાઓની મિત્રતામાં ક્યારેય પણ દરાર આવવા દેતી નથી. મિત્રો સાથે ઝઘડો થાય ત્યારે પોતાની ભૂલ ના હોય તો પણ તે માફી માંગવામાં પીછેહઠ નથી કરતી. એટલે કે તે મિત્રોને મનાવવામાં જરા પણ મોડું નથી કરતી. તે મિત્રો સાથે ભેદભાવ નથી કરતી. તેમની સૌથી સારી મિત્રતા તુલા અને કુંભ રાશિવાળાઓ સાથે હોય છે.

મકર રાશિની મહિલાઓ સાથે મિત્રતા

મકર રાશિની મહિલાઓ સાથે મિત્રતા

મકર રાશિની મહિલાંઓ મિત્રતા જેટલા ઉત્સાહથી કરે છે, મિત્રતા તૂટતા એટલી જ દુઃખી થાય છે. આ પોતાના મિત્રોને સલાહ આપવામાં જરા પણ મોડું નથી કરતી. મિત્રોની ભલાઇ માટે કંઇ પણ કરવા માટે તૈયાર રહે છે. તે પોતાના ફ્રેન્ડ સર્કલમાં બહારની વ્યક્તિને ત્યારે જ એન્ટ્રી આપે છે, જ્યારે તે તેને પસંદ નથી કરતી જ્યાં સુધી તેમની સાથે મિત્રતા ના થઇ જાય. તે ઘણી સામાજિક હોય છે અને તેની મિત્રતા વૃશ્ચિક અને મીન રાશિ સાથે સારી હોય છે.

કુંભ રાશિની મહિલાઓ સાથે મિત્રતા

કુંભ રાશિની મહિલાઓ સાથે મિત્રતા

કુંભ રાશિની મહિલાઓની લોકો સાથે ઘણી જલ્દી મિત્રતા થઇ જાય છે. તે દરેકની સારી મિત્ર હોય છે. તેમના સર્કલમાં અધિકાંશ વ્યક્તિ તેમને શ્રેષ્ઠ મિત્ર માને છે. મિત્રોની ભાવનાઓને જલદી ઠેસ પહોંચાડતી નથી, ભલે પછી પોતે દુઃખ અનુભવે. પોતાની દરેક વાત શેર કરવામાં તે જરા પણ મોડું નથી કરતી, તેમની સૌથી સારી મિત્રતા તુલા રાશિ સાથે હોય છે.

મીન રાશિની મહિલાઓ સાથે મિત્રતા

મીન રાશિની મહિલાઓ સાથે મિત્રતા

જો મીન રાશિની મહિલાઓ સાથે મિત્રતા કરવી છે તો એક વાતનું ધ્યાન રાખો, તે પોતાના વ્યક્તિગત જીવનમાં દખલગીરી સાંખી લેતી નથી. તમે તેની ગમે તેટલી નજીક કેમ ના હોવ, કોઇ ના કોઇ વાત એવી જરૂર હોય છે, જે તે હંમેશા તમારાથી છૂપાવીને રાખે છે. મીન રાશિની મહિલાઓનો મૂડ ક્યારે બદલાય જાય, એ પણ તમે નક્કી કરી શકતા નથી.

English summary
Before shaking hand with any woman for friendship, you should at least know about her. But how? To solve this problem read this article ad then make a girlfriend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X