For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રીઃ ચોથા દિવસે થાય છે ‘મા કૂષ્માંડા’ની પૂજા

|
Google Oneindia Gujarati News
  • નવરાત્રીનો ચોથો દિવસઃ કુષ્માંડા
  • રૂપઃ સરસ, સૌમ્ય, મોહક
  • ભુજાઓઃ આઠ
  • વાહનઃ સિંહ
  • પૂજા કરવાથી સમસ્ત રોગનો નાશ થાય છે

નવરાત્રીમાં ચોથા દિવસે દેવીના કુષ્માંડાના રૂપની પૂજા કરવામાં આવે છે. માતાનું આ રૂપ બહુ શાંત, સૌમ્ય અને મોહક છે. તેમની આઠ ભુજાઓ છે, માટે તેમને અષ્ટભુજા પણ કહેવાય છે. દેવીના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ, ધનુષ, બાણ, કમળ- પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપતી જપ માળા છે. આ દેવનું વાહન સિંહ છે.

maa kushmanda

સૂર્યલોકમાં રહેવાની શક્તિ

આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની ક્ષમતા માત્ર તેમનામાં જ છે. માટે તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદીપ્યમાન છે. આમના જ તેજથી દશેય દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણિઓમાં તેમનું જ તેજ વ્યાપ્ત છે. મા કૂષ્માંડાની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું થયું, ત્યારે આ દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે તેઓ જ સૃષ્ટિના આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. મા કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.

આ પણ વાંચો

English summary
worship maa kushmanda on fourth day of navratri 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X