• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year Prediction: મૂળાંક 1 વાળા લોકો માટે લકી હશે 2019નું વર્ષ

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019ની શરૂઆત પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસ સાથે થઈ ગયો છે. નવું વર્ષ નવી ખુશીઓ લઈને આવશે. આ દિવસે સફલા અગિયારસ, સ્વાતિ નક્ષેત્ર સાથે જ ધૃતિ યોગનો અદભૂત સંયોગ બન્યો છે. 1 જાન્યુઆરીએ બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને શુક્ર તુલામાંથી વૃશ્ચિક રાશિાં જશે. જે સામાન્ય નાગરિકો માટે લાભદાયક રહેશે.

આ વર્ષના મૂળાંકના સ્વામી બૃહસ્પતિ દેવ છે. તેમના પ્રભાવથી વિવાહ, શિક્ષણ, ધન, સંતાન તમામ માટે વર્ષ શુભ રહેશે. ફાગણ મહિનામાં 5 બુધવાર, ફાગણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણે સામાન્ય લોકોના જીવનમાં સુખ શાંતિ રહેશે.

આ પણ વાંચો: આ 5 રાશિના લોકો માટે 2019નું વર્ષ રહેશે ખાસ

ચાલો આ શુભ અવસરે જાણીએ કે મૂળાંક 01 વાળા લોકનું વર્ષફળ કેવું રહેશે.

મૂળાંક 1 (01, 10, 19, 28)

મૂળાંક 1 (01, 10, 19, 28)

જેમનો જન્મ કોઈ પણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે, તેમના માટે આગામી વર્ષ કેવું રહેશે. વર્ષ 2019ના અંકોનો સરવાળો 3 થાય છે. અંક 3 ગુરુના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સૂર્ય અને ગુર મિત્ર છે, એટલે આ વર્ષ મૂળાંક 01 વાળા માટે સારું રહેશે. ગુરુ ગ્રહ જ્ઞાનનો કારક છે. શ્રીમદ ભગવત ગીતામાં જ્ઞાન યોગનું મહાત્મ્ય જણાવા શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, "ન હિ જ્ઞાનં સદશં પવિત્ર મહિ વિદ્યતે્" પંચ તંત્રમાં કહેવાયું છે કે "વિદ્વાન સર્વત્ર પૂજ્યતે" આ વર્ષે જે વિદ્વાનોનો મૂળાંક 1 છે તેમને કોઈ પ્રકારે સન્માન કે પુરસ્કાર મળી શકે છે. સૂર્ય અને ગુરુના તાલમેલને કારણે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને અધ્યાપન કાર્ય, લેખન કાર્ય, પોલીસની નોકરી, વકીલાત, જજ, ક્લાર્ક, સચિવ, નેવીની નોકરી, નાકના ડૉક્ટર, પૂજા ભંડાર, પાનની દુકાન, મીઠાઈની દુકાન, ફિલ્મ મેકિંગ, ભૂમિનું ખરીદ વેચાણ, જ્વેલર્સ, પીળી વસ્તુઓનો વેપાર, વક્તા, નેતા, શિક્ષણ અને શેરમાં લાભ મળી શકે છે.

કરિયર

કરિયર

કેટલાક લોકોને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંઘર્ષ બાદ સફળતાના યોગ બની શકે છે. અધ્યાપનના ક્ષેત્રથી જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે.

બિઝનેસ

બિઝનેસ

આ વર્ષે કેટલાક લોકોના કાર્યક્ષેત્રમાં ઉતાર ચડાવની સ્થિતિ સર્જાઈ શકે છે. વિચારીને લેવાયેલા નિર્ણયો લાભ કરાવશે. ઓક્ટોબરના મધ્યમાં લાભના યોગ છે.

ફાઈનાન્સ

ફાઈનાન્સ

આર્થિક રીતે કરાયેલા રોકાણ લાભદાયક સાબિત થશે. નવેમ્બર મહિનામાં આર્થિક સ્થિતિ સારી થવાની શક્યતા છે. આવક મામલે આ વર્ષ ઠીક ઠાક રહેશે. અન્ય સ્રોતમાંથી આવક થઈ શકે છે. એપ્રિલ મહિનામાં લેવડ દેવડથી બચવું હિતકારી રહેશે.

લવ અફેર

લવ અફેર

વર્ષના પ્રારંભમાં નવા કપલ એકબીજામાં વિશ્વાસ રાખે. કેટલાક લોકોના તૂટેલા સંબંધો ફરી યોગ્ય થશે અને ફરવાની તક મળશે. ફેબ્રુઆરી મહિનામાં નવા લોકોને ડિરેક્ટ પ્રપોઝ ન કરો.

હેલ્થ

હેલ્થ

આ વર્ષે કેટલાક લોકોને બ્લડની અછત કે લિવર સંબંધિત બીમારી થઈ શકે છે. એટલે ખાવા પીવામાં સાવધાની રાખો. જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું પડશે.

લકી મહિના

લકી મહિના

જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, મે, જુલાઈ, નવેમ્બર તમારા માટે લકી સાબિત થશે.

અનલકી મહિના

અનલકી મહિના

જૂન, ઓગસ્ટ, સપ્ટેમ્બ અને ડિસેમ્બર આ ચાર મહિનામાં જોખમ ન લો. મોટી લેવડ દેવડથી બચો. નુક્સાન થઈ શકે છે.

English summary
how will your year 2019 will be know from numerology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X