
અમદાવાદ: રાણીપમાંથી બ્લેક આઇબીસ પક્ષીનો એનિમલ લાઇફ કેર સંસ્થા દ્વારા બચાવ
અમદાવાદના રણીપ વિસ્તારમાં આવેલી ગાંધીસાગર સોસાયટીમાં એક બ્લેક આઈબિસ પક્ષી ઘાયલ થઈને પડ્યું હતું. એનિમલ લાઇફ કેર સંસ્થાને આની જાણ કરતા સંસ્થાના એનિમલ એક્સપર્ટ વિજય ડાભી દ્વારા બ્લેક આઇબીસ પક્ષીનુ રેસ્ક્યુ કરાયુ હતુ. રેસક્યુ બાદ બ્લેક આઇબીસને પ્રથમિક સારવાર આપ્યા બાદ તેને ફોરેસ્ટ હોસ્પિટલમાં મુકવામાં આવ્યું હતુ. બ્લેક આઇબીસ પક્ષી કાળી કાકણસાર પક્ષી તરીકે પણ ઓળખાય છે.
Recommended Video

ઉલ્લેખનિય છેકે બ્લેક આઇબીસ મુખ્યત્વે ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળે છે. આ આઈબીસ પક્ષીનો ખોરાક નાની માછલીઓ અને નાનાં નાનાં જીવડાં છે જેમાં કારણે તે ખોરાક મળી રહે તેવા વિસ્તારમાં જ રહે છે. જંગલો કપાઇ રહ્યાં હોવાથી આવા પક્ષીઓ સ્થળાંતર કરી પોતાને ખોરાક મળી રહે તેવી જગ્યાએઐ રહેવા લાગી જાય છે.
આવા સમયે ઘણીવાર પક્ષીઓ ઘાયલ પણ થતા હોય છે. આવા ઘાયલ પક્ષીઓને એનિમલ લાઇફ કેર સંસ્થા દ્વારા રેસક્યુ કરી સારવાર આપવામાં આવતી હોય છે. જે બાદ તેમને સુરક્ષિત સ્થળે મુકવામાં આવે છે. વિજય ડાભીએ જણાવ્યું હતુ કે લોકોએ પણ આવા ઘાયલ પક્ષીઓએનો બચાવ કરવા જોઇએ તથા તેમને સારવાર માટે એનિમલ હોસ્પિટલ સુધી પહોંચાડવાનું બીડુ ઝડપવું જોઇએ.