For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Yearly horoscope 2018 : કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ 2018

જ્યોતિષ મુજબ જાણો વર્ષ 2018 કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે. વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિને આધારે જાણીએ કુંભ રાશિના લોકો માટે જાન્યુઆરી મહિનો કેવો રહેશે?

નીચે વર્ષના 12 મહિના મુજબ આ વર્ષમાં આ રાશિના જાતકોના જીવનમાં જ્યોતિષ મુજબ કેવા ઉતાર ચઢાવ આવશે તે અંગે વિતગવાર જાણો...

જાન્યુઆરી

જાન્યુઆરી

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય નથી. સંયમ સફળતાની સૌથી મોટી ચાવી છે. ઉતાવળે કોઈ કામ કરવું નહિં, નહિંતર નુકશાન થવાની શક્યતા છે. ધનની લેવડ-દેવડમાં સાવધાન રહેજો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો, નહિંતર તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વેપારના કાર્યોમાં સક્રિય રહેશો.

  • આર્થિક પક્ષ-આર્થિક રીતે નબળા રહેશો.
  • આરોગ્ય-આ સમયે તમે આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરજો.
  • કરિયર અને વ્યવસાય-નોકરી તમારા દરવાજે દસ્તક આપશે. વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે.
  • લગ્નજીવન-લગ્નજીવનમાં સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે.
  • પ્રેમ સંબંધ-પ્રણય સંબંધોમાં કડવા વધશે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. મિત્રોની મદદ મળી રહેવાથી તમારી મુશ્કેલીઓ ઓછી થશે. સામાજીક કામોને કારણે તમારી પ્રતિષ્ઠા વધશે. ભાષાનો ઉપયોગ સમજી-વિચારીને કરજો. નજીકના સંબંધો મજબૂત બનશે. રોજીંદા કાર્યો કરવા અસમર્થ રહેશો.

  • આર્થિક પક્ષ-આવકની સરખામણીએ આ સમય ઠીક-ઠાક છે.
  • આરોગ્ય-સર્વાઈકલ પેન થઈ શકે છે.
  • કરિયર અને વ્યવસાય-વેપાર માટે આ સમય સારો નથી. નોકરી કરનારા લોકોએ સમયે પોતાને બદલવા પડશે.
  • લગ્નજીવન-જીવનસાથીની મદદ તમને મળી રહેશે નહિં.
  • પ્રેમ સંબંધ-પ્રેમ કરનારા લોકો માટે આ મહિનો સારે રહેશે.

માર્ચ

માર્ચ

આ રાશિના જાતકો માટે માર્ચ મધ્યમ રહેશે. સારો સમય આવશે રાહ જોજો. સાસરી પક્ષની મદદ મળી રહેશે. મિત્રો સાથે સંબંધ બનાવીને રાખજો. આ સમય તમને પદ-પ્રતિષ્ઠા અપાવશે. કેટલાક લોકો સાથેની મુલાકાત તમારા જીવનમાં પરિવર્તન લાવશે.

  • આર્થિક પક્ષ-સ્ત્રીના માધ્યમ દ્વારા ધનની પ્રાપ્તિ થશે.
  • આરોગ્ય-આરોગ્યમાં ઉતાર-ચઢાવ રહેશે.
  • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. નોકરી મેળવવા માટે આ મહિનો સારો છે, સફળતા મળશે.
  • લગ્નજીવન-લગ્નજીવનમાં મનદુઃખ રહેશે, પણ સાથે જ સંબંધોમાં મજબૂતાઈ પણ આવશે.
  • પ્રેમ સંબંધ-પ્રેમીઓ પ્રેમનો એકરાર કરવાથી બચે.

એપ્રિલ

એપ્રિલ

આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો સામાન્ય રહેશે. સંબંધિઓ દ્વારા ખુશખબર મળી શકે છે. તમારી પ્રતિભા તમને સફળતા અપાવશે. પ્રવાસ માટેની તક તમને મળી રહેશે. સંતાન તરફથી શુભ સમાચાર મળવાના સંકેત છે.

  • આર્થિક પક્ષ-સ્ત્રીના માધ્યમથ તમને ધનની પ્રાપ્તિ થશે.
    • આરોગ્ય-આરોગ્યમાં ઉતાર-ચઢાવ રહેશે.
    • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ સમય સારો છે. નોકરી કરનારા લોકો આ મહિને સફળતા પ્રાપ્ત કરશે.
    • લગ્નજીવન-લગ્નજીવનમાં અસમંજસની સ્થિતિ જળવાઈ રહેશે.
    • પ્રેમ સંબંધ-પ્રેમ કરનારા લોકો માટે આ સમય સારો છે.
    મે

    મે

    મે મહિના તમારા માટે સામાન્ય જ રહેશે. દરેક લોકો પર વિશ્વાસ કરશો નહિં. સંબંધીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જળવાઈ રહેશે. કૌટુંબિક સભ્યો સાથે સારો વ્યવહાર રાખજો. પ્રવાસનો યોગ બની રહ્યો છે. ગહન ચિંતન દ્વારા તમે મુશ્કેલીઓને દૂર કરી શકશો.

    • આર્થિક પક્ષ-માસની શરૂઆતમાં સારી સ્થિતિ રહેશે.
      • આરોગ્ય-તમને થાક અનુભવાશે.
      • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકો માટે આ સમય સારો છે. વ્યવસાય કરનારા લોકો થોડી સમજદારીથી કામ લે.
      • લગ્નજીવન-લગ્નજીવન સારુ રહેશે નહિં.
      • પ્રેમ સંબંધ-પ્રેમ કરવા માટે આ મહિનો અનુકૂળ રહેશે.
      જૂન

      જૂન

      આ રાશિના જાતકો માટે જૂન મહિનો ઠીક-ઠાક રહેશે. આળસ કરવાથી બચજો, નહિંતર તમારા કામ અધૂરા રહી જશે. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા દેશો નહિં. મિત્રો સાથો સારો સંબંધ રાખજો, નહિંતર આર્થિક નુકશાન ઉઠાવવું પડશે. મનમાંથી આળસ બહાર કાઢો. નવા કાર્યોને લઈ મન વિચલિત થશે.

      • આર્થિક પક્ષ-મહેનત કરશો તો જ ધન પ્રાપ્તિ થશે.
        • આરોગ્ય-આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો સંતોષજનક રહેશે.
        • કરિયર અને વ્યવસાય-નોકરી પ્રાપ્તિનો અવસર મળશે, તમારી પદોન્નતિ થવાની શક્યતા છે. વેપારમાં આ સમયે ઉધારી આપવાથી બચજો.
        • લગ્નજીવન-લગ્નજીવનમાં શરૂઆતમાં થોડી કડવશ રહેશે પણ મહિનાના મધ્ય સુધી બધુ સારુ થઈ જશે.
        • પ્રેમ સંબંધ-પ્રેમમાં આ સમયે ખર્ચા થશે.
        જુલાઈ

        જુલાઈ

        આ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો મધ્યમ રહેશે. ધાર્મિક અનુષ્ઠાનોમાં મન લાગશે. આ મહિનો જાતકો માટે નવા કાર્યો માટે અવસર ઉત્પન્ન કરશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સંઘર્ષ ભર્યો રહેશે. પિતાની મદદથી તમારા જીવનમાં પરિવર્તન આવશે.

        • આર્થિક પક્ષ-આ મહિનો તમારી આવક સારી રહેશે.
          • આરોગ્ય-ભોજનમાં મર્યાદા રાખજો, નહિંતર સ્થુળતા વધી જશે.
          • કરિયર અને વ્યવસાય-વેપારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જળવાયેલું રહેશે. નોકરીમાં યોગ્ય દિશામાં કરેલા પ્રયત્નો તમને પ્રગતિ તરફ લઈ જશે.
          • લગ્નજીન-જીવનસાથીની મદદ મળી રહેશે, લગ્નજીવન સારુ રહેશે.
          • પ્રેમ સંબંધ-પ્રેમ કરનારા જાતકો માટે આ સમય મુશ્કેલીભર્યો રહેશે.
          ઓગસ્ટ

          ઓગસ્ટ

          આ માસ તમારા માટે સારો રહેશે. આ સમયે કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે. ડોક્ટરની સલાહ લેજો. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે સારો સંબંધ રાખજો. સંબંધોને લઈ તમારો દ્રષ્ટિકોણ યોગ્ય રાખજો. તમારી ઉન્નતિમાં જીવનસાથીનું યોગદાન રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો સંઘર્ષભર્યો રહેશે.

          • આર્થિક પક્ષ-આવકની સરખામણીએ આ સમય સારો છે.
          • આરોગ્ય-મેદસ્વીતાના રોગીઓ આ સમયે વધુ ચિંતા કરે નહિં.
          • કરિયર અને વ્યવસાય-વેપારમાં નિર્ણયો લેવામાં મુશ્કેલી આવશે. નોકરી કરનારા લોકો આ સમયે યોગ્ય દિશામાં આગળ વધી શકશે.
          • લગ્નજીવન-બંને વચ્ચે પ્રેમ વધતા તમે ખુશ રહેશો.
          • પ્રેમ સંબંધ-પ્રેમ કરનારા લોકો માટે આ સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે.

          સપ્ટેમ્બર

          સપ્ટેમ્બર

          આ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર માસ ઉત્તમ છે. વાહન, મકાન વગેરેની ખરીદીની ઈચ્છા પૂરી થશે. તમારી રોજીંદી જરૂરિયાતો પૂરી થશે. કોઈ સ્ત્રીની મદદથી કોઈ કાર્ય પૂરું થશે. નૈતિકતા પ્રત્યે મન આકર્ષાશે. મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલીઓ ઉકેલાઈ જશે.

          • આર્થિક પક્ષ-માસની શરૂઆતમાં તમારી અર્થ વ્યવસ્થા મજબૂર રહેશે.
            • આરોગ્ય-તમે તન અને મન બંને રીતે તંદુરસ્ત રહેશો.
            • કરિયર અને વ્યવસાય-વેપારમાં પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. નોકરીમાં સહકર્મિઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખજો.
            • લગ્નજીવન-લગ્નજીવન સામાન્ય રહેશે.
            • પ્રેમ સંબંધ-પ્રેમમાં પ્રગાઢતા વધશે, સાથી પર વિશ્વાસ કરજો.
            ઓક્ટોબર

            ઓક્ટોબર

            આ રાશિના જાતકો માટે ઓક્ટોબર સામાન્ય જણાઈ રહ્યો છે. એક કામ પૂરું કર્યા બાદ જ બીજું કામ શરૂ કરજો. ભાગીદારીમાં કરેલા કામોમાં સફળતા મેળવશો. ધાર્મિક કાર્યોમાં દાન-પુણ્ય કરશો. આશાને અનુરૂપ કાર્ય ન થવાને કારણે મન દુઃખી થશે. રોકાયેલા કામ આ સમયે પૂરા થશે. શિક્ષણમાં નવી તકો ઊભી થશે.

            • આર્થિક પક્ષ-જાતકોની આવક સારી રહેશે, પણ તેની સામે ખર્ચા પણ થશે.
            • આરોગ્ય-તમારા વાળની કાળજી લેજો.
            • કરિયર અને વ્યવસાય-વેપારીઓ માટે આ સમય સારો છે. નોકરી કરનારા જાતકો પોતાના સહકર્મિઓથી હેરાન રહેશે.
            • લગ્નજીવન-લગ્નજીવનમાં સુધારો આવશે.
            • પ્રેમ સંબંધ-પ્રેમમાં બેદરકાર બનશો નહિં.
            નવેમ્બર

            નવેમ્બર

            આ રાશિના જાતકો માટે આ મહિનો સારો નથી. ઈર્ષાળુ લોકો સાથે ધનિષ્ઠતા વધારશો નહિં. તમારા ખર્ચા પર કાબુ રાખજો અને હાથ ખોલીને ખર્ચ કરવાથી બચજો. તમારા કામમાં વિલંબ કરશો નહિં. વિના કારણે કોઈની સાથે લડશો નહિં, તમને હાની થઈ શકે છે. જાતકોને આ સમયે દિશાભ્રમ રહેશે.

            • આર્થિક પક્ષ-આ માસમાં તમારીઆર્થિક સ્થિતિ નબળી રહેશે.
            • આરોગ્ય-આરોગ્યનું ધ્યાન રાખજો.
            • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો આ સમયે સંયમથી કામ લે. વેપાર માટે આ સમય સામાન્ય રહેશે.
            • લગ્નજીવન-લગ્નજીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવશે.
            • પ્રેમ સંબંધ-પ્રેમ કરનારા જાતકો માટે આ સમય પ્રફૂલિત રહેશે.

            ડિસેમ્બર

            ડિસેમ્બર

            આ રાશિના જાતકો માટે ડિસેમ્બર મધ્યમ છે. તમારો મજાકીયા સ્વભાવને કારણે સામાજીક મેળ-મેળાપની જગ્યાઓ પર તમારી લોકપ્રિયતા વધશે. એકતરફી પ્રેમ તમને દુઃખી કરશે. કોઈ પણ ખર્ચીલી યોજનામાં હાથ નાખતા પહેલા અનેકવાર વિચારી લેજો.

            • આર્થિક પક્ષ-આ સમયે તમારી આવક સારી રહેશે.
              • આરોગ્ય-આંખના રોગોથી પરેશાન રહેશો.
              • કરિયર અને વ્યવસાય-વેપારમાં રોકાણ માટે આ ઉત્તમ સમય છે. નોકરીમાં અડચણો આવશે.
              • લગ્નજીવન-લગ્નજીવનમાં પ્રેમ વધશે.
              • પ્રેમ સંબંધ-પ્રેમ કરનારા માટે આ સ્થિતિ અસહજ રહેશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2018 in gujarati. Get the complete year prediction for 2018. Varshikrashiphal 2018 of your zodiac sign will help you. Year prediction of Aquarius.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X