• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yearly horoscope 2018: ધન રાશિનું વાર્ષિક રાશિફળ 2018

By desk
|
Google Oneindia Gujarati News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે.

ત્યારે ગ્રહોની આ દશાને આધારે જાણો ધનુ રાશિના જાતકો માટે જ્યોતિષ મુજબ વર્ષ 2018નું આ વર્ષ કેવુ રહેશે. સાથે જ જાણો વર્ષના 12 મહિના મુજબ તમારું રાશિફળ......

જાન્યુઆરી

જાન્યુઆરી

ધન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. પિતાની મદદ મળી રહેતા માનસિક રીતે મજબૂત બનશો. આ સમયે ભાગ્યનો તમને પૂરો સાથ મળી રહેશે. સામાજીક જવાબદારીઓની પૂર્તિ થશે. બીજાના હિતને ધ્યાનમાં રાખીને જ તમારા કામ કરજો. માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.

 • આર્થિક પક્ષ-આર્થિક સુધારા માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે.
  • આરોગ્ય-પેટના દુઃખાવાથી હેરાન થશો.
  • કરિયર અને વ્યવસાય-નવો વેપાર શરૂ કરતા પહેલા મોટાની સલાહ જરૂર લેજો. નોકરી કરનારા પોતાના બોસ સાથે મેળ રાખીને ચાલે.
  • લગ્નજીવન-લગ્નજીવનમાં અસંતોષનું વાતાવરણ રહેશે.
  • પ્રેમ પ્રસંગ-તમારો પ્રિય નારાજ રહેશે, છતાં તમે તમારો પ્રેમ જાહેર કરશો.
  ફેબ્રુઆરી

  ફેબ્રુઆરી

  આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય નથી. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો નથી. વિના કારણે કોઈની સાથે ઝગડો કરશો નહિં, નહિંતર તેનું નુકશાન તમારે જ ઉઠાવવું પડશે. આ સમય તમે કોઈ નિર્ણયો લઈ શકશો નહિં. તમારા ખર્ચામાં વધારો થશે, જે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે.

  • આર્થિક પક્ષ-માસની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે નહિં.
   • આરોગ્ય-પગના દુઃખાવાથી તમે હેરાન રહેશો.
   • કરિયર અને વ્યવસાય-નવો વેપાર શરૂ કરવાથી બચજો, નોકરી કરનારા જાતકો તેમના સહકર્મિઓને સાથે રાખીને ચાલે.
   • લગ્નજીવન-લગ્નજીવનમાં ખુશાલી છવાયેલી રહેશે.
   • પ્રેમ પ્રસંગ-રોમાંસની દ્રષ્ટિએ આ સમય જટિલ રહેશે.
   માર્ચ

   માર્ચ

   તમારા માટે આ માસ ઠીક-ઠાક રહેશે, આ સમયે તમને લાંબી યાત્રાનું સુખ મળશે. જેનાથી તમને આર્થિક લાભ પણ થશે. કોઈ વિપરિત લિંગની વ્યક્તિ દ્વારા તમને ફાયદો થશે. જે લોકો વહીવટી ખાતા સાથે જોડાયેલા છે તેમને કંઈક અંશે મુશ્કેલીઓમાંથી રાહત મળશે.

   • આર્થિક પક્ષ-રોકાયેલા કામો આગળ વધતા આર્થિક સ્થિતિ સુધરતી જશે.
    • આરોગ્ય-દાંતનો દુઃખાવો રહેશે, જેથી કામ કરી શકશો નહિં.
    • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારાની ઉન્નતિમાં અડચણો આવશે. વેપારમાં જીવનસાથીના મદદથી તમને લાભ થશે.
    • લગ્નજીવન-લગ્નજીવનમાં પ્રેમ અને સન્માન વધશે.
    • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં એક ભૂલ તમને ભારે પડી શકે છે.
    એપ્રિલ

    એપ્રિલ

    આ રાશિના જાતકો માટે આ મહિનો મધ્યમ રહેશે. ભાગ્ય તમારી સાથે છે. વિદ્યાર્થિઓ માટે આ સમય સામાન્ય રહેશે. સામાજીક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે. કેટલાક લોકો પોતાની જાતમાં પરિવર્તન જોઈ શકશે.

    • આર્થિક પક્ષ-સમયાંતરે તમને નાણા મળતા રહેવાથી તમારું કોઈ કામ અટકશે નહિં.
     • આરોગ્ય-આરોગ્યની બેદરકારી તમને ભારે પડી શકે છે.
     • કરિયર અને વ્યવસાય-વેપારમાં હાલ કોઈ જોખમ લેવાય તેવું નથી. નોકરી કરનારા પરિવર્તન માટે તૈયાર રહે.
     • લગ્નજીવન-લગ્નજીવનમાં સ્થિરતા જળવાશે નહિં.
     • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ માટે આ સમય આનંદભર્યો છે.
     મે

     મે

     આ રાશિના જાતકો માટે મે માસ ઉત્તમ છે. ઘરમાં ઉલ્લાસનું વાતાવરણ તમારી ચિંતાઓને ઓછી કરી દેશે. તમારો મજાકીયો સ્વભાવ વાતાવરણને ખુશનુમા બનાવી દેશે. તમે પોતાને પૈસાદાર અનુભવશો, કારણ કે તમારા જીવનસાથીનું વર્તન તમને તેનો અહેસાસ કરાવશે.

     • આર્થિક પક્ષ-છેલ્લા થોડા સમયથી ચાલતી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે.
      • આરોગ્ય-રક્તપાતના દર્દીઓને આ સમયે રાહત મળશે.
      • કરિયર અને વ્યવસાય-નોકરીમાં ઉત્તમ પ્રદર્શન માટે લોકોને સાથે રાખીને ચાલવું પડશે. વેપારમાં કંઈ નવું શરૂ કરવાનું વિચારી શકો છો.
      • લગ્નજીવન-લગ્નજીવન માટે સ્થિતિ અનુકૂળ છે.
      • પ્રેમ પ્રસંગ-પ્રેમીઓ માટે આ સમય રોમાંસ અને મજા-મસ્તીભર્યો રહેશે.
       જૂન

       જૂન

       જૂન મહિના તમારા માટે ઠીક-ઠાક રહેશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ માટે તમારી ઊર્જાનો ઉપયોગ કરજો. નવા વિચાર દ્વાર નવું સર્જન કરી ધન અર્જિત કરી શકશો, નકામા કામો કરવાથી બચજો. નહિંતર આગળ ચાલી તમને મુશ્કેલી આવી શકે છે.

       • આર્થિક પક્ષ-માનસિક સ્થિતિ સારી ન રહેતા આર્થિક નબળાઈ આવશે.
        • આરોગ્ય-ઉદરની સમસ્યાઓથી ગ્રસ્ત રહેશો.
        • કરિયર અને વ્યવસાય-અધ્યાપનનું કામ કરતા લોકોને આ સમયે લાભ થશે. હોલસેલના વેપારીઓ મોટુ લેવડ-દેવડ ન કરે.
        • લગ્નજીવન-તમારો જીવનસાથી આ સમયે તમારુ ખૂબ જ ધ્યાન રાખશે.
        • પ્રેમ પ્રસંગ-પ્રણય સંબંધોમાં કડવાશ વધશે.
        જુલાઈ

        જુલાઈ

        ધન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો સારો નથી. જેના પર તમે વિશ્વાસ કરો છો તેવી વ્યક્તિ તમારાથી કેટલીક વાતો છૂપાવશે. તમામ તથ્યોને જાણવા તમારે થોડી શોધખોળ કરવી પડશે, પણ જો તમે ગુસ્સામાં કોઈ પગલું લઈ લેશો તો તેનાથી તમારા સંબંધોમાં તિરાડ આવી જશે. અચાનક પ્રવાસને કારણે તમે તણાવમાં આવી જશો.

        • આર્થિક પક્ષ-આર્થિક સમસ્યાઓમાં સુધારો થવાની શક્યતા છે. વધુ ખર્ચા કરવાથી બચજો.
         • આરોગ્ય-શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ આ સમયે સાવધાન રહે.
         • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકોની ઉન્નતિના સંકેતો છે. વેપારમાં જીવનસાથીની પૂરતી મદદ મળી રહેશે.
         • લગ્નજીવન-લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતો કડવાશ વધારશે.
         • પ્રેમ પ્રસંગ-પ્રેમ કરનારા લોકો વધુ ઉતાવળ કરશો નહિં.
         ઓગસ્ટ

         ઓગસ્ટ

         આ મહિનો તમારા માટે મધ્યમ રહેશે. રોકાયેલા કામોમાં પ્રગતિ થશે. ઘરમાં કોઈ નાનો મહેમાન આવવાથી ઘરનું વાતાવરણ હર્ષ-ઉલ્લાસભર્યુ રહેશે. જાતકો દરેક કામને ચતુરાઈથી કરી શકશે, જે જોઈ લોકોને આશ્ચર્ય થશે. ભાગ્યના ભરોસે બેસી રહેશો નહિં.

         • આર્થિક પક્ષ-માસના અંતે તમારી આર્થિક સ્થિતિ નબળી બનશે.
          • આરોગ્ય-પીઠનો દુઃખાવો તમને હેરાન કરી દેશે.
          • કરિયર અને વ્યવસાય-નોકરીમાં દોડ-ધામ કરવાની આવશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ આવશે.
          • લગ્નજીવન-લગ્નજીવનમાં અસમંજસની સ્થિતિ રહેશે.
          • પ્રેમ પ્રસંગ-જલ્દીથી કોઈના પર પણ વિશ્વાસ કરી બેસશો નહિં.
          સપ્ટેમ્બર

          સપ્ટેમ્બર

          આ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો શુભ છે. પરિક્ષાની તૈયાર કરનારા વિદ્યાર્થિઓને સફળતા મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન નફો થવાની શક્યતા છે. વરિષ્ઠ અધિકારીઓની મદદ મેળવી શકશો. કૌટુંબિક જીવનમાં કોઈ મુદ્દાઓને કારણે તણાવ રહેશે. બહેશબાજી અને લડાઈ ઝગડાને કારણે સંબંધો પર અસર થશે.

          • આર્થિક પક્ષ-આ સમયે તમને ઘણો સારો નફો થઈ શકે છે.
           • આરોગ્ય-આંખને લગતી સમસ્યાઓથી તમે હેરાન રહેશો.
           • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકોને ઉપરી અધિકારીની મદદ મળતા પદોન્નતિની શક્યતા છે. વેપારમાં રોકાણ કરવાનો ઉત્તમ સમય છે.
           • લગ્નજીવન-દાંપત્યજીવન ખુશનુમા રહેશે.
           • પ્રેમ પ્રસંગ-પ્રેમી યુગલો એકબીજાની કૌટુંબિક લાગણીઓને સમજી માન આપી શકશે.
           ઓક્ટોબર

           ઓક્ટોબર

           ધન રાશિના જાતકો માટે આ સમય સામાન્ય રહેશે. તમને અનુભવાશે કે તમારી આસપાસના લોકોની માંગ વધી ગઈ છે. જો કે તમે જેટલું કરી શકતા હોવ તેટલું જ કરજો. તમારી શક્તિથી વધુના વાયદા કરશો નહિં. માત્ર બીજાને ખુશ કરવા જાત પર તાણ લેશો નહિં. વિદ્યાર્થિઓને હરવા-ફરવા મળશે.

           • આર્થિક પક્ષ-ખર્ચાઓને કાબૂમાં રાખો, નહિંતર મોટી મુશ્કેલીમાં આવી જશો.
            • આરોગ્ય-માનસિક અશાંતિ છવાયેલી રહેશે.
            • કરિયર અને વ્યવસાય-નોકરી માટે આ સમય યોગ્ય નથી. વેપારમાં નવા આઈડિયા કારગર સાબિત થશે.
            • લગ્નજીવન-જીવનસાથી અને બાળકોનો સાથ મળી રહેતા તમે આગળ વધતા જશો.
            • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં જલ્દબાજી તમને ભારે પડી શકે છે.
            નવેમ્બર

            નવેમ્બર

            આ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો સારી ખબર લઈને આવ્યો નથી. ઘરના કામોમાં થોડી પ્રગતિ આવશે. કુટુંબમાં કોઈ વાતને લઈ મનદુઃખ થશે. જમીન-મકાનના કામમાં અડચણો આવી શકે છે. નકામા લોકો સાથે મિત્રતા વધારશો નહિં.

            • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ સારી રહેશે પણ ધન ભેગુ કરવાની ઈચ્છા જાગશે નહિં.
            • આરોગ્ય-ઉત્તમ આહાર અને થોડો વ્યાયામ તમારી તમામ તકલીફોને ગાયબ કરી દેશે.
            • કરિયર અને વ્યવસાય-વેપારીઓ કામના હેતુએ વિદેશ પ્રવાસ કરી શકે છે. નોકરીમાં સ્થિતિ માંડ માંડ ચાલશે.
            • લગ્નજીવન-ઘરેલું જીવન અસ્ત-વ્યસ્ત રહેશે. જીવનસાથીનો સાથ મળશે નહિં.
            • પ્રેમ પ્રસંગ-પ્રેમમાં ગાંડપણ કરશો નહિં.
            • ડિસેમ્બર

             ડિસેમ્બર

             આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય છે. ન્યાય સાથે જોડાયેલા લોકોને રાહત મળશે. નકામા કામોને લઈ વ્યસ્ત રહેશો. કૌટુંબિક જીવનમાં સંબંધોમાં પ્રેમ વધશે. તાર્કિક વાતોથી લોકો તમારાથી પ્રભાવિત થશે. દુશ્મનોની સંખ્યા વધશે, પણ તેઓ તમારું કંઈ બગાડી શકશે નહિં.

             • આર્થિક પક્ષ-આ સમયે આવક માટેના નવા રસ્તા ખુલશે.
              • આરોગ્ય-માનસિક થાક અનુભવાશે.
              • કરિયર અને વ્યવસાય-નોકરીમાં સખત મહેનત કરવી પડશે. વેપારમાં લાભ ગણશો.
              • લગ્નજીવન-દાંપત્યજીવનમાં પરસ્પર તાળમેળનો અભાવ રહેશે.
              • પ્રેમ પ્રસંગ-પ્રેમ કરનારા લોકો માટે આ સમય મજા માણવાનો છે. ઘણી જગ્યાએ ફરવા જશો.
  English summary
  Read year horoscope, astrology and predictions of 2017 in gujarati. Get the complete year prediction for 2017. Varshikrashiphal 2017 of your zodiac sign will help you. Year prediction of Sagittarius.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  loader
  X