For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભઃ કારકિર્દીના મામલે ઘણું લકી છે વર્ષ 2014

|
Google Oneindia Gujarati News

કુંભ(ગૂ,ગે,ગો,સા,સી,સૂ,સે,સો,દ): લખનઉના જ્યોતિષાચાર્ય પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે કે કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2014 રોજગારીની નવી તકો લઇને આવશે. એટલે કે કારકિર્દી મામલે આ વર્ષ ઘણું સારું રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે વર્ષની શરૂઆત ધમાકેદાર થવાની છે. સામાજિક કાર્યોથી લાભ થવાની સંભાવના છે. પૈતુક સંપત્તિમાં થોડોક અવરોધ ઉત્પન્ન થઇ શકે છે. કાર્યોમાં મન લાગશે. રોકાયેલું ધન પરત ફરશે. રોજગારી સંબંધિત કોઇ નવા વિચાર વિમર્શ થઇ શકે છે.

વર્ષના મધ્યમાં સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાની શરૂઆત કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. વિરોધીઓનું મોઢું બંધ કરવાની જરૂર છે. કોર્ટ કચેરી પર પડેલા લંબિત મામલાઓમાંથી છૂટકારો મળશે. પારિવારિક સંબંધોમાં થોડોક સુધારો થશે. વ્યવસાયિક ડીલ થોડીક સફળ રહેશે. નોકરીના ધંધામાં કોઇ નજીકની વ્યક્તિથી તણાવ રહી શકે છે.

વર્ષના અંતમાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાથે આવી જશે. શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. એ સમય કુંભ રાશિના જાતકો માટે ઘણો જ સુવર્ણ રહેશે. પરિવાર સાથે મનોરંજન કરવાની તક મળશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. નોકરી અને વ્યપારની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો ફળીભૂત થશે. નોકરીમાં તમારું પ્રદર્શન સારુ રહેશે જેનાથી તમે બધાને પસંદ આવશો. હવે જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર સુધીનું વિસ્તારપુર્વકનું વાર્ષિક રાશિફળ તસવીરો થકી જાણીએ.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. આ સમય તમારા માટે સામાન્ય રહેશે. સામાજિક કાર્યોમાં લાભ થવાની સંભાવના છે. પૈતુક સંપત્તિમાં થોડોક અવરોધ ઉત્પન્ન થઇ શકે છે. કાર્યોમાં મન લાગશે. રોકાયેલુ ઘન પરત ફરશે. સંબંધોમાં મધુરતા આવશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. માનસિક તણાવ ઓછો થશે. અત્યાધિક કરવામાં આવેલા શ્રમ ફળીભૂત થશે. આસપાસના લોકો પાસેથી કેટલીક ઉર્જા પ્રાપ્ત થશે. જીવન પ્રત્યે આશાવાદી વિચાર બનશે. પિતાનું સ્વસ્થ્ય લથડશે. જે કંઇ ચાલી રહ્યું છે, તે એવું જ રહેશે. શેરમાં કરવામાં આવેલા રોકાણથી લાભ થઇ શકે છે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવી જશે. બુધ ગ્રહ સૂર્ય સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. તો શનિ અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરતો રહેશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. રોજબરોજની વસ્તુઓની પૂર્તિ નહીં થવાથી મન દુઃખી રહેશે. તમને પાડોસીઓથી સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. વાણીમાં કઠોરતા રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કોઇ પોતિકાના દુઃખથી તમે દુઃખી થશો. સરકારી કાર્યોમાં થોડીક પ્રગતિ થશે. પરિવારમાં નવી વ્યવસાયિક યોજનાઓનો વિચાર વિમર્શ થશે. કોઇ કાર્ય શાલીનતાથી કરશો તો તેમાં સફળતા મળશે. અગંત સંબંધોમાં મધુરતા આવશે. તમે કોઇ ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકો છો.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. તમારા રોકાયેલા કાર્યોમાં પ્રગતિ આવશે, જેનાથી મન થોડુંક પ્રસન્ન રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. કોઇ ધાર્મિક યાત્રાનું આયોજન થઇ શકે છે. ઘરમાં કોઇ નવી અતિથિનું આગમન થઇ શકે છે. બાળકોને ઠંડી સંબંધિત કોઇ રોગ થઇ શકે છે. ખોટા લોગોની સંગત ના કરો નહીંતર મુશ્કેલીમાં મુકાશો. રાજકીય કર્મચારીઓને લાભ મળવાની સંભાવના છે. હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી કંઇ જ નહીં થાય પરંતુ સામાજિક રીતે સક્રિય થવું પડશે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મિન રાશિમાં આવી જશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. કુંભ રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો થોડીક સોગાતો લઇને આવી શકે છે. જેનો ભાગ્ય સાથ આપશે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ એ ઉન્નતિ કરશે. નવા કાર્યોમાં આંશિક લાભ થશે. વિરોધી તમારા કાર્યોમાં અવરોધ ઉભા કરશે, પરંતુ અંતઃ સફળતા તમને મળશે. પ્રતિયોગી છાત્ર પરિક્ષાઓમાં સફળ રહેશે. કોઇ અધિકારીના સહયોગથી કોઇ કાર્ય સંપન્ન થશે. સહયોગીઓ સાથે મનોરંજન કરવાની તક પ્રાપ્ત થશે. મિત્રોની સલાહ પર આ સમય વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેએ વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. આ મહિનો સામાન્ય ફળ આપશે. કોઇ નવી યોજનામાં કરવામાં આવેલા પ્રયાસ ફળીભૂત થશે. પિતાનું સુખ અને સહયોગ મળશે. અધિકારીઓ સાથે મુલાકાત થશે. અચાનક યાત્રા કરી પડશે. કોઇ પ્રિય અતિથિ તમારા દ્વારે આવી શકે છે. ગૃહસ્થીને કાર્યોનું ભારણ વધી શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. કથની અને કરનીમાં સંયોગ બનાવી રાખો. કેસ સંબંધિત કાર્યોમાં તમે સફળ થશો. અત્યાધિક ભાવુક ના થાઓ. પરિવાર સાથે વધુ સમય વ્યતિત કરશો. રાજકીય વ્યક્તિઓની પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. શનિ તુલા રાશિમાં જ ગોચર કરશે. ગ્રહોની અનુકૂળતાના કારણે આ મહિનો તમારા માટે હિતકારી સાબિત થશે. પ્રશાસનિક અધિકારીઓ સાથે મધુર સંબંધ સ્થાપિત થશે. ઓફિસમાં સહયોગીઓ સાથે વિચાર મળતા આવશે. કોઇ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે, જેનાથી મન પ્રસન્ન થશે. સાસરી પક્ષનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. ભાઇના સહયોગથી કોઇ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. દૈનિક આવશ્યક્તાઓની પૂર્તિ થશે. સમયની પાબંદી કરો. બૌદ્ધિક લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બનશે. તમે તમારા આચરણને સુધારવાનો પ્રયાસ કર્યો. છાત્ર કોઇપણ કાર્ય ઉતાવળમાં ના કરો. મહિલાઓ દેખાડા તરફ વધારે આકર્ષિત થશે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. તમારા મિત્રોની અળખ કરવાનો અવસર પ્રાપ્ત થશે. માગલિક કાર્યોમાં તમે દાન કરી શકો છો. પૂજા-પાઠ તરફ અગ્રેસર થશો. પ્રાકૃતિક સૌંદર્યતા પ્રત્યે મન આકર્ષિત થશે. કાર્ય યોજનાઓ પ્રતિ સક્રિયતાઓ બનાવી રાખો. રાજકીય લોકો સાથે ઉઠવા બેસવાનું થશે. પારિવારિક સુખ અને શાંતિ બની રહેશે. વિદ્યાર્થી વર્ગને લાભ થશે. અજાણ્યા લોકોથી દૂરી બનાવી રાખો નહીંતર નુક્સાન થઇ શકે છે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાની શરૂઆત કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. તમારે માતાજીની સેવા કરવી પડશે. વિરોધીઓનું મોઢું બંધ કરવાની જરૂર છે. ઘરેલુ આવશ્યકતાઓની પૂર્તિ થશે. વ્યર્થની વાતોથી કોઇ તમારાથી નારાજ થઇ શકે છે. કોર્ટ કચેરીમાં પડેલા લંબિત કાર્યોમાંથી છૂટકારો મળશે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે. નવા લોકોને કાર્ય મળવાની સંભાવનાઓ છે. શિક્ષાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસ સાર્થક રહેશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલામાં પ્રવેશ કરશે અને શુક્ર 26 ડિસેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે, 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. આ મહિને શનિની શાનદાર સ્થિતિના કારણે જો કોઇ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે, તો તે સમાપ્ત થશે. સામાજિક રીતિ રિવાજોથી મન મુંઝાયેલું રહેશે. કેટલાક નવા લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મધુર સંબંધો બનશે. ધન સંબંધિત કાર્યોમાં નિષ્કાળજી ના રાખો. પિતાનો સહયોગ મળશે. સંતાન પ્રત્યે મન ઉદાસિન રહેશે. ધનનો અપવ્યય ન કરો અન્યથા સમસ્યા વધી શકે છે. કોઇ પણ કાર્ય ટાળવાનો પ્રયાસ ના કરો. નવી યોજનાઓમાં આશા અનુરુપ પ્રગતિ થશે. કોઇ સુખદ સમાચાર પ્રાપ્ત થશે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. 18 ઓક્ટોબર બાદ સૂર્ય તુલા રાશિમાં ગોચર કરવાની શરૂઆત કરશે. આ સમયે કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ ફળદાયક રહેશે. સંગીત, સાહિત્ય, કળામાં વિશેષ રૂચિ રહેશે. ઘરેલુ ખર્ચમાં વ્યય અધિક થશે જેના ફળ સ્વરૂપ મન થોડુક ચિંતિત રહેશે. સંતાનના દાયિત્વોની પૂર્તિ થશે. તમારા સામાનની દેખરેખ સ્વયં રાખો નહીંતર કોઇ મૂલ્યવાન વસ્તુની ચોરી થઇ શકે છે. ગૈર સરકારી સંસ્થાઓમાં કાર્ય કરતા લોકોના વેતનમાં વધારો થશે. સામાજિક કાર્યોમાં ભાગ લેશો. નવા કાર્યોમાં આશિંક લાભ થશે. વિરોધી તમારા કાર્યોમાં અવરોધ ઉભા કરશે, પરંતુ સફળતા તમને મળશે. પ્રતિયોગી છાત્ર પરિક્ષાઓમાં સફળ થશે. કોઇ અધિકારી દ્વારા સહયોગ નહીં કરવાથી મન દુઃખી થશે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે. 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિકમાં, મંગળ ધન તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. તમારી પ્રતિભાની કદર થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધી જશે. અત્યાધિક ધુમ્રપાન કરવું તમારા માટે કષ્ટકારી રહેશે. ઘર ગૃહસ્થી તરફથી ચિંતા થોડીક ઓછી થશે. પ્રશાસનિક અધિકારીઓ સાથે સંબંધો બનશે જેનાથી આગળ જતા લાભ મળશે. સહયોગીઓ સાથે મનોરંજન કરવાની તક મળશે. નવા કાર્યો પ્રત્યે ઝુકાવ રહેશે. કેટલાક લોકોને અચાનક યાત્રા કરવી પડશે. પરિવારમાં સમજૂતિની સમસ્યાથી સમાધાન થાય છે. તમારી દૂરદ્રષ્ટિ વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવશે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે. 14 ડિસેમ્બરથી બુધ પણ સૂર્ય રાશિમાં આવી જશે. 30 નવેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. 17 ડિસેમ્બર પછીનો સમય કુંભ રાશિના જાતકો માટે ગત દિવસોની અપેક્ષાએ સારો રહેશે. પરિવાર સાથે મનોરંજન કરવાનો અવસર પ્રાપ્ત થશે. પરિવાર સાતે મનોરંજન કરવાની તક પ્રાપ્ત થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પિતાનું સુખ અને સહયોગ મળશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. સમય સાથે ચાલવાની જરૂરિયાત છે. સ્વયંનું આકલન પણ કરવું પડશે, ત્યારે તમે તમારું સો ટકા આપી શકશો. શિક્ષાના ક્ષેત્રમાં આશાતીત સફળતાં મળવાના અણસાર છે. કેસ સંબંધિત કાર્યોમાં તમે સફળ રહેશો. અત્યાધિક ભાવુક ના થાઓ. ઇષ્ટ મિત્રો પાસેથી જરૂરિયાત પ્રમાણે મદદ મળશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of aquarius. Varshphal 2013 of your zodiac sign will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X