• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધનઃ માનસિક કષ્ટ આપી શકે છે 2014

|

ધન(યે,યો,ભા,ભી,ભૂ,ઘા,ફા,દા,ભે): લખનઉના જ્યોતિષ પં. અનુજ કે શુક્લ જણાવી રહ્યાં છે કે ધન રાશિના જાતકો માટે વર્ષ 2014 આમ તો ઘણું સારુ રહેશે, પરંતુ જતા-જતા માનસિક કષ્ટ આપી શકે છે. વર્ષની શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમયની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને કામ કરશો તો તમે તમારા મકસદમાં સફળ થશો. ઓફીસના કાર્યોમાં સાવદાની રાખવાની જરૂર છે. કોઇ મામલે દખલગીરી ના કરો. નહીંતર તણાવ બનેલો રહેશે.

વર્ષના મધ્યમાં સૂર્ય કર્ક રાશિમાં આવશે. બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળ તુલા રાશિમાં અને શુક્ર મિથુનમાં ગોચર કરશે, ગુરુ કર્કમાં હશે. સાથે જ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. સામાજિક દાયિત્વોની પૂર્તિ થશે. કોઇ અનહોનીના ભયથી મન ભયભીત રહેશે. સરકારી કાર્યોમાં પ્રગતિ થશે, જેનાથી આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. અચાનક ધન લાભ થઇ શકે છે.

વર્ષના અંતમાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાથે આવી જશે. શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. તેવામાં અત્યાધિક ઉત્તેજના અને ક્રોધથી બચવું અન્યથા કોઇની સાથેના સંબંધો ખરાબ થઇ શકે છે. ધૈર્યને પોતાનું શસ્ત્ર બનાવો. કોઇના પ્રત્યે વિશેષ આશા તમને માનસિક કષ્ટ આપી શકે છે. મિત્રો પ્રત્યે સહાનુભૂતિ રહેશે. વૃદ્ધોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. પરિવારના લોકોની જરૂરિયાતો તમારા દ્વારા પૂર્ણ થશે. હવે 2014 જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર સુધી કેવું રહેશે તમારું વર્ષ જાણવા તસવીરો પર ક્લિક કરો.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવી જશે. પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. સમયની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને કામ કરશો ત્યારે જ તમે તમારા મકસદમાં સફળ થશો. ઓફીસ કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઇ પણ મામલે દખલગીરી ના કરો. એજન્ટનું કાર્ય કરતા જાતકોને લોકોથી ફાયદો થશે. અનાવશ્યક વ્યસ્તતા બની રહેશે. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. કોઇ અજાણી વ્યક્તિના સહયોગથી કાર્ય પૂર્ણ થશે. કોઇ વ્યક્તિના દિલો દિમાગમાં તમે છવાઇ જશો. જે લોકો પ્રશાસનથી પરેશાન છે તેમને થોડીક રાહત મળશે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધન રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. તેમજ શનિ અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરતા રહેશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. ગ્રહોની અનુકુળતાના કારણે ફેબ્રુઆરી મહિનો ધન રાશિના જાતકો માટે પરિસ્થિતિઓમાં અનુકૂળતા લાવશે. મન અને આત્મામાં દુવિધાની સ્થિતિ બની રહેશે. ઉંડા વિચારોથી કોઇ સમસ્યાનું નિરાકરણ આવશે. કોઇ વ્યક્તિ દ્વારા આર્થિક સહયોગનો પ્રસ્તાવ મળી શકે છે. ન્યાય સાથે જોડાયેલા લોકોને થોડીક રાહત મળશે. ઘર ગૃહસ્થિનો ભરપૂર આંનદ ઉઠાવી શકશો. જોખમી કાર્યો કરવાથી લાભ પ્રાપ્ત થશે. સંતાનનો ઠંડીથી બચાવ કરો.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરતા રહેશે. સંતાન પ્રત્યે મન ચિંતિત રહેશે. ગૃહ સંબંધી વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં કઠણાઇ આવશે. નોકરશાહોના સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની આશંકા છે. અચાનક આવકમાં વધારો થવાના યોગ છે. વાણીનું સંતુલન જાળવી રાખો. નવા સંબંધોમાં પ્રગાઢતા આવશે. નાના બાળકોને ધારદાર હથિયારોથી દૂર રાખો, નહીંતર ઇજા થઇ શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ બની રહેવાના અણસાર છે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવી જશે. શુક્ર કુંભ અને મંગળ કન્યામાં ભ્રમણ કરશે. ધાર્મિક આસ્થા પ્રત્યે લગાવ વધશે. મન અનુસાર કાર્ય કરવાથી આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઇર્ષાળુ લોકો સાથે નિકટતા ના કેળવો. ધનનો ઉપયોગ વ્યર્થ કાર્યોમાં ના કરો નહીંતર સમસ્યાઓ આવી શકે છે. છાત્રોને હરવા ફરવાની તક મળી રહેશે. દરરોજની જરૂરિયાતોની પૂર્તિ થશે. મહિલાઓથી સાવધાની રાખો નહીંતર હાની થઇ શકે છે. હાલના સમયે તમારે અનિર્ણયની સ્થિતિથી બચવાનું છે. નવા કરાર કરવા માટ આ સમય યોગ્ય નથી.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેએ વૃષભ રાશિમાં ગોચર કરવાની શરૂઆત કરશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. સરકાર સાથે જોડાયેલા મામલાઓમાં પ્રગતિ થશે. કાર્ય યોજનાઓ પ્રત્યે વિચાર વિમર્શ થશે. સર્જન ડોક્ટર્સને આ સમય ઘણો જ અનુકુળ સાબિત થશે. ગૃહસ્થિના કાર્યોમાં થોડીક પ્રગતિ થશે. સકારાત્મક વિચારોથી મન સ્વસ્થ રહેશે. વાહન આદીનો પ્રયોગ કરવામાં સાવધાની રાખવી નહીંતર મોટી દુર્ઘટના થઇ શકે છે. ભૌતિક વસ્તુઓ પર અત્યાધિક ખર્ચ થઇ શકે છે. પરિવારમાં કોઇ વાતથી તમારુ મન દુઃખી થઇ શકે છે. ધર્મ-કર્મ પર ખર્ચ હશે. જમીન-જાયદાદમાં કેટલીક અડચણો આવવાની શક્યતાઓ છે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. શનિ તુલામાં જ ગોચર કરશે. ભાગ્ય પક્ષમાં કેટલીક મજબૂતી આવશે. નિર્ધન વ્યક્તિઓ પ્રત્યે દયા ભાવ ઉત્પન્ન થશે. કોઇને અપશબ્દ ના કહો. વાહનનો ક્રય વિક્રય કરવાથી હાલ કોઇ વિશેષ લાભ નહીં થાય. કોઇ મહિલાના સહયોગથી કોઇ કાર્ય પૂર્ણ થશે. ઘનિષ્ઠ મિત્રો સાથે વાર્તાલાપ થશે. લેખન કાર્યોમાં લાભ થશે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરવાની શરૂઆત કરશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. સામાજિક દાયિત્વોની પૂર્તિ થશે. કોઇ અનહોની થવાનો ભય મનને ભયભીત કરશે. સરકારી કાર્યોમાં પ્રગતિ થશે, જેનાથી આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. છાત્રોનું અધ્યયન સામાગ્રી ખરીદવાથી અત્યાધિક વ્યય થશે. લોખંડની વસ્તુઓથી સાવધાની રાખો નહીંતર ઇજા થઇ શકે છે. શોધ કાર્યોમાં લાગેલા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકુળ રહેશે. બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે.

1 ઑગસ્ટથી 21 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 21 ઑગસ્ટ

18 ઑગસ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાની શરૂઆત કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાની શરૂઆત કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્ય 18 ઑગસ્ટ બાદ પોતાની મૂળ ત્રિકોળ રાશિએ થઇને ભાગ્ય ભાવમાં ભ્રમણ કરશે. આ સમય ધન રાશિના જાતકો માટે સારો સાબિત થશે. ધર્મ-કર્મ અને ધ્યાન આકૃષ્ટ થશે. પ્રતિયોગી છાત્રોને સફળતા મળશે. જે લોકોના પિતા-પુત્રમાં વિવાદ છે, તેમને રાહત થશે. ટેક્નિકલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થોડોક લાભ થઇ શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વ્યાજ વિગેરે પર આપવામાં આવેલી રકમ પરત ફરશે. કોઇ મન પસંદ વસ્તુ ઉપહારના રૂપમાં મળી શકે છે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે, 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. યૌગિક ક્રિયાઓ તરફ મન આકર્ષિત રહેશે. નવા લોકોથી મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થશે. મીટિંગ કરવાથી કેટલીક નવી રણનીતિ સામે આવશે, જેનાથી દૂરાગામી પરિણામ લાભકારી સિદ્ધ થશે. માતાનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. કોઇ પણ નવુ કાર્ય કરતા પહેલા સલાહ જરૂરથી લો. પરિવારના સભ્યો સાથે કોઇ દૂરની યાત્રા કરવી પડશે. શાસન સત્તાનું સુખ અને સહયોગ મળી શકે છે. પૂજા-પાઠમાં મન લાગશે. ન્યાયિક લોકોની સલાહ લઇને કોઇ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરો. પરોપકાર કરવો તમારા માટે હિતકારી સાબિત થશે. મેડિકલ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકુળ રહેશે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવી જશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. જમીની વિવાદમાં સમજૂતિ કરવી પડશે. પરિવારના દાયિત્વોનું ભારણ, માનસિક સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. રસ્તામા મળતા લોકો સાથે સંબંધો સ્થાપિત ના કરો. બેજવાબદાર લોકો સાથે ઉઠવું બેસવુ બંધ કરો નહીંતર તમારું માન ઘટી શકે છે. પિતાના કાર્યોમાં સહયોગ કરો. અનૈતિક કાર્યો કરવાથી બચો. અત્યાધિક વ્યસ્તતા છતા પણ તમે ઘર માટે સમય કાઢી શકશો. બીજાના હિતનુ ધ્યાન રાખીને તમારુ કાર્ય કરો.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિકમાં, મંગળ ધનમાં અને 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશઇમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. 17 નવેમ્બર પછીનો સમય ધન રાશિના જાતકો માટે થોડોક કષ્ટદાયક સાબિત થશે. માનસિક ઉથલ-પુથલના કારણે કોઇ નિર્ણય લેવામાં સમસ્યા અનુભવશો. ઓફીસની જવાબદારીનું ભારણ વધી શકે છે. સંતાન તરફથી મન પ્રસન્ન રહેશે. એક જ કરતા રહેવાથી મન નકારાત્મક વિચારોથી ઘેરાશે. નવયુવક પોતાની બગડેલી કાર્યશૈલીને સુધારવાનો પ્રયાસ કરશે. ખોટા આંડબરથી તમારી શાન નહીં વધે. નૈતિકતા પ્રત્યે મન આકર્ષિત રહેશે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. અત્યાધિક ઉત્તેજના અને ક્રોધથી બચો નહીંતર સંબંધો બગડી શકે છે. ધૈર્યને પોતાનું શસ્ત્ર બનાવો. કોઇના પ્રતિ વિશેષ આશાઓ તમને માનસિક કષ્ટ આપી શકે છે. મિત્રો પ્રત્યે સહાનુભૂતિ રહેશે. વૃદ્ધોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. પરિવારના લોકોની જરૂરિયાતો તમારા દ્વારા પૂર્ણ થશે. જીવન પ્રત્યે સકારાત્મક વિચારો બનાવી રાખો. સંતાન તરફથી ફરિયાદો મળશે જેનાથી તમે ચિંતિત રહેશો.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of sagittarius. Varshphal 2013 of your zodiac sign will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more