• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વૃષભઃ કારકિર્દીની દ્રષ્ટિએ શાનદાર છે 2014

|

વૃષભ-(ઇ,ઉ,એ,ઓ,વા,વી,વૂ,વે,વો): લખનઉના જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લ તમને જણાવી રહ્યાં છે કે વૃષભ રાશિવાળા માટે વર્ષ 2014 ઘણું જ સારું સાબિત થશે, ખાસ કરીને કારકિર્દીની દ્રષ્ટિએ. વર્ષની શરૂઆત થી જ ધમાકેદાર થવાની છે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. ચંદ્રમાને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે જાન્યુઆરી મહિનામાં વૃષભ રાશિવાળાઓના જીવનમાં અનેક પરિવર્તન આવી શકે છે. ફેબ્રુઆરીમાં લગ્નેશ શુક્ર અષ્ટમ ભાવમાં ગોચર કરશે જેના કારણે છૂટપુટ અડચણો આવશે અને નાના મોટા કાર્યોમાં લઘુ અવધિ માટે ગતિ ધમી થઇ શકે છે. પરંતુ મોટા કાર્યોમાં સ્થાયી રીતે ઉન્નતિ થતી રહેશે.

વર્ષના મધ્યમાં જુલાઇ ઑગષ્ટમાં કર્કમાં બુધ સાતે સંગ્રસ્ત થઇ જશે જેનાથી નવી યોજનાઓ પર વિચાર વિમર્શ થવાના આસાર છે. સરકારી કાર્યોમાં પ્રગતિ થશે અને ઘર ગૃહસ્થીમાં સુખદ વાતાવરણ બની રહેશે. આ દરમિયાન નોકરી દસ્તક આપી શકે છે. સપ્તમેશ મંગળ જુલાઇમાં છઠ્ઠા ભાગમાં આવશે જેના કારણે દામ્પત્ય જીવનમાં ખટરાગ થઇ શકે છે અને જીવન સાથી રોગની ઝપેટમાં આવી શકે છે.

વર્ષના અંતિમ મહિનામાં ફરી એકવાર ભાગ્યોદય પ્રબળતા સાથે થશે. સપ્તમનો સૂર્ય કેટલાક લોકો માટે પરિવર્તનકારી પણ સાબિત થઇ શકે છે. સરકારી લોકોનું સ્થળાતંરણ વિગેરે થવાના સંકેત છે. સમજદારીભરી રણનીતિ હેઠળ કાર્યોને તમે નવી દિશા આપવામાં સફળ થશો. તમારા વાર્ષિક ભવિષ્યને વિસ્તારથી વાંચવા માટે નીચે આપેલી તસવીરો પર ક્લીક કરો.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. ચંદ્રમાં છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. જાન્યુઆરી મહિનામાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં અનેક પરિવર્તન આવી શકે છે. ભાગ્ય પક્ષ મજબૂત થશે જેના કારણે ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થવાના આસાર છે. દૂરની યાત્રા વિગેરના અવસર પ્રાપ્ત થશે. માનસિક સ્થિતિ સારી રહેશે તેથી કાર્ય કરવામાં મન લાગશે. કેટલાક લોકોને અનિદ્રાનો શિકાર થવો પડશે. પારિવારિક ખર્ચા અધિક વધશે તેથી દાંપત્ય જીવનમાં ખટારગ થઇ શકે છે.

2 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

2 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમા આવશે. બુધ ગ્રહ સૂર્યની સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધનુ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. બીજી તરફ શનિ અને રાહુ તુલામાં જ ભ્રમણ કરશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. ફેબ્રુઆરીમાં લગ્નેશ શુક્ર અષ્ટમ ભાવમાં ગોચર કરશે, જેના કારણે નાની મોટી અડચણો આવશે અને નાના મોટા કાર્યોમાં લઘુ અવધિ માટે ગતિ ધીમી થઇ શકે છે. પરંતુ મોટા કાર્યોમાં સ્થાયી રીતે ઉન્નતિ થતી રહેશે. રિસ્ક લેવાથી બચોની આવશક્યતા છે અન્યથા નાની મોટી હાનિ થઇ શકે છે. ધનનો સ્વામી અષ્ટમ ભાવમાં પડે છે તેથી ઘનના લેન-દેનથી બચવુ અપરિહાર્ય છે. નાની મોટી રાશિ ઉપરાંત અધિક ધનનું રોકાણ ના કરો.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં જ ગોચર કરશે. વૃષભ રાશિવાળાઓ માટે માર્ચનો મહિનો સારો સાબિત થશે. લગ્નેશ શુક્ર ભાગ્ય ભાવમાં ભ્રમણ કરશે જેના કારણે ભાગ્ય પક્ષમાં મજબૂતી આવશે અને રોકાયેલા તથા યોજનાઓમાં ગતિશીલતા આવશે. ધાર્મિક કાર્યો તરફ ઝુકશો જેનાથી આત્મશક્તિમાં વૃદ્ધિ થશે. પારિવારિક સ્થિતિઓ પહેલાની અપેક્ષા ઘણી અનુકુળ સાબિત થશે. સગા સંબંધિઓથી થોડોક લાભ થઇ શકે છે. પ્રેમી-પ્રેમિકાને મળવા માટે મન વ્યાકુળ થશે પરંતુ કોઇ કારણ સર મળવું સંભવ નહીં થાય.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

એપ્રિલમાં સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. બુધ અને શુક્ર બન્નેનુ ભાગ્ય ભાવમાં એક સાથ હોવું એ વાતનું સૂચક છે કે વૃષભ રાશિવાળાઓ માટે એપ્રિલનો મહિનો સારો રહેશે. દુવિધાજનક સ્થિતિઓમાંથી બહાર નિકળીને સ્વંયને સજાગ અને સકારાત્મક રાખવાથી તમે સફળતા તરફ આગળ વધી શકશો. વિપક્ષીઓના પ્રતિરોધાત્મક વળણ તમને લડવાની નવી ઉર્જા આપશે. ઘરેલુ મુશ્કેલીઓના કારણે પતિ-પત્નીમાં તકરાર થઇ શકે છે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેના રોજ સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. સૂર્ય પોતાના પ્રથભ ભાવમાં ગોચર કરશે જેનાથી તમે થોડાક માનસિક રીતે પરેશાન થઇ શકે છે, કારણ કે માતાને કોઇ પ્રકારનુ કષ્ટ થઇ શકે છે અથવા તો વાહન સંબંધિત કોઇ મુશ્કેલી આવી શકે છે. લગ્નેશ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં 24 મે સુધી રહેશે. આ દરમિયાન વૈભવી વસ્તુઓની ખરીદી થઇ શકશે. આ મહિને રિસામણા મનામણા રહેશે. જોકે રિસાયેલાને મનાવવામાં મુશ્કેલીઓ નહીં નડે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યામા અને 5 જૂને ગુરુ કર્ક રાશમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. શનિ તુલામાં ગોચર કરતો રહેશે. સૂર્ય તમારા પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ કરાવશે અને લેખનનું કામ કરનારાઓ માટે વિશેષ કરીને હિતકર રહેશે. જે લોકો સરકારી અથવા પ્રાઇવેટ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઇ રહ્યાં છે, તેમને સફળતાં મળશે. સરકારી કર્મચારીઓને વધુ બોનસ અથવા પદોન્નતિ થઇ શકે છે. કોઇ કારણવશ માનસિક તણાવ રહી શકે છે, પરંતુ તેમાથી નિકળવાનો રસ્તો મળી જશે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્કમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. ચંદ્ર છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. મિત્રોનું સુખ અને સહયોહ પ્રાપ્ત હશે, જેનાથી મનમાં આશાનિવત થશે. બુધ 29 જુલાઇએ કર્કમાં બુધને સાથ સંગ્રસ્ત થઇ જશો જેનાથી નવી યોજનાઓ પર વિચાર વિમર્શ થવાના આસાર છે. સરકારી કાર્યોમાં પ્રગતિ થશે અને ઘર ગૃહસ્થીમાં સુખદ વાતાવરણ બનવાના આસાર જોવા મળી રહ્યાં છે. સપ્તમેશ મંગળ 15 જુલાઇમાં છઠ્ઠા ભાવમાં આવશે જેના કારણે દામ્પત્ય જીવનમાં અણબનાવ થઇ શકે છે, અને જીવન સાથી રોગની ઝપેટમાં આવી શકે છે.

1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ

1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ

18 ઑગષ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગષ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ઉપરાંત અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહશે. ઑગષ્ટનો મહિનો વૃષભ રાશિવાળાઓ માટે સામાન્ય રહેશે. ચતુર્થનો સૂર્ય દિમાગી ઉલઝનો ઉત્પન્ન કરશે પરંતુ કેટલાક નવા કાર્યો કરવા માટે પ્રેરિત પણ કરશે. આ સમયે બીજાની ટીકા કરવાથી બચો અને સ્વંયની ઉણપનું આલકન કરવાની જરૂર છે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બર કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરશે. પંચમનો સૂર્ય તમારી યોજનાઓ પર વિરામ લાવી શકે છે. સામાજિક કાર્યોમાં ગતિશિલતા આવશે અને દૂરસ્થ લોકો સાથે કેટલાક વૈચારિક મતભેદ પણ ઉત્પન્ન હશે. રૂઢિવાદી પરંપરાઓ ખંડન કરવામાં કેટલાક લોકો તમારા વિરોધી થઇ જશે. ઘર અને પરિવારમાં આપસી સહમતિથી જ વિકાસની ગાડી દોડશે. આપસી સહમતિના આધારે કરવામાં આવેલા નિર્ણયોથી પ્રેમ વધશે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબેર પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરશે. તુલાનો સૂર્ય તમારી મનોકામના પૂર્ણ કરવામા મદદ કરશે. રોકાયેલા કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે. પોતાની ખાનગી બાબતોને સાર્વજનિક કરવાનો પ્રયત્ન ના કરો અન્યથા વિરોધી તમારી નબળાઇઓ પર પ્રહાર કરશે. સમયનો ઉપયોગ કરીને એ સમયે તમે પ્રત્યેક સફળતા પ્રાપ્ત કરી શકો છો. કર્કનો ગુરુ તમારી ક્ષમતાઓનો વિકાસ પણ કરશે. નવા રોજગારમાં સારી ઉન્નતિ થશે. જોબમાં સારું પ્રદર્શન કરવાથી તમારું મહત્વ વધશે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિકમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્રે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. સપ્તમનો સૂર્ય કેટલાક લોકો માટે પરિવર્તન કારી પણ સાબિત થઇ શકે છે. સરકારી લોકોના સ્થળાંતરણ વિગેરના સંકેત છે. સમજદારી પૂર્વકની રણનીતિ હેઠળ કરવામાં આવેલા કાર્યો નવી દિશા આપવામાં સફળ રહેશે. કારણ વગર વિવાદ થવાની આશંકા છે, તેથી પ્રયત્ન કરો કે તમે તમારા પર નિયંત્રણ રાખો. શનિ વૃશ્ચિક રાશિમાં આવવાથી માનસિક ક્લેશ વધશે. દામ્પત્ય જીવનમાં અડચણો આવી શકે છે. તેથી ધૈર્ય બનાવી રાખો.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 ડિસેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર વ મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. ડિસેમ્બરના મહિનામાં અષ્ટમનો સૂર્ય તમારી ગુપ્ત વાતોને ઉજાગર કરી શકે છે અને કોઇ કારણવશ અપમાનિત થઇ શકો છો. અતઃ સાવધાની રાખો. સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિ એક દ્વિસ્વભાવ અન આધ્યાત્મિક રાશિ છે. તમે ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરવામાં ખચકાટ અનુભવી શકો છો પરંતુ નિઃસંકોચ કંઇને કંઇક દાન જરૂર કરો. જેનાથી તમારી સમસ્યાઓ થોડીક ઓછી થઇ શકે છે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in hindi. Get the complete year prediction for 2013. Year prediction of Taurus. Varshphal 2013 of your zodiac sign will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more