• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sagittarius Yearly Horoscope 2019: ધન રાશિનું વાર્ષિક રાશિફળ 2019

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ધન રાશિના જાતકો માટે વર્ષ 2019 ચેલેન્જભર્યુ રહેશે. જો કે સંઘર્ષ વચ્ચે તમને સફળતા પણ મળશે. આ વર્ષે નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. ધન મામલે આ સમય અનુકૂળ રહેશે. આ વર્ષે બિઝનેસમાં લાભ થવાનો યોગ છે. વારસાગત મિલકતથી લાભ થવાની શક્યતા છે. તમારી લવ લાઈફને લઈ આ વર્ષ અઘરું રહેશે. પ્રેમમાં વિવાદ રહેશે. બને તેટલું વાતચીતથી સમાધાન લાવજો. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. વપરિત પરિસ્થિતિમાં જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરજો. વર્ષની શરુઆતમાં આરોગ્યની તકલીફ રહેશે. આ વર્ષે વાહન ચલાવતા સાચવજો. પ્રવાસથી થાકી જશો.

આ પણ વાંચો: Scorpio Yearly Horoscope 2019: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક

આર્થિક

આર્થિક રીતે આ વર્ષ ખાસ રહેશે. આ વર્ષે ખર્ચામાં વધારો થશે, પણ તમારી આવકમાં ભારે વૃદ્ધિ જોવા મળશે. ઓછી મહેનત છતાં તમારી પાસે ધન આવશે. જો કે મહેનત કરવાથી ચૂકશો નહિં. નકામા ખર્ચા પર નિયંત્રણ લાવજો અને ધનની બચત થશે. વિવિધ સ્ત્રોતો દ્વારા આર્થિક લાભ થશે. વારસાગત મિલકતમાં વધારો થશે. પરિજનો આર્થિક પક્ષ મજબૂત કરવામાં મદદ કરશે. દેશ-વિદેશામાં તમારા આર્થિક સંબંધો સારા થશે.

આરોગ્ય

આરોગ્ય

આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આ વર્ષે આરોગ્યની તકલીફ રહેશે. માર્ચ-એપ્રિલ તમારા માટે ઉત્તમ રહેશે. આ વર્ષે તમે ગઠિયાના રોગથી હેરાન રહેશો. સાથે જ પીઠ અને કમરનો દુઃખાવો રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તબિયત સાચવજો. પ્રવાસ દરમિયાન થાકી જશો. કોઈ સમસ્યાને કારણે તમે માનસિક રીતે થાકી જશો. તમારા ખાન-પાન પર ખાસ ધ્યાન આપજો. મધુમેહના દર્દીઓ આ સમયે સાચવીને રહે. વ્યાયામ કરવાનું ભૂલશો નહિં.

નોકરી અને વેપાર

નોકરી અને વેપાર

આ વર્ષ કેરિયર માટે મિશ્રિત રહેશે. કેરિયરમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. જો કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તમારા કેરિયરની ગાડી પાટે આવી જશે. આ સમયે તમને સારુ પરિણામ મળશે. નવી નોકરી મળવાની શક્યતા છે. કાર્યક્ષેત્રે વરિષ્ઠોનો સહકાર મળશે. સહકર્મીઓની પૂરતી મદદ મળી રહેશે. જૂનથી સપ્ટેમ્બરમાં તમને મહેનત અનુસાર ફળ મળશે. વિરોધીઓ તમારી સફળતાથી જલશે. આ વર્ષે તમારી સામે એવી પણ પરિસ્થિતિ આવશે જેમાં તમે નિરાશા, અસફળતા જેવા કડવા અનુભવો મેળવશો.

સંબંધો

સંબંધો

કૌટુંબિક જીવનમાં કંઈક નવાપણું જોવા મળશે. તમે આ વર્ષે તમારા પ્રોફેશનલ કામમાં વ્યસ્ત રહેશો. જેને કારણે પરિવારને સમય આપી શકશો નહિં. જેની અસર તમારા કૌટુંબિક જીવન પર પડશે. આ વર્ષે તમને કૌટુંબિક સુખ મળી રહેશે. ભાઈ-બહેનને પોતાના કામમાં પ્રગતિ થશે. નવું ઘર ખરીદવામાં તમને તમારા ભાઈ-બહેનની મદદ મળી રહેશે. માતા-પિતાને આરોગ્યની નાની-નાની તકલીફો રહેશે.

લવ લાઈફ

લવ લાઈફ

પ્રેમ સંબંધ માટે આ વર્ષ સારુ રહેશે, પણ પ્રિય પાર્ટનર સાથે અનબનમાં ઉતરશો નહિં. એવી અનેક તકો તમારી સામે આવશે, જેમાં તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકશો. પ્રેમ જીવનને લઈ ગંભીર રહેશો. વિવાદને વધુ આગળ વધારશો નહિં. વર્ષના શરૂઆતના માસમાં તમારું પ્રેમ જીવન ખૂબ સારુ ચાલશે. આ સમયે પ્રેમ સંબંધમાં પ્રગાઢતા આવશે. તમે સંપૂર્ણ પણે તમારા પાર્ટનરને સમર્પિત રહેશો.

શિક્ષણ

શિક્ષણ

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરી આ વર્ષને સામાન્ય બનાવી શકે છે. પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરશો. આ સમયે તમારા અભ્યાસમાં ધ્યાન આપજો, નહિંતર તમારા રિઝલ્ટ પર તેની અસર થશે. અભ્યાસમાં સિલેબલ્સને સમજવામાં તમને થોડી મુશ્કેલી આવશે. ટેકનીકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને થોડી ચેલેન્જો રહેશે. સફળતા માટે સખત મહેનત કરવી પડશે.

English summary
Sagittarius Yearly Horoscope 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X