• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડિપ્રેશનમાં રાહત મેળવવા જરૂર કરો આ મંત્રોનું ઉચ્ચારણ

By desk
|
Google Oneindia Gujarati News

વ્યકિતના જીવનમાં અનેક એવી ઘટનાઓ બને છે, જેમાંથી માનસિક રીતે નબળી વ્યકિત હોય તો તેમાંથી બહાર આવવું તેની માટે મુશ્કેલ બને છે. જેવા કે નજીકની કોઈ વ્યકિતનું મૃત્યુ થઈ જવું, લગ્ન તૂટી જવા, નોકરીનું છૂટી જવું, વેપારમાં બરબાદ થઈ જવુ વગેરે વગેરે....

આવા કિસ્સામાં વ્યકિતને લાગતુ હોય છે કે હું મારા જીવનમાં નિષ્ફળ સાબિત થયો છું. જેને કારણે તે માનસિક રીતે પડી ભાંગે છે. આ બાબત ધીમે ધીમે તેના મનમાં બેસી જાય છે. ઘણા ઓછા વ્યકિત હોય છે કે જે આમાંથી સંઘર્ષ કરી બહાર આવવાનો પ્રયત્ન કરતા હોય. માનસિક રીતે અવસાદ ગ્રસ્ત વ્યકિત હંમેશા નીચું મોં રાખીને રહે છે. જેને કારણે તેનામાં ગુસ્સો, શરમ અને જીવનમાં ખાલીપણું અનુભવે છે.

કેવી રીતે જાણશો કે તમે ડિપ્રેશનમાં છો?

જે વસ્તુઓથી તમને પહેલા સુખ અને ઉત્સાહ રહેતો તે વસ્તુઓ તમને બેકાર લાગે છે. તેની સાથે વ્યકિતને ખોરાક માટે વિકાર જન્મે છે, જેમ કે વધુ પડતુ જમવું કે બિલકુલ ન જમવું. આવા સમય વ્યકિત સાચો નિર્ણય લઈ શકતો નથી. યાદશક્તિ કમજોર થઈ જાય છે. અને કામમાં મન લાગતું નથી. જેની યોગ્ય દવા ન થતા વ્યકિત આત્મહત્યા સુધી કરવા પર મજબૂર થઈ જાય છે.

આપણો સમાજ માનસિક અશાંતિને સમજતો નથી અને જે વ્યકિત ડિપ્રેશનમાં હોય તેને પાગલ કરાર કરી દે છે. અવસાદને ખતમ કરવો હોય તો તે વ્યકિતને પ્રેમ અને સાથની જરૂર છે. તેની સાથે તેને માનસિક અશાંતિ માંથી બહાર આવવા માટે ધાર્મિક માર્ગનો પણ સહારો લેવો જોઈએ. જ્યારે વ્યકિત પોતાના મનનું માનવા લાગે અને ભગવાનમાં શ્રદ્ધા રાખવા લાગે ત્યારે તેની માટે ડિપ્રેશનમાંથી નીકળવું સરળ બની જાય છે. પરિણામે આજે અમે તમને કેટલાક એવા મંત્રો જણાવિશું જેનાથી ડિપ્રશેનનો ભોગ બનેલાને માનસિક અશાંતિમાંથી રાહત
મળે.

મંત્રોનો જાપ કેવી રીતે કરવો!

તમને જે મંત્ર સારો લાગે તે પસંદ કરી લેવો અને તેનો જ અભ્યાસ કરવો. સવારે ઉઠી સ્નાન પતાવી કોઈ શાંત જગ્યાએ બેસી જવું. પુજાના રૂમમાં પણ બેસી શકો છો. હવે આ મંત્રને વારંવાર ઉચ્ચારો. તમને જણાશે કે તમારી એકાગ્રતા સારી થઈ જશે અને ધીમે ધીમે તમારો વિશ્વાસ પાછો આવવા લાગશે. શરૂઆતમાં થોડું મુશ્કેલ જણાય પણ ધીમે ધીમે તમે માનસિક અવસાદમાંથી પણ બહાર આવી જશો.

સંકટનાશક ગણેશ સ્ત્રોત

ગણપતિ દરેક સંકટોને દૂર કરનારા મનાય છે. તેમના આશીર્વાદથી ભક્તોને સુખ અને સમૃધ્ધિ મળે છે. તેમને સંકટહર્તા પણ કહેવાય છે. જે દરેક સમસ્યાઓને હરી દે છે. સંકટનાશક ગણેશ સ્ત્રોત મંત્રનો જાપ કરો અને મનમાં શાંતિ લાવો.

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।।

भक्तावासं स्मरेन्नित्यमायु:कामार्थसिद्धये ।।१ ।।

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।।
तृतीयं कृष्णपिङ्क्षं गजवक्त्रं चतुर्थकम् ।।२ ।।

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।।
सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ।।३ ।।

नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।
एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ।।४ ।।

द्वादशैतानि नामानि त्रिसंध्यं य: पठेन्नर: ।
न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो ।।५ ।।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् ।।६ ।।

जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासै: फलं लभेत् ।
संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय: ।।७ ।।

अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य: समर्पयेत् ।
तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादत: ।।८ ।।

इति श्री नारदपुराणे संकटविनाशनं श्रीगणपतिस्तोत्रं संपूर्णम् ।

મહાકાળી મંત્ર!

માતા કાળકા નકારાત્મકતાને ખતમ કરે છે. તેમનું ઉગ્ર રૂપ શક્તિશાળી મનાય છે. સાથે જ તેમને દયા અને પ્રેમનું રૂપ માનવામાં આવે છે. તેમના મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને મન શાંત થાય છે.

ॐ क्रीं क्रीं क्रीं हूँ हूँ ह्रीं ह्रीं दक्षिणे कालिके क्रीं क्रीं क्रीं हूँ हूँ ह्रीं ह्रीं स्वाहा॥

નરસિંહ મંત્ર!

માનસિક અશાંતિને દૂર કરવા માટે નરસિંહ મંત્રથી સર્વોચ્ચ મંત્ર કોઈ નથી. તેનાથી અવસાદમાંથી બહુ જલ્દી બહાર આવી શકાય છે. તે માટે વ્યકિતએ 48 દિવસ સુધી આ મંત્રના

108 વખત જાપ કરવા જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારી સામે તાંબાના એક ગ્લાસમાં પાણી ભરીને રાખો અને 108 જાપ પત્યાબાદ આ પાણી ગ્રહણ કરી લેવું.

ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम्। नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् ॥

English summary
Did you know that there are mantras by which you can actually get rid of depression.Well, read to know what are these mantras.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X