શિવ-પાર્વતીનાં ઘર અંગે જાણો કેટલીક રસપ્રદ વાતો
હાલમાં જ મુખ્યમંત્રી બનવાની સાથે જ યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે કે, કૈલાશ માનસરોવર યાત્રાએ જનારને યુપી સરકાર 1 લાખ રૂપિયાની મદદ કરશે. કૈલાસ માનસરોવરની યાત્રાનું પ્લાનિંગ કરનારાઓ માટે આ શુભ સમાચાર છે. કૈલાશ માનસરોવર યાત્રા દેશની સૌથી મોટી ધાર્મિક યાત્રા મનાય છે. આવો આ યાત્રાસ્થળ અંગેની મહત્વની જાણકારી મેળવીએ.
શિવ-પાર્વતીનું ઘર
કૈલાશ માનસરોવરને શિવ-પાર્વતીનું ઘર માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે માનસરોવરની પાસે સ્થિત કૈલાશ પર્વત પર શિવ-શુંભુનું ધામ છે. આ એ જ પવિત્ર જ્ગ્યા જ્યાં શિવ-શંભુ વિરાજમાન છે. 12 જ્યોતિર્લિંગમાં સર્વશ્રેષ્ઠ પુરાણો પ્રમાણે અહીં ભોળાનાથનું સ્થાયી રહેઠાણ હોવાને કારણે આ સ્થાનને 12 જ્યોતિર્લિંગમાંનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
માનસરોવર તિબેટની એક ઝીલ
હિંદુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવનારી માનસરોવર તિબેટની એક ઝીલ છે. જે 320 વર્ગ કિલોમિટરને ક્ષેત્રમાં ફેલાયેલી છે. જેની ઉત્તરમાં કૈલાશ પર્વત અને પશ્ચિમમાં રાક્ષસલેક છે. આ સમુદ્રતટથી લગભગ 4556 મીટર ઉંચાઈ પર આવેલ છે. તેની યાત્રા ત્રિજ્યા લગભગ 88 કિલોમીટર છે અને ઉંડાઈ આશરે 90 મિટર છે.
માનસરોવર નામ કેવી રીતે પડ્યુ
હિંદુ માન્યતા પ્રમાણે માનસરોવર ઝીલ સર્વપ્રથમ ભગવાન બ્રહ્માના મનમાં ઉત્પન્ન થઈ હતી, પરિણામે તેને માનસરોવર કહે છે કારણ કે માનસ અને સરોવર મળીને બનેલી છે જેનો શાબ્દિક અર્થ થાય છે-મનનું સરોવર. જ્યાં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો. માટે અહીં એક પાષાણ શીલાને તેમનું રૂપ માનીને પૂજવામાં આવે છે.
બૌદ્ધિક અને જૈન ધર્મ માટે પણ પવિત્ર ધામ
બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ માટે પણ આ માનક છે. બૌદ્ધિક ધર્મને માનનારા કહે છે કે, અહીં જ રાણી માયાને ભગવાન બુદ્ધની ઓળખ થઈ હતી. તેવી જ રીતે જૈના માટે પણ તે પવિત્ર સ્થળ મનાય છે.