For Quick Alerts
For Daily Alerts
'Y' અક્ષર વાળા લોકોનું જીવન એક રહસ્ય સમાન હોય છે
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'X' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'Y' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'Y' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..
- જેમનું નામ અંગ્રેજી અક્ષર 'Y'થી શરૂ થતું હોય તેવા લોકો સ્વભાવે અત્યંત સંવેદનશીલ હોય છે.
- પોતાનામાં જ ખોવાયેલા રહેતા આ લોકોને વધારે બોલવું પસંદ નથી.
- તેમનું જીવન એક રહસ્ય હોય છે, તેમને એકાંત જીવન જીવવું પસંદ હોય છે.
- પોતાના જીવનમાં તેઓ જે પણ સબંધો બનાવે છે, તેને ખૂબ પ્રમાણિકતાથી નિભાવે છે.
- વધુ ભીડવાળી જગ્યાએ રહેવું તેમને પસંદ નથી.
- સ્પષ્ટવાદી સ્વભાવને કારણે તેઓ ક્યારેક કડવું પણ બોલી દે છે.
- પોતાની વસ્તુઓ પર તેઓ પૂર્ણ અધિકાર ધરાવે છે.
- સેક્સમાં તેઓ ઘણો રસ ધરાવે છે.
- સામાજીક જીવનથી દૂર રહેનારા આ લોકો પોતાના જીવનમાં તો ઘણા સફળ હોય છે, પણ તેમનું જીવન સંઘર્ષ ભર્યું રહે છે.
- સમાધાન કરવું તેમને પસંદ નથી.
- પોતાનું કેરિયર અને જીવન તેઓ પોતાની જાતે જ પસંદ કરે છે. જેથી તેઓ જે પણ કામ કરે છે, તેમાં નિષ્ણાત હોય છે.
- પૈસા અને માન-સન્માન તેમને ભરપૂર મળે છે, પણ તેમાં થોડી વાર લાગે છે. અંતે તેઓ સફળ તો ચોક્કસ થાય છે.
- આ નામના લોકો વૈજ્ઞાનિક અને વધુ દાર્શનિક હોય છે.
- તેમની યાદશક્તિ અને કલ્પનાશક્તિ અત્યંત પ્રબળ હોય છે.
- તેમની છવી આકર્ષક હોય છે અને તેમનો સ્વભાવ ખુશમિજાજી હોય છે.
- તેમને જ્યારે ગુસ્સો આવે ત્યારે તેઓ આક્રમક બની જાય છે.
- પોતાની વસ્તુઓ શેર ન કરનારા આ લોકો કોઈના જીવનમાં હસ્તક્ષેપ કરવું પણ પસંદ કરતા નથી.
Comments
English summary
Your Name is your identity but your name affects your personality. For Example, Y Letter is a synonymous Of Reserve and straight Forward.