આ રાશિના જાતકો માટે પોતાના એક્સને ભૂલાવવુ નથી હોતુ સરળ, જીવનભર સતાવે છે તેમની યાદ
નવી દિલ્લીઃ રિલેશનશિપને ખતમ કરીને આગળ વધવુ અમુક લોકો માટે મુશ્કેલ અને અમુક કપલ્સ માટે ખૂબ જ વધુ મુશ્કેલ હોય છે. કહેવાય છે કે સમય દરેક દર્દની દવા છે અને સમય પસાર થવા સાથે વસ્તુઓ ઠીક થઈ જાય છે. પરંતુ અમુર રાશિઓ એવી છે જે જીવનભર પોતાના એક્સની યાદમાંથી બહાર નથી આવી શકતી. જૂના પાર્ટનરની યાદ તેમને કોઈને કોઈ રીતે હેરાન કરે છે અને તેમના મગજમાં રહે છે. આવો જાણીએ એવી કઈ રાશિઓ છે જે પોતાના એક્સ પાર્ટનરને ક્યારેય ભૂલી નથી શકતી.

વૃષભ
તેઓ જેને પ્રેમ કરે છે તેને તેઓ સરળતાથી ભૂલી શકતા નથી. તેઓ ઝડપથી સંબંધમાં આવતા નથી અને જો તેઓ સંબંધ બાંધો તો તેઓ તેમાં સર્વસ્વ આપી દે છે. કદાચ આ જ કારણ છે કે તેમના માટે તેમના એક્સને ભૂલી જવુ સરળ નથી.

કર્ક
જ્યારે કોઈ તેમનુ દિલ તોડે છે ત્યારે તેઓ ખૂબ જ નિરાશ થઈ જાય છે. તેઓ તેમના એક્સની યાદમાંથી બહાર આવી શકતા નથી. તેઓ પોતાના જીવનમાં રિલેશનને પ્રાથમિકતા આપે છે. તેઓ તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ અને સપોર્ટીવ હોય છે. આ જ કારણ છે કે જ્યારે તેઓ સંબંધમાં છેતરપિંડી કરે છે ત્યારે તેમના માટે તેમાંથી બહાર આવવુ ખૂબ મુશ્કેલ બની જાય છે.

કન્યા
જ્યારે તેમને બીજી તક મળે છે ત્યારે તેઓ તેમની ભૂલ સુધારવાનો પૂરો પ્રયાસ કરે છે. કન્યા રાશિના લોકો દરેક કામ પૂર્ણતાથી કરે છે પરંતુ સંબંધોની બાબતમાં આ સિદ્ધાંત યોગ્ય સાબિત થતો નથી. તેઓ તેમનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે કે તેમના એક્સ તેમને યાદ કરે અને સંબંધ સામાન્ય થઈ જાય. ભૂતકાળના સંબંધો સાથે જોડાયેલી વાતો તેમના મગજમાં ચાલતી રહે છે.

તુલા
તુલા રાશિના લોકો દિલના ખૂબ જ ભોળા હોય છે. એક્સના ખોટા આંસુ જોઈને તેઓ પીગળી જાય છે. સાચા અને કપટી વ્યક્તિ વચ્ચેનો તફાવત કરવામાં તેમને ઘણો સમય લાગે છે અને તેમના એક્સ આ વસ્તુનો લાભ લે છે. બીજી બાજુ તુલા રાશિના લોકો સંબંધોના મધ્યમાં અટવાઇ જાય છે. ન તો તેઓ આગળ વધી શકે છે અને ન તો તેઓ તેમના સંબંધોને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે.

મીન
મીન રાશિના લોકો ખૂબ જ પ્રેમાળ અને સ્માર્ટ હોય છે. આ જ કારણ છે કે તેમના એક્સ તેમને છોડીને સંબંધને સંપૂર્ણપણે છોડી શકતા નથી. તેઓ સંબંધમાં ખૂબ જ પ્રમાણિક હોય છે અને આ જ કારણ છે કે તેમના એક્સ પસ્તાવો કરે છે અને સંબંધમાં પાછા આવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકોને આમાં સફળતા પણ મળે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં મીન રાશિના લોકો તેમને સ્વીકારવી નથી શકતા.