For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014 ફોક્સવેગન પોલો રેન્જ ભારતમાં લોન્ચ

|
Google Oneindia Gujarati News

2014માં ફોક્સવેગન ઇન્ડિયા પોલોની નવી રેન્જ લોન્ચ કરવા જઇ રહી છે. આ નવા અને રિફ્રેશ્ડ મોડલ પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટ્સમાં જોવા મળશે. તાજેતરમાં જર્મન ઓટોમોબાઇલ કંપનીએ 2014 પોલોને લોન્ચ કરી છે, જેની કિંમત દિલ્હી એક્સ શોરૂમ અનુસાર 4,99,000 રૂપિયા છે.

2014 પોલો રેન્જની ડિઝાઇન એલિમેન્ટ્સને યુરોપિયન સ્પેક મોડલ પરથી પ્રેરિત છે. ફોક્સવેગને પોતાની આ નવી કારને સ્પોર્ટી લૂક આપવા માટે ફ્રન્ટ અને રિયર બમ્પરને રિડિઝાઇન કર્યાં છે. તેમજ પોલોને નવું રૂપ આપવા માટે નવી ગ્રીલને પણ ઉમેરવામાં આવી છે. તેમજ હેડલાઇટ અને ટેલ લેમ્પમાં પણ બદલાવ કર્યો છે, જે કારના લૂકને વધુ ફ્રેશ બનાવે છે.

ફોક્સવેગનની 2014 પોલોના કેબિનમાં પણ નોંધપાત્ર ફેરબદલ કરવામાં આવ્યા છે. ડ્રાઇવરને સુવિધા અર્થે નવું થ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને તેમાં ઓડિયો કન્ટ્રોલ આપવામાં આવ્યું છે. તેમજ જર્મન કાર નિર્માતા કંપનીએ બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે નવી એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ પણ આપી છે. 2014 પોલોમાં ઇન્ટેરિઅર ઉપરાંત એર કન્ડિશનર વેન્ટ્સને રિડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ક્લાઇમેટ કન્ટ્રોલ સુવિધા સાથે છે.

પોલોનું ડીઝલ એન્જીન

પોલોનું ડીઝલ એન્જીન

જર્મન એન્જીનીયર્સે નવી પોલો માટે ઓલ ન્યુ 1.5 લીટર મિલ એન્જીન ડેવલોપ કર્યું છે. આ એન્જીન 88 હોર્સપાવર સાથે 239 એનએમનું પીક ટોર્ક પ્રોડ્યુસ કરે છે. 2014 પોલો ટીડીઆઇની કિંમત એક્સશોરૂમ દિલ્હી અનુસાર 6,27,000 થી 7,37,000 રૂપિયા છે.

પોલોનું પેટ્રોલ એન્જીન

પોલોનું પેટ્રોલ એન્જીન

ફોક્સવેગન ઇન્ડિયા 2014 પોલો હેચબેકમાં ફ્રૂગલ 1.2 લીટર પેટ્રોલ એન્જીન ઓફર કરી રહી છે. જર્મન એન્જીનીયર્સ આ કારમાં સરખા એન્જીન સાથે બે સ્ટેટ ઓફ ટ્યૂન્સની ઓફર કરે છે. ડેપ્યુટ એન્જીન 73 હોર્સપાવર સાથે 110 એનએમ ટાર્કને પ્રોડ્યુસ કરે છે. સેકન્ડ ટ્યૂન વધારે પાવરફૂલ છે અને તે 103 હોર્સપાવર સાથે 175 એનએમનો ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

સારી ફ્યુઅલ એફિસિએન્સી

સારી ફ્યુઅલ એફિસિએન્સી

ફોક્સવેગને દાવો કર્યો છેકે તેની નવી કાર જૂની કાર કરતા સારી ફ્યુઅલ એફિસિએન્સી ધરાવે છે. 2014 પોલો એમપીઆઇની કિંમત એક્સશોરૂમ દિલ્હીમાં 4,99,000 થી 6,07,000 રૂપિયા છે.

ઑગસ્ટમાં આવશે અન્ય મોડલ

ઑગસ્ટમાં આવશે અન્ય મોડલ

ફોક્સવેગન ઇન્ડિયાએ જણાવ્યું છેકે, ક્રોસ પોલો, પોલો જીટી ટીસઆઇ અને ટીડીઆઇને ઑગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં ક્રોસ પોલોની કિંમત એક્સશોરૂમ દિલ્હીમાં 7,90,000 રૂપિયા હશે જ્યારે પોલો જીટી ટીડીઆઇ અને ટીએસઆઇની કિંમત એક્સશોરૂમ દિલ્હીમાં 7,99,000 રૂપિયા હશે.

English summary
Volkswagen India has introduced its all new range of the Polo for 2014. The new and refreshed models will be available in both petrol and diesel trims. The German automobile giant has launched its 2014 Polo at a base price of INR 4,99,000 ex-showroom, Delhi and onwards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X