For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે વધારશો તમારી બાઇકની આવરદા, જાણો ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

ભારતમાં સૌથી વધારે બાઇક ધારકો હશે. નાના મોટા કાર્યો માટે અને શહેરોમાં ટ્રાફિકને ટાળવા માટે મોટાભાગે લોકો કાર કરતા બાઇક પર વધારે ભાર મુકતા હોય છે. ત્યારે બાઇકની જાળવણી પણ એ પ્રમાણે થવી જરૂરી રહે છે. તેમજ ભારતમાં બાઇકનું વેચાણ પણ ઘણું વધી રહ્યું છે, તેને જોતા નવા બાઇક રાઇડર્સ મોટરસાઇકલ નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીઓ અને સુચનાઓ પર વધારે ધ્યાન આપતા નથી, જેના કારણે તેઓ અજાણતા બાઇકને ભારે નુક્સાનીમાં મુકી દે છે.

એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં બાઇકની જાળવણી અને સાવચેતી અંગેના કેટલાક મહત્વના પાસાઓ અંગે આછેરી પણ મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યાં છીએ. જે અનુસાર અનુસરવાથી તમે તમારી બાઇકની આવરદા વધારી શકો છો અને સાવચેતી પૂર્વક ડ્રાઇવ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- બાઇક કમ્પેરિઝનઃ ડ્રીમ યુગા-મહિન્દ્રા સેન્ચ્યુરો અને પેશન એક્સપ્રો
આ પણ વાંચોઃ- ટોપ 10: વિશ્વની હોટ એન્ડ સેક્સિએસ્ટ કાર્સ
આ પણ વાંચોઃ- કોણ છે ચઢિયાતુઃ હોન્ડા સિટી, હુન્ડાઇ વેરના કે ફોક્સવેગન વેન્ટો?

ટાયર

ટાયર

ટાયરની સ્થિતિ અને હવાનું દબાણ સમયાંતરે ચેક કરતા રહેવું જોઇએ. જે પ્રકારનું ટાયરનું પ્રેશર બાઇક નિર્માતા દ્વારા જણાવવામાં આવ્યું છે તે પ્રકારનું છેકે નહીં તે ચકાસવું અને તે પ્રમાણે રાખવું. તેમજ જો તમને ટાયર જરા પણ ખરાબ અવસ્થાનું લાગે તો તેને બદલી લેવું.

એન્જીન ઓઇલ

એન્જીન ઓઇલ

બાઇકના સ્મૂથ ડ્રાઇવિંગમા એન્જીન ઓઇલ ઘણું જ મહત્વ ધરાવે છે. તેથી યોગ્ય ઓઇલ લેવલ જાળવી રાખવું અને બને તો સારી કંપનીનું જ ઓઇલ બાઇકમાં નંખાવવાનો આગ્રહ રાખવો. ઓઇલ લીકેજ છે કે નહીં તે પણ ચકાસી લેવું.જો ખરાબ ઓઇલમાં બાઇક ચલાવશો તો તેનાથી માત્ર ફ્યુઅલ કન્ઝ્યુમ્પશન પર જ અસર નહીં પડે પરંતુ સાથો સાથ એન્જીનનુ જીવન પણ ટૂંકુ થઇ જશે.

એર ફિલ્ટર

એર ફિલ્ટર

એર ફિલ્ટરને ક્લિન રાખવાનો પ્રયાસ કરો. ભારતમાં વધારે પડતો ડસ્ટ હોવાના કારણે એર ફિલ્ટરને સમયાંતરે બદલતા પણ રહો.

ક્લચ

ક્લચ

ક્લચ તેની યોગ્યતા રીતે કામ કરે છેકે નહીં તે જુઓ અને તે ફ્રી રહે તે ચકાસો, જો ક્લચ ટાઇટ હશે તો તેનાથી ફ્યુઅલ કન્ઝ્યુમ્પશન થવાની શક્યતાઓ વધી રહી છે.

એન્જીન

એન્જીન

બાઇકના એન્જીનની સર્વિસ રેગ્યુલરલી કરાવવાનું રાખો અને દર 1500 કિ.મીએ કાર્બોરેટરને ચેક કરાવવાનું રાખો જો જરૂર જણાય તો તેન સાફ કરાવો. સ્પાર્ક પ્લગની પણ અવગણના ના કરો. આમ કરવાથી બાઇક સારી રીતે તમને ઉપયોગી થશે અને એન્જીનની આવરદા વધશે.

ટ્રાન્સમિશન સિસ્ટમ

ટ્રાન્સમિશન સિસ્ટમ

બાઇકની ચેઇનને રેગ્યુલર લુબ્રિકેશન અને ક્લિનિંગની તથા એડ્જેસ્ટમેન્ટની જરૂર રહે છે, તેથી એ કરાવવામાં આળસ ના રાખો. બાઇકને વધુ સ્પીડે સતત ચલાવ્યા ના કરો તેનાથી તમારી બાઇકનું એન્જીન ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. તેમજ ક્યારેય તમારી બાઇકને ચોથા કે પાંચમા ગીયરમાંથી પહેલા ગીયરમાં તુંરત ના કરો. તેનાથી પિસ્ટન રિંગ ડેમેજ થઇ શકે છે.

બેટરી

બેટરી

મુશ્કેલી વગર લાંબા સમય સુધી બેટરી ચલાવવી હોય તો તેના મેઇન્ટેનન્સ પર ધ્યાન આપવાની જરૂર છે. તેથી બાઇકની સર્વિસ દરમિયાન બેટરી ચેક કરાવવતા રહો.

બ્રેક

બ્રેક

બન્ને બ્રેક સારી કન્ડિશનમાં છેકે નહીં તે ચકાસો જો તેને ટાઇટ કરાવવાની જરૂર પડે તો જરા પણ આળશ કર્યા વગર ટાઇટ કરાવો કારણ કે લૂઝ બ્રેક રાખવી જોખમી છે. જે પ્રકારે તમે બાઇક ચલાવો છો તે પ્રમાણે તમારી બાઇકની બ્રેક હોવી અત્યંત જરૂરી છે.

English summary
Bike Maintenance TIPS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X