For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ વધારે સારું: પેટ્રોલ કાર કે ડીઝલ?

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને હવે તો ઇલેક્ટ્રિક કાર પણ પોતાની પકડ જમાવી રહી છે, તેમ છતાં ભારતમાં જો કોઇ બે કારની વાત કરવામાં આવે તો ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલ કારની વાત સૌથી વધારે કરવામાં આવે છે અને તેના જ કારણે આ બન્ને કારનું વેચાણ પણ અન્ય કારની સરખામણીએ વધારે હોય છે.

ત્યારે નવી કાર ખરીદનારાઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છેકે કયું એન્જીન ધરાવતી કાર વધું સારી. પેટ્રોલ એન્જીન વાળી કાર કે પછી ડીઝલ એન્જીનવાળી કાર. જો તમે પણ નવી કાર ખરીદવા માગતા હોવ અને જે પ્રકારે પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે તેને જોતા તમે પેટ્રોલ અથવા ડીઝલ બન્નેમાંથી કઇ કાર ખરીદવી તેને લઇને મુંઝવણમાં છો, તો તમારી મુંઝવણને થોડીક ઓછી કરવા માટે અમે અહીં પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચેના કેટલાક તુલનાત્મક પાસાઓને તસવીરો થકી રજૂ કરી રહ્યાં છીએ, જે તમને તમારી પંસદગીની કાર ખરીદવામાં મદદરૂપ થશે. તો ચાલો એ પાસાઓને જાણીએ.

આ પણ વાંચોઃ- વિશ્વની ટોપ 10 બેસ્ટ એરલાઇન્સ
આ પણ વાંચોઃ- મોબિલિયો ટૂ 7 સીરીઝ હાઇબ્રિડઃ જુલાઇમાં લોંચ થઇ આ કાર્સ

દરરોજના વપરાશ અનુસાર

દરરોજના વપરાશ અનુસાર

જો તમારે અમુક લિમિટેડ કિ.મી માટે કારનો ઉપયોગ કરવાનો હોય તો પેટ્રોલ કાર સારી રહે છે, કારણ કે તેની એવરેજ ઓછી હોય છે. જ્યારે બીજી તરફ તમારે દરરોજ 50 કિ.મી અથવા તો તેના કરતા વધારે કે પછી મહિને 1500 કે તેથી વધુ કિ.મીની યાત્રા કરવાની રહે છે તો તમે ડીઝલ કાર પર પસંદગી ઉતારી શકો છો. તેથી વ્યાપારિક દ્રષ્ટિકોણથી કાર ખરીદવામાં આવતી હોય તો સામાન્ય રીતે ડીઝલ કારને વધારે પસંદ કરવામાં આવે છે, કારણ કે તે પેટ્રોલ કરતા સારી એવરેજ આપતી હોય છે.

મેઇન્ટેનન્સ ખર્ચ

મેઇન્ટેનન્સ ખર્ચ

મેઇન્ટેનન્સને લઇને વાત કરવામાં આવે તો ડીઝલ કાર કરતા પેટ્રોલ કારનું મેઇન્ટેનન્સ ઓછું આવે છે અને તે તમારા પોકેટ પર વધારે ભારણ મુકતી નથી. કારણ કે પેટ્રોલ કારના સ્પેરપાર્ટ્સ ડીઝલ કાર કરતા સસ્તાં હોય છે.

એન્જીન લાઇફ

એન્જીન લાઇફ

પેટ્રોલ એન્જીન કે ડીઝલ એન્જીનમાંથી કયું એન્જીન લોંગ લાઇફ હોય છે તે એક ચર્ચાનો વિષય છે, તેમ છતાં ઓટોમોબાઇલ જગતના તજજ્ઞોના મતાનુસાર ડીઝલ એન્જીનનું જીવન પેટ્રોલ એન્જીનની સરખામણીએ ઓછું હોય છે. તેમ છતાં સારી રીતે જાળવણી કરવામાં આવી હોય તે ડીઝલ એન્જીન 3 લાખ કિ.મી સુધી ચાલે છે. ડીઝલ એન્જીનના જીવન અંગે બીજી વાત કરવામા આવે તો ટ્રક અને બસોને હજારો કિ.મી દરરોજ ફરવાના હોય છે તેમ છતાં તેમના ડીઝલ એન્જીનનું જીવન લાંબું હોય છે.

ટેક્નોલોજી

ટેક્નોલોજી

ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો ડીઝલ એન્જીન કરતા પેટ્રોલ એન્જીન વધારે એફિસિઅન્ટ છે. ડીઝલ એન્જીનની સરખામણીએ પેટ્રોલ એન્જીન ટેક્નિકલી રીતે સારું હોય છે. જોકે હાઇ ટેક ડીઝલ એન્જીન પેટ્રોલ એન્જીનને પડકાર ફેંકી રહ્યાં છે. ડીઝલ એન્જીન ઓછા ફ્યુઅલમાં પેટ્રોલ કરતા વધારે કિ.મી ચાલી શકે છે, તેમ જ ટર્બો ચાર્જિંગ ડીઝલ એન્જીન પરફોર્મન્સમાં શાનદાર પરિણામ આપે છે.

હેવી એન્જીન

હેવી એન્જીન

પેટ્રોલ એન્જીનની સરખામણીએ ડીઝલ એન્જીન ઘણું ભારે આવે છે. જેના કારણે કાર ઘણી જ સ્ટેબલ રહે છે, પરંતુ તેને કોર્નરિંગ અને હેન્ડલિંગ કરવી અઘરી પડે છે, તે સ્ટીયરિંગને ભારે બનાવી દે છે. તેથી ડીઝલ કાર ખરીદવી હોય તો તેમાં પાવર સ્ટીયરિંગ હોય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

કાર ચલાવતી વખતે આનંદ

કાર ચલાવતી વખતે આનંદ

કાર ચલાવતી વખતે આનંદની વાત કરવામાં આવે તો પેટ્રોલ કાર ડીઝલ એન્જીન ધરાવતી કાર કરતા વધારે આનંદદાયક રહે છે. ડીઝલ એન્જીનની ક્યુબિક કેપેસિટી પેટ્રોલ એન્જીન કરતા વધારે હોય છે, પરંતુ પેટ્રોલમાં ડીઝલ એન્જીન કરતા વધારે પાવર આઉટપૂટ હોય છે.

મંતવ્ય

મંતવ્ય

પેટ્રોલ અને ડીઝલ એન્જીન બન્નેની પોતપોતની ખાસિયત છે. તેના જ કારણે પેટ્રોલ અને ડીઝલ એન્જીન કારનું વેચાણ વધારે હોય છે. તેમ છતાં ફ્યુઅલની દ્રષ્ટિએ જોવામાં આવે તો પેટ્રોલ કારની સામે ડીઝલ કાર ચઢિયાતી સાબિત થાય છે, તો બીજી તરફ અવાજ અને પાવરની દ્રષ્ટિએ ડીઝલ કાર કરતા પેટ્રોલ કાર વધારે સારી ઠરે છે.

English summary
difference between petrol and diesel car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X